આમચી મુંબઈટોપ ન્યૂઝમહારાષ્ટ્ર

Mumbai Toll-Free: મહારાષ્ટ્ર સરકારના નિર્ણયથી રોજના કેટલા વાહનચાલકોને થશે ફાયદો?

મુંબઈ: મહારાષ્ટ્ર સરકારે મુંબઈના પાંચ ટોલનાકાઓ પરથી ટોલ નાબૂદ કરવાનો નિર્ણય લઇને મુંબઈગરાઓને બમ્પર ધમાકાની સાથે સાથે બમ્પર સરપ્રાઇઝ આપ્યું છે જેને વિધાનસભાની ચૂંટણી પૂર્વે મુંબઈગરાઓને આપવામાં આવેલું દિવાળી બોનસ પણ કહેવામાં આવી રહ્યું છે.

મહારાષ્ટ્ર સરકારના આ નિર્ણયના કારણે રોજના ત્રણ લાખથી વધુ ટૂ-વ્હિલર અને ફોર-વ્હિલર વાહનચાલકોને ફાયદો થઈ શકે છે. મુંબઈમાં પ્રવેશનારા અને બહાર જવા માટે પાંચેય ટોલ બૂથ પરથી મુંબઈગરાઓને ટોલ ચૂકવવામાંથી મુક્તિ આપવામાં આવી છે.

મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન (એમએસઆરડીસી)ના અધિકારીએ આપેલી માહિતી મુજબ દરરોજ લગભગ 3.6 લાખ વાહન એલબીએસ રોડ, મુલુંડ, ઔરોલી ખાડી બ્રિજ, દહીંસર વેસ્ટર્ન એક્સ્પ્રેસ હાઇ-વે અને વાશી ખાડી
શહેરમાં આવતા 3.8 લાખ વાહનોમાંથી 2.8 લાખ લાઇટ મોટર વ્હિકલ એટલે હળવા વાહનો હોય છે, જ્યારે ટૂ-વ્હિલરના વાહનોની પણ ગણતરી કરવામાં આવે છે. જોકે ટ્રાન્સ્પોર્ટર્સ એસોસિએશનો દ્વારા આ નિર્ણયને આવકારવામાં આવ્યો હોવા છતાં તેમની સાથે અપરમાં એટલે કે સાવકી માં જેવું વર્તન કરવામાં આવતું હોવાનો આરોપ પણ મૂક્યો હતો. તેમના દ્વારા કમર્શિયલ વાહનોને પણ ટોલમાંથી મુક્તિ આપવાની અને બોર્ડર ચેકપોસ્ટ નાબૂદ કરવાની માગણી પણ કરવામાં આવી હતી.

આ પણ વાંચો :મુંબઈથી ન્યુયોર્ક, જેદ્દાહ અને મસ્કત જતી 3 ફ્લાઈટને ઉડાવી દેવાની ધમકી…

આટલા રૂપિયાની થશે બચત
મુંબઈમાં પ્રવેશ કરતા વખતે રૂ. 45 અથવા તો રૂ. 75 (વાહનના પ્રકાર મુજબ) ટોલ નાકા પર ચૂકવવા પડતા હતા. 2026 સુધી આ ટોલ વસૂલી શરૂ રહેવાની હતી. જો તમે આ રૂટ પર દરરોજ પ્રવાસ કરતા હોવ તો તમારા અઠવાડિયે 225 રૂપિયા અને દર વર્ષે 11,700 રૂપિયા બચશે. જ્યારે અન્ય લાઇટ મોટર વ્હિકલ જે રૂ. 75 ચૂકવતા હતા તે અઠવાડિયે રૂ.375 અને વર્ષે રૂ. 19,500ની બચત કરી શકશે.

Back to top button
ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને? TOP INSPIRATIONAL QUOTES FROM RATAN TATA

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker