Video: Space Xની વધુ એક કમાલ! લોન્ચપેડ પર આવી રહેલા બૂસ્ટરને હવામાં જ પકડી પાડ્યું

ફરી ઉપયોગમાં લઇ શકાય એવા રોકેટ બાનાવીને બનાવીને ઈલોન મસ્કની માલિકીની સ્પેસએક્સ કંપની (Space X) સ્પેસ ઇન્ડસ્ટ્રીમાં ગેમ ચેન્જર સાબિત થઇ છે. હવે સ્પેસએક્સે વધુ એક મોટી સફળતા હાંસલ કરી છે. સ્પેસએક્સે તેના સ્ટારશિપ મેગારોકેટ (Starship Mega rocket)ના ફર્સ્ટ સ્ટેજ બુસ્ટરને રવિવારે સફળતાપૂર્વક લોન્ચ ટાવર પર “કેચ” કરી બતાવ્યું હતું. આ બૂસ્ટર ટેસ્ટ ફ્લાઇટ પછી લોન્ચ પેડ પર પરત ફરી રહ્યું હતું.
ટેક્સાસથી સ્ટારશિપ રોકેટને સુપર હેવી બૂસ્ટરની મદદથી લોન્ચ કરવામાં આવ્યું હતું, સફળ લોન્ચિંગ બાદ બૂસ્ટર લોન્ચ પેડ પર પરત ફરી રહ્યું છે, લોચ ટાવર સાથે જોડાયેલા બે મેકેનીકલ “ચોપસ્ટિક્સ” ની જોડીએ બૂસ્ટરને હવામાં જ કેચ કરી લીધું હતું. સ્પેસએક્સ કંપનીના લાઇવસ્ટ્રીમ અનુસાર, આ મિશન સંપૂર્ણ રીતે સફળ રહ્યું હતું.
સ્પેસએક્સના પ્રવક્તાએ કંપનીના લાઇવસ્ટ્રીમ પર વૉઇસઓવરમાં કહ્યું કે, “આ દિવસ એક ઐતિહાસિક દિવસ છે.”
બૂસ્ટર સલામત રીતે ટાવરની પકડમાં આવ્યા પછી અને કંપનીના કર્મચારીઓ ઉત્સાહથી ઝૂમી ઉઠ્યા હતાં. સ્પેસએક્સે જણાવ્યું હતું કે તેના ઇજનેરોએ “બુસ્ટર કેચ માટેની તૈયારી કરવામાં મહિનાઓ સુધી પરીક્ષણ કર્યું છે, ટેકનિશિયનોએ સફળતા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા માટે હજારો કલાકો વિતાવ્યા છે.”
સ્વચ્છ હવામાન વચ્ચે રવિવારે સવારે 7:25 વાગ્યે (1225 GMT) લિફ્ટઓફ થયું હતું. જ્યારે બૂસ્ટર લૉન્ચપેડ પર પાછું ફર્યું, ત્યારે સ્ટારશિપનો ઉપરનું સ્ટેજ હિંદ મહાસાગરમાં પડ્યું હતું.
જૂનમાં સ્પેસએક્સે સ્ટારશિપ સાથે તેનું પ્રથમ સફળ સ્પ્લેશડાઉન હાંસલ કર્યું હતું. મસ્કને આશા છે કે આ આ સ્પેસશીપ એક દિવસ મનુષ્યને મંગળ પર લઈ જશે.
નાસા આ દાયકાના અંતમાં આર્ટેમિસ પ્રોગ્રામ હેઠળ ચંદ્ર સમાનવ લેન્ડર વાહન ઉતારવા સ્ટારશિપના સુધારેલા વર્ઝનની રાહ જોઈ રહ્યું છે.
Also Read –