સ્પોર્ટસ

મહિલા ટી20 વર્લ્ડકપઃ ભારતના અભિયાનનો અંત, ન્યૂઝીલેન્ડે પાકિસ્તાનને 54 રનથી હરાવ્યું, 5 ખેલાડી ખાતું પણ ન ખોલી શક્યા…

નવી દિલ્હીઃ મહિલા ટી20 વર્લ્ડકપમાં આજે ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાનનો મુકાબલો થયો હતો. ન્યૂઝીલેન્ડે મેચ જીતવા આપેલા 112 રનના ટાર્ગેટ સામે પાકિસ્તાનની ટીમ માત્ર 56 રનમાં જ ખખડી ગઈ હતી. પાકિસ્તાનના 5 ખેલાડી ખાતું પણ ખોલી શક્યા નહોતા. ફાતિમા સનાએ સર્વાધિક 21 રન બનાવ્યા હતા. જીત સાથે જ ન્યૂઝીલેન્ડની ટીમ સેમિ ફાઈનલમાં પહોંચી ગઈ છે. આ સાથે જ ભારતીય મહિલા ટીમના અભિયાનનો અંત આવ્યો છે.

https://twitter.com/ICC/status/1845866722479284711

ન્યૂઝીલેન્ડે ટોસ જીત્યો હતો

ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. તેણે નિર્ધારિત 20 ઓવરમાં 6 વિકેટે 110 રન બનાવ્યા હતા. તેની તરફથી સુઝી બેટ્સે સૌથી વધુ 28 રન બનાવ્યા હતા. પાકિસ્તાન તરફથી નશારા સંધુએ સૌથી વધુ 3 વિકેટ લીધી હતી. મહિલા ટી20 વર્લ્ડ કપમાં ભારત, પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ સાથે એક જ ગ્રુપમાં છે. ઓસ્ટ્રેલિયા આ ગ્રુપ Aમાંથી સેમી ફાઇનલમાં પહોંચી ગયું છે.


Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button