અમદાવાદઆપણું ગુજરાત

આસોમાં અષાઢી માહોલ: અમદાવાદમાં વરસાદી ઝાપટા- સૌરાષ્ટ્રમાં ખેતી પાકોને નુકસાન…

અમદાવાદ: રાજ્યમાં નોરતા પૂર્ણ થતાની સાથે જ ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં ઘણા જિલ્લાઓમાં વરસાદ પડ્યો છે. કુલ 131 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. રાજ્યના હવામાન વિભાગે પણ વરસાદ પડવાની આગાહી કરી છે. ચોમાસાના વિદાય ટાણે રાજ્યમાં વરસાદ ખાબકતાં કપાસ, મગફળી સહિતના પાકોને ભારે નુકસાન પહોંચ્યુ છે. આજે બપોર બાદ અમદાવાદના ઘણા વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો.

આસો મહિનામાં રાજ્યમાં અષાઢી માહોલ જામ્યો છે. નોરતા બાદ પડી રહેલા વરસાદથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત બંને ખૂબ જ પ્રભાવિત થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 29 જિલ્લાના 131 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જો કે હવામાન વિભાગે હજુ પણ રાજ્યના 9 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે. આજે ગાંધીનગર અને અમદાવાદ સિવાય સૌરાષ્ટ્રના અમરેલી અને જામનગરમાં ધોધમાર વરસાદ પડ્યો છે.

અમદાવાદમાં આજ બપોર બાદ અચાનક વાતાવરણમાં આવેલા પલટા બાદ અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદી ઝાપટાં પડ્યા હતા. અમદાવાદના પશ્ચિમ વિસ્તારોમાં વરસાદી ઝાપટાંઓ પડ્યા હતા. અમદાવાદમાં એસજી હાઈવે, સરખેજ, હાઇકોર્ટ, શિવરંજની, ઇસ્કોન સહિતના વિસ્તારોમાંવરસાદી ઝાપટું વરસ્યું હતું.

સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, રાજકોટ જિલ્લાના ઘણા તાલુકાઓમાં વરસાદે ખેડૂતોની મુશ્કેલી વધારી છે. ત્યારે આજે બગસરા, અમરેલી સહિતના પંથકમાં સતત ત્રીજા દિવસે વરસાદ વરસ્યો હતો. આ સિવાય રાજકોટના જેતપૂર અને ગોંડલ તાલુકાઓના ગામડામાં સતત ત્રણ દિવસથી પડી રહેલા વરસાદની વચ્ચે આજે પણ વરસાદ શરૂ થયો છે. ખેડૂતોની મોસમને ટાણે પડી રહેલા વરસાદથી ભરે નુકસાન થયું છે.

હવામાન વિભાગે કરી આગાહી:
રાજ્યના હવામાન વિભાગે રાજ્યમાં 14 ઓક્ટોબરના રોજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ઘણા જિલ્લાઓમાં વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરી છે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા 14 ઓક્ટોબરે સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, પોરબંદર, રાજકોટ, ભાવનગરમાં વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરી છે. આ સિવાય દક્ષિણ ગુજરાતમાં સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, ભરૂચ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા જિલ્લાના કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. જ્યારે પંચમહાલ અને દાહોદ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ.

Back to top button
ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને? TOP INSPIRATIONAL QUOTES FROM RATAN TATA

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker