આમચી મુંબઈમહારાષ્ટ્ર

Baba Siddiqui Murder: હત્યામાં કોની સંડોવણી, આરોપીઓની ‘ક્રાઈમ કુંડળી’?

મુંબઈઃ મુંબઈમાં એનસીપી (અજિત પવાર)ના વરિષ્ઠ નેતા બાબા સિદ્દીકીની હત્યા કર્યા પછી મુંબઈના અંડરવર્લ્ડની યાદ લોકોને તાજી થઈ ગઈ છે. આ કેસમાં પોલીસ પ્રશાસન દ્વારા અનેક આરોપીની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે પૂછપરછ પણ ચાલુ છે ત્યારે આજે આ કેસમાં અનેક ખુલાસા કરવામાં આવ્યા છે. આ ગુનામાં પ્રવીણ લોણકર અને શુભમ લોણકર બંને ભાઈનો સમાવેશ, જ્યારે આ કેસમાં સોશિયલ મીડિયા પરની પોસ્ટની માહિતી એકત્ર કરી છે.

પોલીસના જણાવ્યાનુસાર શુભમ અને પ્રવીણ કોર્ડિનેશન, ફાઈનાન્સ અને લોજિસ્ટિક (હથિયાર)ને લઈ મદદ કરી હતી. એક મહિનાથી શુભમ ફરાર હતો. શુભમ અને પ્રવીણને કોણે આદેશ આપ્યો એની પણ પોલીસ તપાસ ચાલુ છે. આરોપીઓ પાસેથી ચાર ફોન રિકવર કરવામાં આવ્યા છે એની પણ તપાસ ચાલુ છે.

બાબા સિદ્દીકીની હત્યા બાદ પાંચ આરોપીના નામ સામે આવ્યા છે જેમાં શિવકુમાર ગૌતમ, મોહમ્મદ ઝિશાન અખ્તર, શુભમ લોણકર, ગુરમેર સિંહ અને ધર્મરાજ કશ્યપનો સમાવેશ થાય છે. મુંબઈ ક્રાઇમ બ્રાન્ચની માહિતી અનુસાર બાબા સિદ્દીકી હત્યા પ્રકરણે ત્રણ આરોપી ફરાર છે જેમાં શિવકુમારનો સમાવેશ થાય છે. ઝિશાન અખ્તર અને શુભમ લોણકર પણ ફરાર છે.

આ પણ વાંચો: બાબા સિદ્દીકી મર્ડર મિસ્ટ્રીઃ રાજકીય કિન્નાખોરી કે ષડયંત્રનો ભોગ?



ગુરમેર સિંહઃ આરોપી ગુરમેર સિંહ ૨૩ વર્ષનો છે અને તે હરિયાણાના કૈથલ જિલ્લાના નરલ ગામનો રહેવાસી છે. તેના પરિવારમાં ફક્ત તેની દાદી છે.
ધર્મરાજ કશ્યમઃ આરોપી ધર્મરાજ કશ્યમ ૧૯ વર્ષનો છે જે ઉત્તર પ્રદેશના બહરાઇચ ગામનો છે. તેની કોઇ ક્રાઇમ હિસ્ટ્રી નથી.
શિવકુમાર ગૌતમઃ શિવકુમાર પણ ઉત્તર પ્રદેશના બહરાઇચ ગામનો રહેવાસી છે. તેની પણ કોઇ ક્રાઇમ હિસ્ટ્રી નથી.

ઝિશાન અખ્તરઃ મોહમ્મદ ઝિશાન અખ્તર પંજાબના જાલંધરનો રહેવાસી છે. તે પણ આ કેસમાં હજી ફરાર છે. ઝિશાનનો પણ બિશ્ર્નોઇ સાથે સીધો સંપર્ક છે. પોલીસે તેની કુંટળી કાઢતા તેના અનેક સાથીઓના નામ પણ સામે આવ્યા હતા.
શુભમ લોણકરઃ શુભમ લોણકરે ફેસબુક પોસ્ટ પરથી સિદ્દીકીની હત્યાની જવાબદારી લીધી હતી. તેણે જ શૂટરોને સુપારી આપી હતી. પોલીસ અત્યાર સુધી તેના ભાઇ પ્રવીણ લોણકરની ધરપકડ કરી છે.

આ પણ વાંચો : બાબા સિદ્દીકી મર્ડરઃ બિશ્નોઈની કસ્ટડી મુંબઈ પોલીસને કેમ નથી મળી રહી?



સૌરવ મહાકાલઃ બાબા સિદ્દીકી હત્યા કેસમાં હવે સૌરવ મહાકાલનું નામ સામે આવ્યું છે. તેનું અસલ નામ સિદ્ધેશ હીરામન કાંબલે છે. તે પહેલા મુંબઈના કુખ્યાત ગેંગસ્ટર અરુણ ગવળીનો શાર્પ શૂટર રહી ચૂક્યો છે. તે સમયે તે સંતોષ જાધવ સાથે મળીને હત્યાઓ કરતો હતો. છેલ્લા કેટલાક વર્ષોથી તે લૉરેન્શ બિશ્ર્નોઇ માટે કામ કરી રહ્યો છે.

પંજાબી ગાયક સિદ્ધુ મૂસાવાલાની હત્યા કેસમાં પણ સૌરવનું નામ આવ્યું હતું અને તેની ધરપકડ કરવામાં આવી હતી. બિશ્ર્નોઇ સાથે તે સીધો સંપર્કમાં છે. બિશ્નોઈના ખાસ સાગરીત અનમોલ બિશ્નોઈથી તે કનેક્ટ છે અને તેના ઇશારે કામ કરે છે. હાલમાં તે જામીન પર છૂટીને બહાર આવ્યો છે. ૨૦૨૨માં દિલ્હી પોલીસે મહારાષ્ટ્ર પોલીસની મદદથી તેની ધરપકડ કરી હતી.

Back to top button
ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને? TOP INSPIRATIONAL QUOTES FROM RATAN TATA

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker