આપણું ગુજરાતવડોદરા

સ્પા બની ગયા છે ગુનાખોરીના અખાડા, પોલીસના પગલાં પણ પરિણામ નહીં

વડોદરાઃ થોડા મહિનાઓ પહેલા અમદાવાદમાં સ્પામાં કામ કરતી એક મહિલા સાથે થયેલી મારામારી બાદ ગુજરાત સરકારે રાજયભરના સ્પા પર રેડ કરી ગુનાખોરી ડામવાની વાતો કરી હતી, પરંતુ છાશવારે સમાચારો આવે છે જે સાબિત કરે છે કે સ્પા ગુનાખોરીના અડ્ડા બની ગયા છે.

મોટેભાગે અહીં સ્પાના નામે મહિલાઓ પાસે વેશ્યાવૃત્તિ કરાવવામાં આવે છે. વડોદરામાં ફરી આવું એક સ્પા પકડાયું છે. જેમાં પોલીસે સ્પાના મેનેજરની ધરપકડ કરી છે, જ્યારે માલિકને વોન્ટેડ જાહેર કર્યો છે. આ સાથે બે થાઇલેન્ડની યુવતીને મુક્ત કરાવી વધુ તપાસ શરૂ કરી છે.

ગ્રાહકો પાસે એન્ટ્રીના નામે 1500 ચાર્જ લેવાતો
વડોદરા એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે બાતમીના આધારે વડોદરા શહેરના જેતલપુર રોડ પર આવેલા એક એપાર્ટમેન્ટ સ્થિત સ્પામાં બે ડમી ગ્રાહકને મોકલ્યાં હતાં. જેનો કોલ આવતાની સાથે જ પૂરી ટીમ સ્પામાં ત્રાટકી હતી. તપાસમાં સ્પાની આડમાં માલિક રાજ્ય બહારની તેમજ વિદેશી જરૂરીયાતમંદ યુવતીઓને બોલાવી ગેરકાયદેસર દેહવેપારનો ધંધો કરાવતો હોવાનું ખૂલ્યું હતું. ગ્રાહકો પાસે સ્પાની એન્ટ્રી પેટે રૂ. 1000થી 1500 જેટલા લેતો હતો અને ત્યારબાદ ઇચ્છુક પુરૂષો સાથે યુવતી દીઢ રૂ. 3000થી 4000નો ભાવ લઇ સ્પામાં દેહવ્યપારનો ધંધો કરાતો હતો.

વડોદરા એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમે સ્થળ પર જઈને રેડ કરતા સ્થળ પરથી બે વિદેશી (થાઇલેન્ડ) યુવતી મળી આવી હતી અને તેઓને ત્યાંથી મુક્ત કરાવી હતી. દેહ વેપારનો ધંધો કરાવનાર આરોપી સ્પા મેનેજર અને સ્પા માલિક આરોપી સામે અકોટા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરીને વધુ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પોલીસે આરોપી મેનેજરની ધરપકડ કરી છે, જ્યારે સ્પામ માલિકને વોન્ટેડ જાહેર કર્યો છે.

અગાઉ આ રીતે જ સુરતની હોટેલમાં ચાલી રહેલા દેહ વ્યાપારનો પોલીસે પર્દાફાશ કર્યો હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button