ધર્મતેજસ્પેશિયલ ફિચર્સ

બાહ્ય રીતે બેભાન પણ આંતરિક રીતે સંપૂર્ણ જાગૃતિ એ સમાધિ અવસ્થા

અલૌકિક દર્શન -ભાણદેવ

(ગતાંકથી ચાલુ)
આ ત્રણેયથી પર એવી એક ચોથી અવસ્થા છે, જેને ‘સમાધિ અવસ્થા’ અથવા ‘તુરીયાવસ્થા’ કહી શકાય. સમાધિવસ્થા અને નિદ્રાવસ્થા બહારથી સરખી લાગે છે, પરંતુ એમાં છ તફાવત છે. લોનાવાલાની એક સંસ્થાની લેબોરેટરીમાં સમાધિવસ્થાનું માપન કરવાના યંત્રો છે. એ ઇફિશક્ષ-ઠફદયત માપીને નક્કી કરે છે કે આ સમાધિ છે કે નિદ્રા છે? એમ તો ‘એનેસ્થેંસિયા’ આપો તો માણસ બેભાન થઈ જાય, પણ એ કંઈ સમાધિ નથી. સમાધિ અને નિદ્રામાં છ તફાવત છે. જુઓ…નિદ્રાવસ્થામાં તમોગુણનું આવરણ છે, સમાધિવસ્થા ત્રિગુણાતીત એટલે ત્રણેય ગુણોથી બહાર નીકળી જાય છે અથવા તો સત્ત્વગુણ સમાધિ હોય છે. બીજો તફાવત એ છે કે સમાધિવસ્થામાં બાહ્ય રીતે બેભાન લાગીએ છીએ, પણ આંતરિક જાગૃતિ પૂર્ણ હોય છે. નિદ્રામાં બાહ્ય અને આંતરિક બંને પ્રકારની બેભાન અવસ્થા છે. સમાધિમાં બાહ્ય જગત સાથે સંપર્ક નથી, પરંતુ આંતરિક કોઇ ચેતના સંપૂર્ણપણે જાગૃત હોય છે. લોનાવાલામાં અમે પ્રયોગ કરતાં કે કોઈ સાધુબાબા સમાધિમાંથી બહાર આવે તો અમે પૂછીએ કે આપને શું થતું હતું? જો એ કહે કે મને ખબર નથી તો એ ખોટી સમાધિ. એ તો નિદ્રા કે બેભાનાવસ્થા થઈ. બાહ્ય રીતે બેભાન પણ આંતરિક રીતે સંપૂર્ણ જાગૃતિ એ સમાધિઅવસ્થા છે. આ એની ત્રીજી ભિન્નતા છે. ચોથી ભિન્નતા છે કે નિદ્રામાંથી બહાર આવવાથી માનવની ચેતનાનું રૂપાંતર થતું નથી. જે હતા તે જ રહીએ છીએ. સમાધિમાંથી બહાર આવે તો માનવ ચેતનાનું રૂપાંતર થવું જોઈએ, તો જ સમાધિ સાચી. જે હતા એને એ જ રહીએ તો એ સમાધિ સાચી સમાધિ નથી. સમાધિમાં આલ્ફા-પેટર્ન એક્ટિવેટ થાય છે. નિદ્રામાં ડેલ્ટા-પેટર્ન એક્ટિવેટ થાય છે.

હવે આપણે પાંચમો પ્રશ્ર્ન જોઈએ. આ પ્રણવ ઉપાસનાનો પ્રશ્ર્ન છે. પ્રશ્ર્ન એ છે કે ‘પ્રણવ ઉપાસનાનું ફળ શું?’ તો એમ કહે છે કે પ્રણવ ઉપાસનાની એક માત્રાનો અભ્યાસ કરનારને પૃથ્વીલોકનું ઐશ્ર્વર્ય, બે માત્રાની ઉપાસના કરનારને ચંદ્રલોકનું ઐશ્ર્વર્ય, ત્રણ માત્રાની ઉપાસના કરનારને સૂર્યલોકનું ઐશ્ર્વર્ય અને ચતુર્થ માત્રાની ઉપાસના કરનારને પરમપદની પ્રાપ્તિ થાય છે. એ કેવી રીતે? એની વિશેષ વિચારણા ‘માંડૂક્ય ઉપનિષદ’માં થઈ છે. તેથી આપણે છઠ્ઠો પ્રશ્ર્ન જે મુખ્ય છે તે લઈએ છીએ.

છઠ્ઠા ઋષિ કહે છે કે મારા આશ્રમમાં કૌશલ દેશના રાજકુમાર આવ્યા. એમણે મને પૂછ્યું કે, ‘ષોડશકલ પુરુષને તમે જાણો છો?’ શું ષોડશકલ પુરુષને જાણતો નહોતો, તેથી મેં એમને કહ્યું કે ‘મને ખબર નથી.’ આ છઠ્ઠા ઋષિ મહર્ષિ પિપ્પલાદજીને પ્રશ્ર્ન પૂછે છે કે ‘આ ષોડશકલ પુરુષ શું છે અને ક્યાં છે?’ ષોડશકલનો અર્થ થાય છે કે ચંદ્રની સોળ કલા છે. ષોડશકલ એટલે સંપૂર્ણ પુરુષ અને સંપૂર્ણ પુરુષ એટલે પૂર્ણ પુરુષ. તો પૂર્ણપુરુષ ક્યાં છે? પિપ્પલાદજી ઉત્તર આપે છે: ‘તે તારી અંદર છે. ભાગવત’માં પણ કહ્યું છે કે ભગવાનનું નિવાસસ્થાન ક્યાં? તો કહે માનવના હૃદયમાં. કારણ કે ત્યાં ષોડશકલ પુરુષ બેઠો છે. માનવની બધી જ વૃત્તિ કે પ્રવૃત્તિના આઠ કેન્દ્રો છે. આપણે જે બધું કરીએ છીએ તે આઠમાંથી એક અથવા બે અથવા સૌ મેળવવા માટે. આનંદ, પ્રેમ, શાંતિ, જ્ઞાન, શક્તિ, અમરતત્ત્વ, સ્વાતંત્ર્ય અને સૌંદર્ય-આ આઠની આપણી શોધ છે. એવું કોઈ કેન્દ્ર છે, જેમાં આઠેઆઠ સમાઈ જાય? આ આઠેય કેન્દ્રનું પણ એક કેન્દ્ર છે, જે ષોડશકલ પુરુષ છે. એક દૃષ્ટાંત જુઓ. દશ વર્ષની ક્ધયાએ શઠ કરી કે મા, મારે નણંદ જોઈએ છે. તો મા કહે કે નણંદ સ્વતંત્ર રીતે ન મળે. તારા લગ્ન થાય અને તારે વર હોય તો નણંદ મળે. તો દીકરી કહે કે “મા, મારે લગ્ન કરવા નથી. મારે વર ન જોઈએ, પણ મારે નણંદ તો જોઈએ જ! એટલું જ નહીં, મારે દિયર જોઈએ, દેરાણી જોઈએ, જેઠ જોઈએ, જેઠાણી જોઈએ, સાસુ જોઈએ, સસરા જોઈએ… પણ મારે લગ્ન કરવા નથી. હકીકતે એમાંનું એકેય ન મળે. વર મળે તો બધું મળે. એમ આ આઠેઆઠ કેન્દ્રો વર તો મળે અને એ વર એટલે ષોડશકલ પુરુષ.

રાબિયા નામના સૂફી સંત થઈ ગયા. એક સાંજે પાંચ સજ્જનો એમને મળવા આવ્યા. રાબિયા કાંઈક ધૂળમાં શોધતા હતા. સજ્જનોએ પૂછ્યું કે, “રાબિયા! ક્યા ઢૂંઢ રહી હો? રાબિયા કહે: “મેરી સૂઈ ખો ગઈ હૈ… બધા એને મદદ કરવા માંડ્યા. ધૂળ ફંફોસવા માંડ્યા. પછી કંટાળી પૂછ્યું: “તુમ્હારી સૂઈ કહાં ખો ગઈ હૈ? રાબિયા કહે: “મેરી સૂઈ તો કુટિયા કે ભીતર ખો ગઈ હૈ…’ સજ્જનો કહે: “પાગલ હો? ચીજ વહીં ઢૂંઢની ચાહિયે જહાં વો ખો ગઈ હૈ… કુટિફા કે ભીતર સૂઈ ખો ગઈ હૈ ઔર તુમ ઢૂંઢ રહી હો બાહર? રાબિયાએ કહ્યું: “મૈં ભી વહી કહ રહી હૂં. ચીજ વહીં ઢૂંઢો જહાં ખો ગઈ હૈ… તમારો ષોડ્શકલ પુરુષ તમારી અંદર ખોવાયો છે. એને તમે બહાર શોધશો તો કેમ મેળ પડશે? વગડામાં કોઈ માણસ શિયાળામાં એકલો ઊભો હોય અને ખૂબ ઠંડો પવન વાતો હોય… એની પાસે ગરમ વસ્ત્રો ન હોય… એને એમ થાય કે અગ્નિ મળે તો કામ થાય. દૂર એણે ભડકો જોયો અને એ દોડ્યો. ભડભડ મોટી જ્વાળા હતી. બાજુમાં એમ મોટા કદનો અરીસો. એમાં પણ અગ્નિનું પ્રતિબિંબ પડે. બે અગ્નિ છે તો કયા અગ્નિ પાસે બેસવું? એક બિંબ અગ્નિ એટલે કે મૂળ અગ્નિ અને બીજો દર્પણમં પ્રતિબિંબત થયેલો આભાસી અગ્નિ. અરીસાની અગ્નિ પાસે બેસે તો એની ઠંડી ન ઊડે. મૂળ અગ્નિ પાસે જાય તો જ એની ઠંડી ઊડે. એ મૂળ અગ્નિ તે ષોડશકલ પુરુષ મળે અને બીજું કશું ન મળે તો પણ બધું જ મળે છે.

આ રીતે આ છ પ્રશ્ર્નો સમાપ્ત થાય છે. બધા ઋષિઓ મહર્ષિ પિપ્પલાદને કહે છે: “તમે અમારા ખરા પિતા છો. તમે અમને અવિદ્યામાંથી પાર ઉતાર્યા. ઉપનિષદના અંતિમ મંત્રમાં કહે છે: ઓમ નમઃ પરમઋષિભ્યો નમઃ પરમઃ ઋષિભ્ય
“પરમઋષિને નમસ્કાર, પરમઋષિને નમસ્કાર. હરિ ૐ.
(ક્રમશ:)

Also Read –

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button