મરણ નોંધ

હિન્દુ મરણ

કચ્છી લોહાણા
ગં. સ્વ. મીનાબેન સુરેશભાઇ ગોપાલજી ગણાત્રા ગામ તેરા હાલ મુલુંડના પુત્રવધૂ અ. સૌ. નમ્રતા (ઉં. વ. ૫૦) તા. ૧૦-૧૦-૨૪ના ગુરુવારે શ્રીજીશરણ પામેલ છે. તે સંજય સુરેશભાઇ ગણાત્રાના ધર્મપત્ની. શ્રેયાંશ, પ્રીતિનાં માતુશ્રી. ગં. સ્વ. રમીલાબેન મહેશભાઇ બલીયા ગામ સાબરાઇવાળાના પુત્રી. શિલ્પા સ્વ. પંકીલ બલીયાનાં બેન. જયોતી સુનીલ ગણાત્રા, રુપલ જીતેન ગણાત્રા, આરતી કેતન ઠક્કરના ભાભી. પ્રાર્થનાસભા તા. ૧૪-૧૦-૨૪ના સોમવારે સાંજે ૫થી ૭. ઠે. ઝવેરબેન પોપટલાલ સભાગૃહ, ઉપાશ્રય લેન, રાષ્ટ્રીય શાળા કમ્પાઉન્ડ પાસે, ઘાટકોપર (પૂર્વ), બન્ને પક્ષની પ્રાર્થનાસભા ભેગી છે. લૌકિક વ્યવહાર બંધ છે.

કપોળ
ખાખબાઇ વાળા હાલ વિરાર નિવાસી સ્વ. જેકુવરબેન જેઠાલાલ નરોતમદાસ દેસાઇના પૌત્ર કૃણાલ (ઉં. વ. ૩૬) તે ધર્મિષ્ટા નવીનના પુત્ર. તે રાહુલ-હીરાના મોટાભાઇ. તે રાહીના કાકા. તે ગં. સ્વ. સરલાબેન ધીરજલાલ, સ્વ. રંજનબેન અશ્ર્વિનભાઇ તથા ગં. સ્વ. નીરુબેન દોલતરાય મહેતા, રસીલા પ્રફુલચંદ્ર કાણકિયા અને ગં. સ્વ. રેખા નરેન્દ્રકુમાર મહેતાના ભત્રીજા. તે મોસાળ પક્ષે નાગેશ્રીવાળા સ્વ. કાળીદાસ જગજીવનદાસ ગોરડિયાના ભાણેજ તા. ૧૨-૧૦-૨૪ના શનિવારે શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા અને લૌકિક પ્રથા બંધ છે.

Related Articles

કચ્છી લોહાણા
સ્વ. વેલજીભાઇ લીલાધર ધીરાવાણી (ઉં.વ.૬૮) કચ્છ ગામ કોઠારાવાળા હાલ મુલુંડ તા. ૧૧-૧૦-૨૪ના રામશરણ પામેલ છે. ગં. સ્વ. ગીતાબેન વેલજીભાઇ ધીરાવાણીના પતિ. સ્વ. પાર્વતીબેન લીલાધર ભાગચંદ ધીરાવાણીના વચેટ પુત્ર. ગં. સ્વ. ગોદાવરીબેન પ્રેમજીભાઇ જેઠમલ કતીરા કચ્છ ગામ નેત્રાના જમાઇ. દર્શન તથા હેતલના પિતાશ્રી. વંદનાબેનના સસરાજી. ચી. હીરના દાદાજી. પ્રાર્થનાસભા સોમવારના સારસ્વત વાડી, ગ્રાઉન્ડ ફલોર, ઝવેર રોડ, મુલુંડ (વે), તા. ૧૪-૧૦-૨૪ના ૫થી ૭. લૌકિક વ્યવહાર બંધ છે.

ઘોઘારી મોઢ વણિક
ધ્રાંગધ્રા નિવાસી હાલ ઘાટકોપર સ્વ. શારદાબેન હસમુખલાલ પારેખના પુત્રવધૂ કમલેશભાઇ પારેખના ધર્મપત્ની અ. સૌ. જયોતિબહેન (ઉં. વ. ૫૬) તા. ૧૨ -ઓકટોબર-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. પુત્રી: ધ્વનિ પાર્થ મહેતા, પુત્ર: સાહિલ જિજ્ઞા સંજય પારેખના ભાભી. અક્ષત, મિતનાં કાકી. પિયરપક્ષ માતુશ્રી મીરાબેન વિશનદાસ ઠાકુરનાં દીકરી. પ્રાર્થનાસભા સોમવાર, તા. ૧૪ ઓકટોબર-૨૪ના સાંજે ૫થી ૭. ઠે. પરમ કેશવ બાગ, નવરોજી લેન, મુનિસુવ્રત દેરાસરની સામે, હાલ ઘાટકોપર (વેસ્ટ).

હાલાઈ ભાટિયા
ગં. સ્વ. શિલ્પા ધનેશ રાજડા (પ્રવીના) (ઉં-વ ૮૦) તે પદમસી મૂલજી રાજડાના પુત્રવધુ, કરમસી મોરારજી પલીચા ( અલપાઈ વાળા) ના પુત્રી. ચિં, દેવ તથા હર્ષના માં . અં. સૌ. જાગ્રૂતિ ના સાસુ, સ્વ અજીતભાઈ, રતનબેન જાસૂબેન,(જયશ્રીબેન)ના બેન ૧૨/૧૦/૨૪ ના શ્રીજી ચરણ પામ્યા છે તેમની પ્રાથના સભા ૧૪/૧૦/૨૨૦૨૪ રોજ સાંજે ૪થી ૬.મહાવીર નગર, બીસીસીઆઇ ગ્રાઉંડની સામે કાંદીવલી (વેસ્ટ) મુંબઈમાં રાખેલ છે.(લૌકિક વેહાવાર બંધ છે).

કપોળ
રસનાળવાળા (હાલ-ઘાટકોપર) સ્વ. ઈન્દુમતીબેન અનંતરાય મહેતાના સુપુત્ર ચેતનભાઈ (ઉં.વ.૫૩)તે રૂપાના પતિ. તે સાહિલ ત્થા હિનલના પિતાશ્રી. તે સ્વ. હેમા જયંતકુમાર મોદીના ભાઈ તે સ્વ. સરલાબેન પ્રતાપરાય લવજીભાઈ દોશીના જમાઈ તે જયેશ ભાઈ ત્થા આશિષભાઇના બનેવી. (શનીવાર) તા-૧૨/૧૦/૨૪ ના રોજ શ્રીજી ચરણ પામ્યા છે. સર્વે લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

ઝાલાવાડી સઇ સુતાર જ્ઞાતિ
બગડ નિવાસી હાલ બોરીવલીના સવિતાબેન મનસુખલાલ ચૌહાણ (ઉં.વ.૮૮) તે ૧૨/૧૦/૨૪ના રોજ શ્રીજીશરણ પામેલ છે. તે સ્વ. મનસુખલાલ મગનલાલ ચૌહાણના ધર્મપત્ની, સ્વ. અરૂણાબેન પ્રભુદાસ મકવાણા, સ્વ. અશ્ર્વિનભાઇ, ગીતા પ્રદીપકુમાર સોલંકી, હિતેશભાઈના માતુશ્રી, રેખાબેન તથા પ્રીતિબેનના સાસુ, કૃતિકા મુકેશભાઈ કાનાબાર તથા પાર્થના દાદી. સ્વ. અંબાબેન ઘુસાભાઈ સરવૈયાના દીકરી, સ્વ. ગોદાવરીબેન પારડીયા તથા સ્વ. હરગોવિંદભાઈ તથા નંદલાલભાઈના બહેન. તેમની બંને પક્ષની પ્રાર્થનાસભા તા.૧૪/૧૦/૨૪ ના રોજ સાંજે ૪ થી ૬ કલાકે સ્વામિનારાયણ મંદિર બીએપીએસ, પહેલે માળે, અજમેરા ગ્લોબલ સ્કૂલની સામે, યોગી નગર, બોરીવલી વેસ્ટ.

ભાવનગર દશા ઘોઘારી પોરવાડ
ભાવનગર નિવાસી હાલ ગોરેગાંવ સ્વ. નરેન્દ્રભાઈ જીવનલાલ મોદી તથા મધુલતાબેનના પુત્ર રૂપેનભાઈ (ઉં.વ . ૬૩) તે ૧૧/૧૦/૨૪ ના રોજ શ્રીજીશરણ પામેલ છે. તે નીનાના પતિ. યશવીના પિતા, ઝંખના તથા દર્શના ચંદ્રેશકુમાર ભટ્ટ ના ભાઈ, સાસરાપક્ષે સ્વ. કમલા મધુસુદન કિનારીવાલાના જમાઈ. તેમની પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

ઘોઘારી મોઢ વણિક
હળવદ નિવાસી હાલ સાંતાક્રુઝ સ્વ. પુષ્પાબેન તથા સ્વ. કેશવાલાલ કૃષ્ણાલાલ ગાંધીના પુત્ર મહેન્દ્રભાઈ (ઉં.વ.૭૦) તે હર્ષાબેનના પતિ. સ્વ. રાજેશ, સતીશ, ભાવેશ, નિલા નરેન દાણીના ભાઈ, નીલિમાના જેઠ, સ્વ. દલિચંદ ભાયચંદ વોરાના જમાઈ. ૯/૧૦/૨૪ના રોજ શ્રીજીશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

વિસા સોરઠિયા વણિક
(વેરાડ વાલા) હાલ કાંદિવલી, રજનીકાંત સોમચંદ મલકાન (ઉં.વ.૭૬ ) શનિવાર તા. ૧૨/૧૦/૨૪ ના રોજ શ્રીજી ચરણ પામેલ છે. તેઓ સોમચંદ મલકાન અને કાંતાબેનના સુપુત્ર, મનીષા મલકાણના પતિ, નૈતિક અને નીપાના પિતા. દીપાલી અને ગૌરાંગના સસરા. નીરુબેન, મમતાબેન અને મુકેશભાઈના ભાઈ તેમની પ્રાર્થનાસભા સોમવાર તા. ૧૪/૧૦/૨૪ સાંજના ૫ થી ૭ શ્રી લોહાણા મહાજન વાડી, એસ. વી. રોડ,કાંદિવલી વેસ્ટ, મુંબઈ ૬૭

લુહાર-સુતાર
ગામ અમરેલીવાળા હાલ વિક્રોલી સ્વ. મનુભાઈ વિઠ્ઠલભાઈ પીઠવાના ધર્મપત્ની ગં.સ્વ. વિમળાબેન મનુભાઈ પીઠવા, (ઉં.વ. ૭૫) શુક્રવાર તારીખ ૧૧-૧૦-૨૪ શ્રી રામચરણ પામ્યા છે. તે સ્વ. જીવરાજભાઈ આણંદભાઈ હરસોરાના દીકરી, તે સ્વ.અંજવાળીબેન કાનજીભાઈ પીઠવા, સ્વ. શારદાબેન રતીલાલભાઈ પીઠવા, સ્વ. ચંદ્રીકાબેન જંયતીભાઈ પીઠવા, ગં.સ્વ.નિર્મલાબેન નટવર ભાઈ પીઠવાના દેરાણી,સ્વ.શાંતાબેન રુગનાથ ભાઈ હરસોરાના ભાભી, તે મીનાક્ષબેન પ્રદીપભાઈ કવા, ચેતનાબેન ચીરાગભાઈ ડોડીયા, હર્ષદભાઈ, પરેશભાઈના બા, તે જીનલ,ઝરણા, ઓમ, યુગના નાની, તેમની પ્રાર્થના સભા સોમવાર તા-૧૪-૧૧-૨૪ ના રોજ સાંજે ૩ થી ૫ના સમયે પાટીલ હોલ, બેંક ઓફ મહારાષ્ટ્રની બાજુમાં, સ્ટેશન સામે, વિક્રોલી ઈસ્ટ.

કચ્છી પરજીયા પટ્ટણી સોની
સોની રાજેન્દ્ર લક્ષ્મીદાસ ધકાણ (રાજુભાઇ) સોની (ઉં. વ. ૬૦) જે સ્વ. અમૃતબેન લક્ષ્મીદાસ સોનીના પુત્ર. ભારતીબેનના પતિ. ગ્રીષ્મા તનય સોની, ઉર્વી ઉદીત ગજીવાલાના પિતાજી. પ્રીશા, વેદ, વીર અને અથર્વના દાદાજી. સ્વ. દિનેશભાઇ, સુનીલભાઇ, રમેશભાઇ, રાજેશભાઇ, ભુપેનભાઇ, દીપકભાઇ નરેન્દ્ર પીઠડીયા, સ્વ. લીલાવતીબેન અને ઉષાબેનના ભાઇ તા. ૧૧-૧૦-૨૪ના દેવલોક પામ્યા છે. પ્રાર્થનાસભા તા. ૧૪-૧૦-૨૪ સોમવારે સાંજે ૪થી ૫.૩૦. ઠે. ગોકુલમ હોલ, ડોકટર રાજેન્દ્ર પ્રસાદ રોડ, જ્ઞાન સરિતા સ્કૂલની બાજુમાં, મુલુંડ (વેસ્ટ).

સોરઠીયા બ્રહ્મક્ષત્રિય
શીલ નિવાસી હાલ ઘાટકોપર સ્વ. તુલસીદાસ સવજી સેતાના પુત્ર ચંદ્રકાન્ત (ઉં.વ.૭૮) તા. ૩-૧૦-૨૪ના રાજકોટ મુકામે શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. ચત્રભુજભાઇ, સ્વ. કાન્તિલાલ, સ્વ. વલ્લભદાસ, સ્વ. જયંતિલાલ, હસમુખભાઇ, સ્વ. લલિતાબેન, સ્વ. પ્રવીણાબેનના ભાઇ. નવીન, સ્વ. દિનેશ, ભરત, રામ, રેખાબેન પરશોતમદાસ પડિયા, હર્ષા કિર્તીકુમાર સીંધવડ, ઇલા રમેશકુમાર રાજાવાઢા, હીના કિરીટકુમાર જાડા, રીટા હરેશકુમાર જોગી, બીના પંકજકુમાર પડિયાના કાકા. લૌકિક પ્રથા બંધ રાખેલ છે.

કચ્છી લોહાણા
સ્વ.શાંતાબેન રામજી સ્વાર (ગામ કોઠારા) હાલ મુુલુંડના પુત્રવધૂ ગં. સ્વ. ભારતીબેન (ઉં. વ. ૬૪) તે સ્વ. ભરતભાઇ રામજી સ્વારના ધર્મપત્ની. સ્વ.કાશીબાઇ શામજી લાલજી કારીયાની પુત્રી. સૌ. પૂજા મંહાર ટકાલે તથા ધાર્મિકના માતુશ્રી. વિનોદ, હરીશ, સ્વ. લક્ષ્મીદાસ, ચંદ્રિકા, ભાનુ, રેખાના બહેન. તા. ૮-૧૦-૨૪ના મંગળવારના રામશરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

Back to top button
ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને? TOP INSPIRATIONAL QUOTES FROM RATAN TATA

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker