સ્પોર્ટસ

છેલ્લી ઓવરમાં એવું તે શું થયું કે Harmanpreet પર ફેન્સ રોષે ભરાયા! સોશિયલ મીડિયા પર થઇ રહી છે ટ્રોલ

મહિલા ટી20 વર્લ્ડ કપ 2024 (Womens T20 World cup)માં ભારતીય ટીમ અંતિમ ગ્રુપ સ્ટેજ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે હારી ગઈ. આ રોમાંચક મેચમાં ટીમ ઈન્ડિયા 152 રનનો ટાર્ગેટ મળ્યો હતો, જવાબમાં ભારતીય ટીમ માત્ર 142 રન જ બનાવી શકી અને 9 રનથી મેચ હારી ગઈ.

આ મેચમાં હાર બાદ ભારતીય ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌર(Harmanpreet Kaur)ને ટ્રોલ કરવામાં આવી રહી છે. છેલ્લી ઓવરમાં કરવામાં આવેલી બેટિંગને જોતા ફેન્સ રોષ વ્યક્ત કરી રહ્યા છે. મેચની છેલ્લી ઓવરમાં ટીમ ઈન્ડિયાને જીતવા માટે 14 રનની જરૂર હતી. પૂજા વસ્ત્રાકર કેપ્ટન હરમનપ્રીત સાથે ક્રીઝ પર બેટિંગ કરી રહી હતી. પરંતુ છેલ્લી ઓવરમાં માત્ર 4 રન જ બન્યા હતાં.

મેચની છેલ્લી ઓવરમાં હરમનને બાઉન્ડ્રી ફટકારવાની જરૂર હતી. પરંતુ બોલરોને મદદરૂપ સાબિત થઇ રહેલી પીચ પર હરમને પહેલા જ બોલ પર એક રન લીધો અને નોન-સ્ટ્રાઈક પર પહોંચી ગઈ.

આ પછી પૂજા બીજા બોલ પર ક્લીન બોલ્ડ થઈ ગઈ હતી. બેટિંગ કરવા આવેલી અરુંધતી રેડ્ડી ત્રીજા બોલ પર રન આઉટ થઈ ગઈ હતી. આ રીતે હરમનને ઓવરનો ચોથો બોલ મળ્યો, ટીમને જીતવા માટે 3 બોલમાં 13 રનની જરૂર હતી.

પરંતુ હરમને ઓવરના ચોથા બોલ બાઉન્ડ્રી મારવાને બદલે માત્ર એક રન લીધો. આ પછી શ્રેયંકા પાટીલ સ્ટ્રાઈક પર આવી, જ્યારે ટીમને 2 બોલમાં 12 રનની જરૂર હતી. પરંતુ શ્રેયંકા પણ વાઈડ બોલ પર રન આઉટ થઈ ગઈ.

રાધા યાદવ ઓવરના પાંચમા બોલ પર એલબીડબ્લ્યુ આઉટ થઈ ગઈ હતી જ્યારે રેણુકાએ છેલ્લા બોલ પર 1 રન લીધો હતો. આ રીતે ટીમ ઈન્ડિયાનો રોમાંચક મેચમાં 9 રને પરાજય થયો હતો.

આ મેચમાં કેપ્ટન હરમને 47 બોલમાં 54 રનની અણનમ ઇનિંગ રમી હતી. જેમાં 6 ચોગ્ગા સામેલ હતા. આ મેચની છેલ્લી ઓવરમાં હરમને પોતે ટીમને જીતાવવા જવાબદારી નિભાવી ન હતી, જેના કારણે ફેન્સ તેના પર ગુસ્સે થયા છે.

Also Read –

Back to top button
ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને? TOP INSPIRATIONAL QUOTES FROM RATAN TATA

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker