નેશનલસ્પેશિયલ ફિચર્સ

“આઈ લવ ઈન્ડિયા” લખી ચોર દિલ્હીથી ચોરાયેલી SUV કાર મૂકી ગયા

બિકાનેર: રાજસ્થાનના બિકાનેરનામાં એક વિચિત્ર ઘટના બની હતી, નાપાસર શહેરમાં સ્થાનિકોને એક અવાવરું સ્કોર્પિયો કાર મળી આવી હતી અને ગાડી સાથે નંબર પ્લેટ પણ ન હતી. પણ ધ્યાન ખેંચે એવી બાબત હતી ગાડી પર લગાવવામાં આવેલી ત્રણ ચિઠ્ઠી. આ ચિઠ્ઠીમાં લખવામાં આવ્યું હતું કે, “આ કાર દિલ્હીના પાલમમાંથી ચોરાઈ છે. માફ કરજો.” આ વાંચીને સ્થાનિકો ચોંકી ગયા અને પોલીસને જાણ કરી.

હાથેથી લખાયેલી ત્રણ ચિઠ્ઠીઓની મદદથી પોલીસે કડીઓ જોડી હતી, પોલીસે દિલ્હીની પાલમ કોલોનીમાં રહેતા ગાડીના મૂળ માલિકને શોધી કાઢ્યા હતાં.

સ્કોર્પિયોમાં પાછળના કાચમાં બે નોટ ચોંટેલી હતી. એકમાં લખ્યું હતું કે, “આ કાર દિલ્હીના પાલમમાંથી ચોરાઈ છે. માફ કરજો.” સાથે કારનો નંબર = પણ લખાયેલો હતો, જેને કારણે પોલીસને તેના મૂળ માલિકોને શોધવામાં મદદ મળી હતી.

સાથે જ લગાવેલી બીજી નોટમાં લખ્યું હતું હતું કે “આઈ લવ માઈ ઇન્ડિયા “.
વિન્ડસ્ક્રીન પરની ત્રીજી નોટમાં લખ્યું હતું: “આ કાર દિલ્હીથી ચોરાઈ છે. પ્લીઝ પોલીસને તાત્કાલિક ફોન કરો અને તેમને જાણ કરો.”

અધિકારીઓએ જણાવ્યું કે, એક રહેવાસીએ જયપુર બિકાનેર હાઇવે પર રોડના કિનારે હોટલ પાસે પાર્ક કરેલી ગાડી જોઈ અને પોલીસને જાણ કરી.

પોલીસે કારના રજીસ્ટ્રેશન નંબરની મદદથી દિલ્હીની પાલમ કોલોનીના રહેવાસી માલિકને શોધી કાઢ્યા હતાં. માલિકે 10 ઓક્ટોબરે FIR નોંધાવી હતી.

બિકાનેર દિલ્હીથી 450 કિલોમીટરથી વધુ દૂર છે અને પોલીસનું માનવું છે કે વાહનનો ઉપયોગ ગુના માટે કરવામાં આવ્યો હોઈ શકે અને પછી તેને છોડી દેવામાં આવી હોય.

દિલ્હી પોલીસની એક ટીમ વાહનના માલિક વિનય કુમાર સાથે બિકાનેર પહોંચી છે. વાહન દિલ્હી પોલીસને સોંપવામાં આવ્યું છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button