નેશનલ

Bahraich Violence: હોસ્પિટલ અને શો-રૂમમાં તોડફોડ, દુકાનો અને ઘર સળગાવાયા…

બહરાઈચ : ઉત્તર પ્રદેશના બહરાઈચમાં(Bahraich Violence)દુર્ગા મૂર્તિના વિસર્જન દરમિયાન થયેલા ઘર્ષણે મોટું સ્વરૂપ ધારણ કર્યું છે. સોમવારે સવારે બહરાઈચમાં ફરી એકવાર આગ લગાવવાના અને તોડફોડની ઘટના બની હતી. જેમાં અનેક દુકાનો અને ઘરોમાં તોડફોડ કરવામાં આવી હતી. એક બાઇક શોરૂમ અને હોસ્પિટલને આગ લગાડવામાં આવી છે. જ્યારે વાહનોને સળગાવી દેવામાં આવ્યા છે. હોસ્પિટલમાં દવાઓને પણ સળગાવી દેવામાં આવી છે.

આ પણ વાંચો : Bahraichમાં માતાએ વરુ સામે ઝઝૂમી બાળકનો જીવ બચાવ્યો

પોલીસે ત્રીસ લોકોની અટકાયત કરી

જ્યારે ગ્રામીણ વિસ્તારોમાં પણ હિંસા વધી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ચાંદપૈયા અને કબાડિયાપુરવા ગામમાં અનેક ઘરો સળગાવવામાં આવ્યા છે. જ્યારે વાહનોને પણ સળગાવી દેવામાં આવ્યા છે. પોલીસે ત્રીસ લોકોની અટકાયત કરી છે. જ્યારે સીએમ યોગીની સૂચના પર એસીએસ હોમ અને એડીજી લો એન્ડ ઓર્ડર ઘટનાસ્થળે પહોંચી ગયા છે. બહરાઈચ પીએસીને છ કંપનીઓ મોકલવામાં આવી છે.

યુવકના મોત બાદ લોકો હિંસક બન્યા છે. તો બીજી તરફ પરિવારજનોએ મૃતદેહના અંતિમ સંસ્કાર કરવાનો ઈન્કાર કરી દીધો છે. જો કે પોલીસે મૃતકના પરિવારજનોને સમજાવ્યા છે. પરંતુ હજુ સુધી મામલો ઉકેલાયો નથી. પરિવારના સભ્યો કડક કાર્યવાહીની માંગ પર અડગ છે.

કડક કાર્યવાહીના આદેશ

મીડિયા અહેવાલ અનુસાર, સોમવારે સવારે રામ ગોપાલ મિશ્રાની હત્યા બાદ એક સમુદાયના લોકો ગુસ્સે થયા હતા. હાથમાં લાકડીઓ સાથે ટોળું રોડ પર ઉતરી આવ્યું હતું. બાઇકના શોરૂમ અને હોસ્પિટલમાં તોડફોડ અને આગ લગાવવામાં આવી હતી. હોસ્પિટલ ઉપરાંત દુકાનો અને વાહનોને પણ આગ ચાંપી દેવામાં આવી છે. યુપીના સીએમ યોગીએ તોફાનીઓ વિરુદ્ધ કડક કાર્યવાહીના આદેશ આપ્યા છે. તેમજ તાજેતરની સ્થિતિ અંગેનો અહેવાલ પણ માંગ્યો હતો. જ્યારે અફવા ફેલાવનારાઓ સામે કડક કાર્યવાહી કરવા પણ સૂચના આપવામાં આવી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button