મરણ નોંધ

પારસી મરણ

યઝદી નોશીર એન્જિનિયર તે મરહુમ માહરૂખ એન્જિનિયરના ખાવીંદ. તે મરહુમો માહરૂખ તથા નોશીર એન્જિનિયરના દીકરા. તે બુરઝીન એન્જિનિયર ને ઉરવક્ષ એન્જિનિયરના પપ્પા. તે નેહા એન્જિનિયર તથા મરહુમ કેતકી એન્જિનિયરના સસરા. તે કેરશી એન્જિનિયરના ભાઇ. તે રયોમંદ એન્જિનિયર ને આયશા એન્જિનિયરના કાકા. (ઉં. વ. ૭૯) રે. ઠે. ફલેટ નં.૨૦, ૩જે માળે, અઝીઝ બિલ્ડિંગ, તારદેવ રોડ, એચ. ડી. એફ. સી. બેન્કની બાજુમાં, તુલસીવાડી, મુંબઇ-૪૦૦૦૩૪. ઉઠમણાંની ક્રિયા: તા. ૧૪-૧૦-૨૪ના બપોરે ૩.૪૦ કલાકે તારદેવ મધ્યે બાટલીવાળા અગિયારીમાં.
આલુ દીનશાહ જીનવાલા તે મરહુમ દીનશાહ ફરદુનજી જીનવાલાના વિધવા તે મરહુમો મેહેર તથા જહાંગીર બનાજીના દીકરી. તે સરોશ જીનવાલા ને શેરના ઉદવાડીયાના મમ્મી. તે પીલુ જીનવાલા ને હોશંગ ઉદવાડીયાના સાસુ. તે રીશાદ ને આરીશ ઉદવાડીયાના મમયજી. તે રતન, દીના તથા મરહુમ ચેરાગ જીનવાલાના બપયજી. (ઉં. વ. ૧૦૪) રે. ઠે. ૩સી-૧,એલ પ્લાઝો લીટલ ગ્રીબ્સ રોડ, હેન્ગિગ ગાર્ડનની નજીક, મલબાર હીલ, મુંબઇ-૪૦૦૦૦૬. ઉઠમણાંની ક્રિયા : તા. ૧૪-૧૦-૨૪ના બપોરે ૩.૪૦ કલાકે ભરૂચ મધે હોમાવાલા અગિયારીમાં કરવામાં આવશે.
મેહરૂ જમશેદ ખડખોદાઇ તે જમશેદના ધણિયાની. તે મરહુમો બાનુ તથા રૂસ્તમના દીકરી. તે પરીવાશ, હુતોક્ષી ને શાહઝાદના મમ્મી. તે અદરીઆના, બુરઝીન ને રયોમંદના સાસુ. તે મેહેરવાન, ટેમુલ ને હોમીના બહેન. તે શેઆન ના મમયજી. તે શોફીયા ને જીનીઆના બપયજી. (ઉં. વ. ૮૦) રે. ઠે. શીરીન મેન્શન, બી, બ્લોક, ૩જે માળે, તારદેવ રોડ, ગામડીયા કોલોની, તારદેવ, મુંબઇ-૪૦૦૦૦૭. ઉઠમણાંની ક્રિયા : તા. ૧૪-૧૦-૨૪ના બપોરે ૩.૪૦ કલાકે તારદેવ મધ્યે બાટલીવાલા અગિયારીમાં છેજી.

Related Articles
Back to top button
ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને? TOP INSPIRATIONAL QUOTES FROM RATAN TATA

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker