ઇન્ટરનેશનલટોપ ન્યૂઝનેશનલ

India-Canada Breaking: ‘કેનેડામાં હિંદુઓ પર હુમલા થઇ શકે છે’ ભારત-કેનેડા તણાવ વચ્ચે પૂર્વ રાજદ્વારીનો દાવો

નવી દિલ્હી: ભારત અને કેનેડા વચ્ચે તણાવ (India-Canada tenstion) ફરી વધી રહ્યો છે. કેનેડા સરકારે ભારત પર ગંભીર આરોપ લગાવ્યા છે, કેનેડાએ ભારતીય હાઈ કમિશનર પર ખાલિસ્તાની હરદીપ સિંહ નિજ્જર(Hardipsingh Nijjar)ની હત્યામાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો છે. આ પછી, ભારત સરકારે તેના હાઈ કમિશનર સંજય કુમાર વર્મા અને અન્ય રાજદ્વારીઓને પાછા બોલાવી લીધા છે.

બીજી તરફ, ભારતે સોમવારે છ કેનેડિયન રાજદ્વારીઓને હાંકી કાઢ્યા હતાં. એક નિવેદનમાં, ભારતના વિદેશ મંત્રાલયે કેનેડિયન રાજદ્વારીઓના નામોની સૂચિ જાહેર કરી છે, જેમને શનિવાર, ઑક્ટોબર 19, 2024 ના રોજ 11:59 PM અથવા તે પહેલાં દેશ છોડવા માટે કહેવામાં આવ્યું છે.

| Also Read: ભારત સરકારનો મોટો ફેંસલો, કેનેડાથી પરત બોલાવ્યા રાજદૂત, કહી આ વાત…

કેનેડાના રાજદ્વારીઓ કાર્યકારી હાઈ કમિશનર સ્ટુઅર્ટ રોસ વ્હીલર, ડેપ્યુટી હાઈ કમિશનર પેટ્રિક હેબર્ટ સાથે ફર્સ્ટ સેક્રેટરી મેરી કેથરીન જોલી, ઈયાન રોસ ડેવિડ ટ્રાઈટ્સ, એડમ જેમ્સ ચુઈપકા અને પૌલા ઓર્જુએલાને સરકારે ભારત છોડવા કહ્યું છે.

આ સાથે પૂર્વ રાજદ્વારી કેપી ફેબિયને ભારત અને કેનેડાના બગડતા સંબંધો પર મોટું નિવેદન આપ્યું છે. ભારત-કેનેડા વિવાદ પર પૂર્વ રાજદ્વારી કેપી ફેબિયનએ કહ્યું, “કેનેડા ભારતીય હાઈ કમિશનર અને અન્ય અધિકારીઓની પૂછપરછ કરવા માંગે છે. આ ખોટું છે. તેથી જ ભારત સરકારે આ પગલું ભર્યું છે, ભારતનું આ પગલું યોગ્ય છે.”

તેમણે વધુમાં કહ્યું કે, “મને આશા છે કે થોડા સમય પછી બંને દેશોના સંબંધો સુધરશે. પરંતુ જ્યાં સુધી જસ્ટિન ટ્રુડો કેનેડાના વડાપ્રધાન છે ત્યાં સંબંધ સુધરવાની શકયતા ઓછી છે. આવતા વર્ષે ત્યાં ચૂંટણી થવાની છે અને ઘણી આશા છે. જસ્ટિન ટ્રુડો જીતે તેવી આશા ઓછી છે. તેમની લોકપ્રિયતા પણ ઘટી રહી છે. મને લાગે છે કે ભવિષ્યમાં કેનેડા ભારત પર વધુ આક્રમક રીતે આરોપ લગાવશે.”

તેમણે કહ્યું, “ભારત સાથેના ખરાબ સંબંધો વચ્ચે ખાલિસ્તાની લોકો કેનેડામાં હિંદુઓ વિરુદ્ધ હિંસા કરી શકે છે. તેઓ હિંદુ સમુદાયના લોકોને નિશાન બનાવી શકે છે. આ સિવાય તેઓ મંદિરોને પણ નિશાન બનાવી શકે છે.”

વિદેશ માત્રલાયે કહ્યું કે તેમણે કેનેડાના ચાર્જ ડી’અફેર્સને બોલાવ્યા, જેમને કહેવામાં આવ્યું કે ભારતીય હાઈ કમિશનર સંજય વર્મા અને અન્ય રાજદ્વારીઓ અને અધિકારીઓ પર લગાવવામાં આવેલા પાયાવિહોણા આરોપો સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે.

| Also Read: ભારતે જસ્ટિન ટ્રુડોના આરોપનો આપ્યો સણસણતો જવાબ, કેનેડાના હાઈ કમિશ્નરને પાઠવ્યું સમન્સ…

ગયા વર્ષે કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ તેમના દેશની સંસદમાં નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટોની સંભવિત સંડોવણી વિશે જણાવ્યું હતું, તે પછી ભારત અને કેનેડા વચ્ચે તણાવ શરુ થયો હતો. ટ્રુડો સરકારે કેનેડિયન વડા પ્રધાનના આરોપોને સાબિત કરવા માટે ભારતીય અધિકારીઓને પુરાવા હજુ સુધી આપ્યા નથી.

Back to top button
ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને? TOP INSPIRATIONAL QUOTES FROM RATAN TATA

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker