આમચી મુંબઈ

રાજ્ય વિધાનસભાની આચારસંહિતા લાગુ થવા અંગે આવ્યુ લેટેસ્ટ અપડેટ

મુંબઈ: લોકસભા ચૂંટણીમાં મહારાષ્ટ્રમાં ભારે રાજકીય સંઘર્ષ જોવા મળ્યો હતો. હવે આખું રાજ્ય વિધાનસભાની ચૂંટણી પર નજર રાખી રહ્યું છે. રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત ક્યારે થશે અને આચારસંહિતા ક્યારે લાગુ થશે તે અંગે હાલમાં ચર્ચાઓ ચાલી રહી છે.

લાંબા સમયથી વિલંબિત વિધાનસભાની ચૂંટણી ક્યારે થશે તેના પર સૌની નજર મંડાયેલી છે. હવે આચારસંહિતા ક્યારે અમલમાં આવશે તે અંગે એક મોટું અપડેટ જાણવા મળ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આગામી બે દિવસમાં વિધાનસભાની ચૂંટણીની આચારસંહિતા જાહેર થઈ જાય તેવી સંભાવના છે.

વિધાનસભાની ચૂંટણીની આચારસંહિતા ગમે ત્યારે લાગુ થઈ શકે છે. ચૂંટણી પંચ આવતીકાલે પ્રેસ કોન્ફરન્સ યોજીને રાજ્યની વિધાનસભાની ચૂંટણીની જાહેરાત કરે તેવી શક્યતા છે. આને કારણે મંત્રાલયમાં ગતિવિધિઓ પણ ઝડપી બની છે અને રજાના દિવસોમાં પણ મંત્રાલયના અધિકારીઓ અને કર્મચારીઓ કામ કરી રહ્યા છે. રવિવારની રજા હોવા છતાં સામાજિક ન્યાય વિભાગના સાત સરકારી નિર્ણયો બહાર પાડવામાં આવ્યા છે.

આજે ફરી સવારે સાડા નવ વાગ્યે કેબિનેટની બેઠક બોલાવવામાં આવી હતી. મહાગઠબંધન સરકારની આ છેલ્લી કેબિનેટ બેઠક હોવાની શક્યતા છે. આ માટે આજે કેબિનેટની બેઠકમાં મોટા પાયે નિર્ણય લેવામાં આવશે.
મહાયુતિ સામે મહા વિકાસ આઘાડીએ સારું કામ કર્યું છે.

તેથી, મહાયુતિ સરકારે લોકો સાથે સીધી રીતે જોડાયેલી યોજનાઓ શરૂ કરવાનો પ્રયાસ કર્યો છે. પરંતુ કોઈપણ સમયે આચારસંહિતા લાગુ થઈ શકે છે. તેથી, છેલ્લા અઠવાડિયામાં બે કેબિનેટ બેઠકો જોવા મળી રહી છે. કેબિનેટની બેઠકમાં વધુ નિર્ણયો લેવામાં આવી રહ્યા છે.

એમ પણ જાણવા મળ્યું છે કે રાજ્ય સરકાર મુંબઇ શહેરના તમામ 5 એન્ટ્રી પોઈન્ટ્સ પર હળવા મોટર વાહનો માટે સંપૂર્ણ ટોલ માફીની જાહેરાત કરી શકે છે.

Also Read –

Back to top button
ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને? TOP INSPIRATIONAL QUOTES FROM RATAN TATA

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker