આમચી મુંબઈટોપ ન્યૂઝમહારાષ્ટ્ર

Baba Siddiqui Murder: મુંબઇ ક્રાઇમ બ્રાન્ચની ટીમ અમદાવાદ પહોંચી, લોરેન્સ બિશ્નોઈની પૂછપરછ કરશે

અમદાવાદ : મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી બાબા સિદ્દીકીની હત્યા(Baba Siddiqui Murder)કેસમાં મુંબઈ પોલીસે અત્યાર સુધીમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. જ્યારે ત્રણ આરોપી હજુ ફરાર છે. પોલીસે આ હત્યા કેસમાં ફરાર ત્રણ આરોપીઓની ઓળખ કરી લીધી છે. જ્યારે પોલીસે 28 વર્ષીય પ્રવીણ લોનકર નામના અન્ય એક વ્યક્તિની પણ ધરપકડ કરી છે. પ્રવીણ લોનકરના ભાઈ શુભમે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ વતી સોશિયલ મીડિયા પોસ્ટ કરી હત્યાની જવાબદારી લીધી હતી.

મુંબઇ ક્રાઇમ બ્રાન્ચની ટીમ અમદાવાદ પહોંચી
જેમાં મળતી માહિતી મુજબ અમદાવાદની સાબરમતી જેલમાં બંધ લોરેન્સ બિશ્નોઈની પૂછપરછ માટે મુંબઇ ક્રાઇમ બ્રાન્ચની ટીમ અમદાવાદ પહોંચી છે. જ્યારે દિલ્હી પોલીસે અમદાવાદમાં તપાસ માટે ધામા નાખ્યા છે. બાબા સિદ્દીકીની હત્યા કેસમાં લોરેન્સ બિશ્નોઈની ઉલટ તપાસ કરવામાં આવશે. તેમજ આ સમગ્ર હત્યાને કેવી રીતે અંજામ આપવામાં આવ્યો તેની કડી મેળવવાનો પ્રયાસ કરાશે. જેના આધારે આ સમગ્ર કેસની તપાસ આગળ વધારવા આવશે.

લોરેન્સ બિશ્નોઇ જેલના સૌથી સુરક્ષિત અંડા સેલમાં
લોરેન્સ બિશ્નોઇ હાલ સાબરમતી જેલના સૌથી સુરક્ષિત અંડા સેલમાં રાખવામાં આવ્યો છે. જ્યાં તેને કોઇ મળવા આવી શકતું નથી. જો કે તેને નાસ્તો અને જમવાનું પહોચતુ કરવામાં આવે છે અને તેના સેલની આસપાસ સુરક્ષા કર્મચારીઓ તૈનાત રહે છે. પરંતુ, સુત્રોના જણાવ્યા મુજબ જો બિશ્નોઇ ગેંગની સંડોવણી બાબા સિદ્દીકી હત્યામાં હોય તો લોરેન્સ બિશ્નોઇની પરવાનગી વિના સમગ્ર ઘટનાને અંજામ આપવો અશક્ય છે. જેથી લોરેન્સ જેલમાંથી તેના સંદેશા બહાર પહોંચતા કરવા માટે જેલમાંથી કોઇની મદદ લેતો હોવાની આશંકા સેન્ટ્રલ એજન્સીઓ અને મુંબઇ પોલીસે આશંકા વ્યક્ત કરી છે.

Read This….બાબા સિદ્દિકીની હત્યા: શૂટરો હરિયાણાની જેલમાં બિશ્નોઇ ગેન્ગના સભ્યોના સંપર્કમાં આવ્યા હતા

અંગત દુશ્મની કે જમીનનો વિવાદ !
બાબા સિદ્દીકીના હત્યાના આરોપીઓએ દાવો કર્યો છે કે તેઓ લોરેન્સ બિશ્નોઈ સાથે જોડાયેલા છે. તપાસ એજન્સીઓ બાબા સિદ્દીકીના મૃત્યુનું કારણ કે અંગત દુશ્મનાવટ અને કે પછી જમીન વિવાદ છે તેની તપાસ કરી રહી છે.

ઝિગાના પિસ્તોલ લોરેન્સ શૂટર્સની પ્રથમ પસંદગી
લોરેન્સ બિશ્નોઈ શૂટર્સની પ્રથમ પસંદગી ઝિગાના પિસ્તોલ છે. લોરેન્સ શૂટર્સ ઘણીવાર ઝિગાના પિસ્તોલનો ઉપયોગ કરે છે. તુર્કી બનાવટની ઝિગાના પિસ્તોલ પાકિસ્તાનથી ડ્રોન દ્વારા આયાત કરવામાં આવે છે. શૂટરોએ બાબા સિદ્દીકી પર 9 એમએમ પિસ્તોલથી ફાયરિંગ કર્યું હતું. લોરેન્સ બિશ્નોઈના શૂટરોએ ઝિગાના પિસ્તોલથી અતિક અહેમદ અને અશરફ પર ફાયરિંગ કર્યું હતું. એટલું જ નહીં સિદ્ધુ મૂસેવાલા પર પણ જીગાના પિસ્તોલથી ફાયરિંગ કરવામાં આવ્યું હતું.

Back to top button
ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને? TOP INSPIRATIONAL QUOTES FROM RATAN TATA

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker