આમચી મુંબઈમહારાષ્ટ્ર

મુંબઈ-હાવડા મેલ ટ્રેનને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોડ પર

મુંબઈઃ મુંબઈ-હાવડા મેલ ટ્રેનમાં બોમ્બ હોવાની ધમકી આપવામાં આવી હતી, જેને કારણે તપાસ એજન્સીઓ એલર્ટ મોડમાં આવી ગઈ હતી અને ટ્રેનમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. મળતી માહિતી મુજબ, સોશિયલ મીડિયા પોસ્ટમાં નાસિકમાં ટાઈમર બોમ્બ દ્વારા બ્લાસ્ટ થવાની ધમકી આપવામાં આવી હતી. આ પોસ્ટમાં મહારાષ્ટ્ર પોલીસ માટે અપશબ્દોનો ઉપયોગ પણ કરવામાં આવ્યો હતો. ધમકીભર્યા લખાણમાં કહેવામાં આવ્યું હતું કે ‘ઓ હિન્દુસ્તાની રેલ્વે, તમે આજે સવારે લોહીના આંસુએ રડશો, આજે ફ્લાઈટમાં બોમ્બ મૂકવામાં આવ્યો છે અને ટ્રેન 12809માં પણ નાસિક પહોંચતા પહેલા મોટો ધડાકો થશે.

રેલવે દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આજે સવારે લગભગ 4 વાગ્યે કંટ્રોલ રૂમને ટ્રેન નંબર 12809ની અંદર બોમ્બ હોવાની માહિતી મળી હતી. ધમકી મળ્યા બાદ ટ્રેનને જળગાંવ સ્ટેશન પર રોકીને તપાસ કરવામાં આવી હતી, પણ તેમાં કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી ન હતી. આ પછી ટ્રેનને તેના ગંતવ્ય સ્થળે દોડાવવામાં આવી હતી.
ધમકીભરી પોસ્ટને પગલે આજે સવારે 4 વાગે મુંબઈ હાવડા-મેલને જળગાંવમાં રોકીને તલાશી લેવામાં આવી હતી.  લગભગ બે કલાકની તપાસ બાદ પણ સુરક્ષાકર્મીઓને કંઈપણ શંકાસ્પદ મળ્યું ન હતું અને બોમ્બ બ્લાસ્ટની ધમકી માત્ર અફવા સાબિત થઈ હતી. તપાસમાં જાણવા મળ્યું હતું કે ટ્રેનને ઉડાવી દેવાની ધમકી ફઝલુદ્દીન નામના એકાઉન્ટ દ્વારા આપવામાં આવી હતી.

આ ઉપરાંત મુંબઈથી ન્યૂયોર્ક જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં પણ બોમ્બ હોવાની ધમકી આપવામાં આવી હતી. જેને કારણે દિલ્હી એરપોર્ટ પર પ્લેનનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. પ્લેનમાં હાજર તમામ યાત્રીઓ અને ક્રૂ મેમ્બર્સને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. એર ઈન્ડિયાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “ફ્લાઇટ AI119, જેણે 14 ઓક્ટોબરે મુંબઈથી JFK માટે ઉડાન ભરી હતી, તેને બોમ્બની ધમકી મળી હતી અને સરકારની સુરક્ષા નિયમનકારી સમિતિની સૂચના પર ફ્લાઇટને દિલ્હી તરફ વાળવામાં આવી હતી. તમામ મુસાફરો ઉતરી ગયા છે અને દિલ્હી એરપોર્ટ ટર્મિનલ પર છે. મુસાફરો અને ક્રૂની સલામતી સુનિશ્ચિત કરવા માટે તમામ સુરક્ષા પ્રોટોકોલનું પાલન કરવામાં આવી રહ્યું છે.

એર ઈન્ડિયાના વિમાને મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી રાત્રે 2 વાગ્યે ન્યૂયોર્ક માટે ટેકઓફ કર્યું હતું. ટેક ઓફ કર્યાના થોડા સમય બાદ તેને બોમ્બની ધમકી મળી હતી.

Back to top button
ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને? TOP INSPIRATIONAL QUOTES FROM RATAN TATA

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker