સ્પોર્ટસ

IND vs NZ: ભારત સામેની પ્રથમ ટેસ્ટ પહેલા ન્યુઝીલેન્ડને ઝટકો, આ ફાસ્ટ બોલર સિરીઝથી બહાર

બેંગલુરુ: બાંગ્લાદેશને ધૂળ ચટાડ્યા બાદ હવે ભારતીય ટીમ ન્યુઝીલેન્ડ (IND vs NZ) સામે ટકરાશે. આવતીકાલે ત્રણ ટેસ્ટ મેચની પ્રથમ ટેસ્ટ મેચ બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં શરુ થશે. મેચના એક દિવસ પહેલા જ ન્યૂઝીલેન્ડને મોટો ઝટકો લાગ્યો છે, ફાસ્ટ બોલર બેન સીર્સ (Ben Sears) ઈજાના કારણે ભારત સામેની ટેસ્ટ સિરીઝમાંથી બહાર થઈ ગયો છે.

| Also Read: IND VS NZ: અશ્વિન અને જાડેજા વિરુદ્ધ શાનદાર બેટિંગ કરી તો સફળતા, જાણો કોણે કહ્યું?

ન્યુઝીલેન્ડ ક્રિકેટ બોર્ડ દ્વારા બેન સીઅર્સ અંગે જાહેર કરવામાં આવેલી અપડેટમાં જણાવવામાં આવ્યું કે શ્રીલંકામાં તાજેતરની ટેસ્ટ સીરીઝ દરમિયાન સીઅર્સને પ્રેક્ટીસ કરતા ડાબા ઘૂંટણમાં દુખાવો ઉપડ્યો હતો અને ગયા અઠવાડિયે ન્યુઝીલેન્ડમાં તેનું સ્કેન કરવામાં આવ્યું હતું. સ્કેનને કારણે તેનું ભારત આવવાનું મોડું થયું હતું.

નિવેદનમાં કહેવામાં આવ્યું કે સ્કેનમાં ઈજા થઇ હોવાનું જણાયા પછી, એવી આશા હતી કે પ્રાથમિક તબીબી સારવાર બાદ તે સ્વસ્થ થઈ જશે, જો કે, આવું ન થયું. તબીબી સલાહ બાદ તેને સિરીઝમાંથી બહાર કરી દેવામાં આવ્યો.

બેન સીઅર્સ ઈજાગ્રસ્ત થયા બાદ તેના સ્થાને જેકબ ડફી(Jacob Duffy)નો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. જેકબ ન્યૂઝીલેન્ડ માટે ODI અને T20 ઈન્ટરનેશનલ રમી ચૂક્યો છે, પરંતુ તેણે હજુ સુધી ટેસ્ટમાં ડેબ્યૂ કર્યું નથી. તેને ભારત પ્રવાસ દરમિયાન ટેસ્ટ ડેબ્યૂ કરવાની તક મળી શકે છે.

| Also Read: IND VS NZ: આખરે ગૌતમ ગંભીરે વિરાટ કોહલી માટે મૌન તોડ્યું, કહ્યું કે…

30 વર્ષીય જેકબ ડફી ભલે આંતરરાષ્ટ્રીય ટેસ્ટ નથી રમી, પરંતુ તેની પાસે 100 થી વધુ ફર્સ્ટ ક્લાસ મેચ રમવાનો અનુભવ છે. જેકબ અત્યાર સુધી 102 ફર્સ્ટ ક્લાસ મેચ રમી ચૂક્યો છે. આ મેચોની 172 ઇનિંગ્સમાં તેણે 32.64ની એવરેજથી 299 વિકેટ લીધી છે, 143 ઇનિંગ્સમાં બેટિંગ કરતા 1,351 રન પણ બનાવ્યા છે. એવામાં જોવાનું રહેશે કે આ સિરીઝ જેકબને ચાન્સ મળે છે કે નહીં.

Back to top button
ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને? TOP INSPIRATIONAL QUOTES FROM RATAN TATA

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker