નેશનલમનોરંજન

બોલિવૂડમાં થશે મુકેશ અંબાણીની એન્ટ્રી, હવે કરણ જોહર…..

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ ઝડપથી તેનો બિઝનેસ વધારી રહી છે. તાજેતરમાં આવેલા અહેવાલ મુજબ મુકેશ અંબાણીની આગેવાનીવાળી કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે કરણ જોહરની માલિકીની કંપની ધર્મા પ્રોડક્શનમાં હિસ્સો ખરીદવા માટે સંપર્ક કર્યો છે. બંને વચ્ચે હાલમાં વાતચીત ચાલી રહી છે.

કરણ જોહરની ધર્મા પ્રોડક્શનમાં 90.70 ટકા હિસ્સેદારી કરણ જોહરની છે અને 9.24 ટકા હિસ્સો તેની માતાનો છે. વધતી જતી production cost,થિયેટરોની ઘટતી જતી સંખ્યા અને ઝડપથી વધી રહેલા OOT પ્લેટફોર્મ્સે બોલિવૂડ સ્ટુડિયો માટે પડકાર ઉભા કર્યો છે. જેના કારણે નવા રોકાણની જરૂરિયાત વધી રહી છે.

તેથી જ કરણ જોહર એક રોકાણકારની શોધમાં છે. છેલ્લા કેટલાક સમયથી, કરણ જોહર તેના હિસ્સાને મોનેટાઇઝ કરવા માંગે છે. પરંતુ વેલ્યુએશનની સમસ્યાને કારણે છેલ્લા કેટલાક સોદા પૂર્ણ થયા નથી. રિલાયન્સે મીડિયા સેક્ટરમાં પોતાની હાજરી વધારવા માટે પ્રોડક્શન હાઉસમાં હિસ્સેદારી ખરીદવાનો નિર્ણય લીધો છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે બાલાજી પ્રોડક્શનમાં પણ નાનો હિસ્સો ખરીદ્યો છે. રિપોર્ટ અનુસાર, આ જ ફોર્મ્યુલા અહીં પણ અપનાવવામાં આવી શકે છે.
રિલાયન્સના કન્ટેન્ટ પોર્ટફોલિયોમાં જિયો સ્ટુડિયોઝ, viacom18 સ્ટુડિયોઝ, colosceum media અને બાલાજી ફિલ્મ્સમાં કેટલોક હિસ્સો સામેલ છે. નાણાકીય વર્ષ 2024માં જિયો સ્ટુડિયોઝે રૂ. 700 કરોડ બૉક્સ ઑફિસથી કમાયા હતા. સ્ત્રી-2 આ જ પ્રોડક્શન હાઉસની ફિલ્મ હતી.

જિયો સ્ટુડિયોએ નાણાકીય વર્ષ 2024માં બોક્સ-ઓફિસ પરથી રૂ. 700 કરોડની કમાણી કરી હતી. સ્ત્રી-2 આ પ્રોડક્શન હાઉસની ફિલ્મ હતી.
કોરોના મહામારીના સમયે જે સેક્ટર પર સૌથી વધુ ખરાબ અસર પડી તેમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રી પણ સામેલ છે. કોરોના મહામારી બાદ હવે ઘણા પ્રોડક્શન હાઉસ આર્થિક સ્થિતિ સુધારવા માટે નાણા ભેગા કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

તાજેતરમાં જ એવું જાણવા મળ્યું હતું કે ધર્મા પ્રોડક્શન્સ હિસ્સેદારી વેચવા માટે સંજીવ ગોએન્કાની આગેવાનીવાળી કંપની સારેગામા સાથે વાતચીત કરી રહી છે. 8 ઓક્ટોબરે એક્સચેન્જને આપેલી માહિતીમાં સારેગામાએ કહ્યું કે આ મામલે હજી સુધી કોઈ અપડેટ નથી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button