નવી દિલ્હીઃ ભારતે પોખરણમાં સ્વદેશી આયરન ડોમનું સફળ પરીક્ષણ કર્યુ છે. જે ચોથી પેઢીની ઓછા અંતરની વાયુ રક્ષા પ્રણાલી છે. જેને DRDO દ્વારા બનાવવામાં આવી છે. તેને આકાશમાં ભારતનું સ્વદેશી રક્ષક પણ કહી શકાય છે. ટેકનિકલ ભાષામાં તેને વેરી શોર્ટ રેંજ એયર ડિફેંસ સિસ્ટમ કે VSHORADS કહે છે. સામાન્ય ભાષામાં તેને ખભા પર રાખીને છોડવામાં આવતી મિસાઇલ પણ કહી શકાય છે.
ગમે ત્યાં સરળતાથી લઈ જઈ શકાશે
અત્યાધુનિક ટેકનિકથી સજ્જ આ રક્ષા પ્રણાલીને આસાનીથી ગમે ત્યાં લઈ જઈ શકાય તેવી રીતે વિકસાવવામાં આવી છે. ઓછી ઉંચાઈ પર ઉડતા વિમાનો, માનવ રહિત વિમાન સહિત હેલિકોપ્ટર પણ તોડી શકવાની તેની ખાસિયત છે. આ ઉપરાંત હવાઈ હુમલાથી બચાવ કરવામાં પણ સક્ષમ છે.
આ રિએકશન કંટ્રોલ સિસ્ટમ અને ઈન્ટીગ્રેટેડે એવિઓનિક્સ સિસ્ટમથી લેસ છે, જે કોઈપણ દેશની મિસાઈલને મહાત આપવામાં સક્ષમ છે. ઉપરાંત ઈમેજિંગ ઈન્ફ્રારેડ હોમિંગ સિસ્ટમ પણ લાગેલી છે. આ ટેકનિકથી દુશ્મનના હવાઈ હુમલાને ટ્રેક કરવામાં મદદ મળે છે.
શું છે આ સ્વદેશી સિસ્ટમની સૌથી મોટી ખાસિયત
આ સ્વદેશી સિસ્ટમની સૌથી મોટી ખાસિયત તેનું વજન માત્ર 20.5 કિલોગ્રામ છે, લંબાઈ 6.7 ફૂટ અને ગોળાઈ 3.5 ઈંચ છે. જે પોતાની સાથે 2 કિલોગ્રામ વજનનું હથિયાર લઈ જઈ શકે છે. તેની રેંજની વાત કરીએ તો 250 મીટરથી 6 કિલોમીટર સુધી છે. સ્પીડ આશરે 1800 કિલોમીટર પ્રતિ કલાક છે.
અત્યાર સુધીમાં થઈ ચૂક્યા છે ત્રણ સફળ પરીક્ષણ
ટ્રાયલ દરમિયાન મિસાઇલે પોતાનો ટાર્ગેટ પાર પાડ્યો હતો. ગ્રાઉન્ડ બેસ્ટ મેન પોર્લટેબલ લોન્ચરથી કરવામાં આવેલા આ ટેસ્ટમાં સેનાના અધિકારીઓ પણ હાજર હતા. અત્યાર સુધીમાં ત્રણ સફળ પરીક્ષણ થઈ ચૂક્યા છે. આ ઉપરાંત તેનું નિચાન પણ સચોટ છે. વર્તમાન સમયમાં આવી એર ડિફેન્સ સિસ્ટમનું મહત્વ દરેક દેશ માટે ઘણું વધી ગયું છે.
Taboola Feed