નવી દિલ્હી : મુંબઈથી ન્યૂયોર્ક જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટને બોમ્બથી( Bomb)ઉડાવી દેવાની ધમકી મળી છે. ત્યાર બાદ તેને ઝડપથી દિલ્હી તરફ ડાયવર્ટ કરવામાં આવી છે. ફ્લાઈટનું ટૂંક સમયમાં જ આઈજીઆઈ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. આ જાણકારી દિલ્હી પોલીસે આપી છે.
| Also Read: Air India એ મુસાફરો માટે આ નવી સુવિધા શરૂ કરી, મુસાફરી બનશે સરળ
દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર બોમ્બની ધમકી મળ્યા બાદ એર ઈન્ડિયાની ફ્લાઈટ જે મુંબઈથી ન્યૂયોર્ક જઈ રહી હતી તેને સુરક્ષાના કારણોસર દિલ્હી ડાયવર્ટ કરવામાં આવી છે. વિમાન હાલમાં IGI એરપોર્ટ પર છે. તમામ મુસાફરો અને ફ્લાઇટ ક્રૂને ફ્લાઇટમાંથી ઉતારી દેવામાં આવ્યા છે. વિમાનમાં બોમ્બ કે શંકાસ્પદ વસ્તુની શોધખોળ કરવામાં આવી રહી છે .
નોંધ : આ સમાચાર હાલ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. સમાચાર અપડેટ કરવામાં આવી રહ્યા છે. પેજ રિફ્રેશ કરતાં રહેજો