નેશનલ

છત્તીસગઢમાં પોલીસની પત્ની અને પુત્રીની હત્યાથી રોષ: ટોળાએ SDMને રોડ પર દોડાવ્યા

સૂરજપુર: છત્તીસગઢના સૂરજપુર જિલ્લામાં ફરજ પરના હેડ કોન્સ્ટેબલ તાલિબ શેખની પત્ની અને પુત્રીની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરીને ત્યારબાદ લાશને ઘરથી 5 કિલોમીટર દૂર ખેતરમાં ફેંકી દેવામાં આવી હતી. આ ઘટનાથી રોષે ભરાયેલા લોકોએ આરોપીના ઘર અને ગોડાઉનની બહાર પાર્ક કરેલા વાહનોને આગ ચાંપી દીધી હતી.

ટોળાએ એસડીએમની સાથે પણ મારપીટ કરી હતી અને તેમને રસ્તા વચ્ચે દોડાવ્યા હતા. ટોળાએ સૂરજપુર પોલીસ સ્ટેશનને પણ ઘેરી લીધું હતું. શહેરની તણાવપૂર્ણ પરિસ્થિતિને જોતા પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, આ ઘટનાને આરોપી કુલદીપ સાહુએ અંજામ આપ્યો છે. સૂરજપુરની આ ઘટના ગત રાત્રે શરૂ થઈ હતી, જ્યારે આરોપી શહેરની ચોપાટીમાં હતો અને ત્યાં તેની પોલીસ કોન્સ્ટેબલ સાથે ઘર્ષણ થયું હતું. આ પછી કુલદીપ સાહુએ હોટલમાં રાખેલ તેલ ભરેલું તપેલું પોલીસ પર રેડી દીધું હતું, આથી પોલીસકર્મી ગંભીર રીતે ઘાયલ થયો હતો.

આપણ વાંચો: Baba Siddique હત્યા કેસના ચોથા આરોપી જસીન અખ્તરની આવી છે ક્રાઈમ કુંડળી, જાણો

ત્યારબાદ આરોપી ત્યાંથી નાસી છૂટયો હતો. આ સમયે તેણે હેડ કોન્સ્ટેબલને કારથી કચડી નાખવાનો પણ પ્રયાસ પણ કર્યો હતો, પરંતુ તે સદનસીબે બચી ગયો હતો. જ્યારે હેડ કોન્સ્ટેબલ તાલિબ શેખ આરોપીને પકડવાની તૈયારી કરી રહ્યો હતો અને પોલીસ સ્ટેશનમાં એક ટીમ બનાવવામાં આવી રહી હતી ત્યારે આરોપીએ હેડ કોન્સ્ટેબલ તાલિબ શેખના ઘરમાં ઘુસીને તેની પત્ની અને પુત્રીની તિક્ષ્ણ હથિયાર વડે હત્યા કરી દીધી હતી.

ઘટનાને પગલે જિલ્લા પોલીસ વડાએ આરોપી કુલદીપ સાહુને પકડવા માટે પોલીસની ચાર ટીમો બનાવી છે. આ ટીમોએ સૂરજપુર જિલ્લાને સ્પર્શતા વિવિધ જિલ્લાઓ તેમજ મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશના જિલ્લાઓમાં શોધખોળ શરૂ કરી છે. આ તપાસમાં સાયબર ટીમની પણ મદદ લેવામા આવી રહી છે. આરોપી એનએસયુઆઇનો પ્રમુખ હોવાની પણ વિગતો મળી રહી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button