Salim Khanએ કેમ પુત્રોને કહ્યું કે આ ઘર છોડીને જતા રહો…
બોલીવૂડમાં જેમ બચ્ચન પરિવારનો દબદબો છે એ રીતે જ ખાન ખાનદાનનો પણ અલગ જ સ્વેગ છે. બચ્ચન પરિવારની જેમ જ ખાન પરિવાર એટલે કે સલમાન ખાનનો પરિવાર પણ કોઈને કોઈ કારણસર ચર્ચામાં રહે છે. હાલમાં જ સલમાન ખાનના પિતા સલીમ ખાનનો એક ઈન્ટરવ્યુ વાઈરલ થઈ રહ્યો છે જેમાં સલીમ ખાન પોતાના દીકરાઓને ઘર છોડીને જતા રહેવા માટે રહ્યું હતું. ચાલો જોઈએ શું છે આખો કિસ્સો-
મળી રહેલી માહિતી અનુસાર સલમાન ખાન તેના માતા-પિતા સાથે બાંદ્રા ખાતે આવેલા ગેલેક્સી એપાર્ટમેન્ટમાં રહે છે. પરંતુ સોહેલ ખાન અને અરબાઝ ખાન અલગ ઘરમાં રહે છે. આ જ બાબતે સલીમ ખાને ચોંકાવનારો ખુલાસો કર્યો હતો અને જણાવ્યું હતું કે કેમ તેમણે પોતાના સંતાનોને અલગ રહેવાની સલાહ આપી હતી.
સલીમ ખાનનો એક જૂનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં સલીમ ખાન એવું કહે છે કે મોટાભાગના લોકોને એવું લાગે છે કે ખાન પરિવારમાં બધા સાથે રહે છે, પરંતુ એવું નથી. મેં મારા ત્રણેય દીકરાને કહી દીધું હતું કે તમે લગ્ન ના કરો ત્યાં સુધી મારા ઘરે રહી શકો છો, પરંતુ જે દિવસે તમારા લગ્ન થઈ જશે એ દિવસે તમારે આ ઘર છોડીને અલગ થઈ જવું પડે છે.
આપણ વાંચો: OMG! TMKOCવાળા દયાભાભીએ સલમાન ખાનની 65 કરોડની ઓફર ઠુકરાવી દીધી
સલીમ ખાને આવું કહેવા પાછળનું કારણ જણાવતા કહ્યું હતું તકે અલગ રહેવાથી પરિવારમાં પ્રેમ વધે છે. જો કોઈ એક ઘરે મળવા આવે ને બીજો ના આવે તો એના વિશે પૂછવામાં આવે છે. અરબાઝ ખાન પણ પિતા સલીમ ખાન સાથે આ મુદ્દે સહેમત થયો હતો.
તમારી જાણ માટે કે સલમાન ખાન સિંગલ છે અને એટલે તે માતાપિતા સાથે ગેલેક્સી એપાર્ટમેન્ટમાં રહે છે. પરંતુ અરબાઝ ખતાન અને સોહેલ ખાન અલગ ઘરમાં રહે છે. જ્યારે કોઈ પણ ફંક્શન હોય છે ત્યારે બધા ભેગા થાય છે અને હસી-ખુશીથી ફંક્શનની મજા માણે છે.
સલમાન ખાનનું ગેલેક્સી એપાર્ટમેન્ટ વન બીચએકેનું છે, પરંતુ તેમાં તમામ પ્રકારની સુવિધા હાજર છે. સલમાને આ ઘરમાં જ પોતાના માટે એક જિમ પણ બનાવ્યું છે અને તે અવારનવાર સોશિયલ મીડિયા પર તેના ફોટો શેર કરે છે.