આમચી મુંબઈટોપ ન્યૂઝ

આનંદો! શિંદે સરકારે આપ્યા ખુશીના સમાચાર, મુંબઈ આજે રાતથી ટોલ-ફ્રી થઇ જશે!

મુંબઈ: મહારાષ્ટ્રની વિધાનસભાની ચૂંટણીઓ પહેલાં એકનાથ શિંદે સરકારે મોટી જાહેરાત કરી છે. મહારાષ્ટ્ર સરકારે મુંબઈના તમામ એન્ટ્રી પોઇન્ટ પરના તમામ પાંચ ટોલ બૂથ પર હળવા મોટર વાહનો માટે સંપૂર્ણ ટોલ માફીની જાહેરાત કરી છે. આજે રાત્રે 12 વાગ્યાથી આ નિયમનો અમલ શરૂ થશે.મુંબઇમાં પાંચ એન્ટ્રી પોઇન્ટ -ઐરોલી ક્રીક બ્રીજ, વાશી, દહિસર, મુલુંડ (એલબીએસ રોડ), અને મુલુંડ (ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે) છે. આ જાહેરાત બાદ નાના વાહનો પાંચેય ટોલ બૂથ પરથી ટોલ ચૂકવ્યા વિના પસાર થઈ શકશે.

આ નિર્ણયથી દહિસર, મુલુંડ વેસ્ટ (LBS રોડ), વાશી, ઐરોલી અને મુલુંડ ઈસ્ટ ટોલ બૂથ પર હળવા મોટર વાહનો પાસેથી ટોલ વસૂલાતનો અંત આવશે અને ટોલ બુથ પાસે જે ભારે ટ્રાફિક જામ સર્જાતો હતો, તેમાંથી રાહત મળશે.

| Also Read: મુંબઈ-હાવડા મેલ ટ્રેનને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોડ પર

નોંધનીય છે કે આવતા મહિને વિધાનસભાની ચૂંટણી યોજાઇ રહી છે. આ ચૂંટણીમાં મતદારોને મહાયુતિ તરફ આકર્ષિત કરવા માટે શિંદે સરકાર શ્રેણીબદ્ધ લોકપ્રિય નિર્ણયો લઇ રહી છે. જોકે, મધ્યમ વર્ગના લોકોની વ્યાપક ફરિયાદ હતી કે સરકાર તેમના માટે કશું નથી કરતી. હવે આજે લેવાયેલ કેબિનેટના નિર્ણયથી મધ્યમવર્ગીય લોકોને ખુશી થશે જ. જોકે,
આનેવિધાનસભાની ચૂંટણીમાં મતદારોને મહાયુતિની તરફેણમાં રીઝવવા માટેના પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યો છે.



મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન (MSRDC)એ મુંબઈમાં 55 ફ્લાયઓવર બનાવ્યા છે. આ પુલોની કિંમત વસૂલવા માટે મુંબઈના પ્રવેશદ્વારો પર ટોલ બૂથ બનાવવામાં આવ્યા હતા. બ્રિજનું બાંધકામ અંતિમ તબક્કામાં પહોંચતાની સાથે જ વર્ષ 1999માં ટોલ બૂથ બનાવવા માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું. વર્ષ 2002માં તમામ પાંચ ટોલ બૂથ કાર્યરત થયા હતા. ત્યારબાદ, મુંબઈ ટોલ બૂથ પરના એન્ટ્રી પોઈન્ટ પર ટોલ વસૂલવાનું શરૂ કરવામાં આવ્યું હતું.

| Also Read: Baba Siddiqui Murder: મુંબઇ ક્રાઇમ બ્રાન્ચની ટીમ અમદાવાદ પહોંચી, લોરેન્સ બિશ્નોઈની પૂછપરછ કરશે

મહારાષ્ટ્રમાં, મુખ્યત્વે મુંબઈમાં, MNS (મનસે) અને ઘણા કાર્યકરો ટોલ માફ કરવા માટે આંદોલન કરી રહ્યા છે. તાજેતરમાં, UBT (ઉદ્ધવ ઠાકરેની શિવસેના) સેના અને ભૂતપૂર્વ રાજ્ય મંત્રી આદિત્ય ઠાકરેએ પણ મુંબઈમાં ટોલ માફ કરવાની માંગ કરી હતી

Back to top button
ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને? TOP INSPIRATIONAL QUOTES FROM RATAN TATA

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker