ઇન્ટરનેશનલ

ઈઝરાયલના લેબનોન અને ઉત્તર ગાઝામાં ફરી હુમલા

બેરુતઃ ઇઝરાયલે હવાઇ હુમલામાં ઓછામાં ઓછા ૨૨ લોકોના મોત થયાના કલાકો બાદ શનિવારે ઉત્તર ગાઝા પર ભારે બોંબમારો ચાલુ રાખ્યો હતો. ઇઝરાયલ સતત ગાઝા અને દક્ષિણ લેબનોનમાં જ્યાં આતંકવાદી જૂથો હમાસ અને હિઝબુલ્લાહ વિરુદ્ધ તેમના હુમલા ચાલુ છે ત્યાં લોકોને તે વિસ્તારો ખાલી કરવાનું કહી રહ્યું છે.

લેબનોનમાં સંયુક્ત રાષ્ટ્ર શાંતિ સેનાએ કહ્યું કે શુક્રવારે મોડી રાત્રે નકૌરા સ્થિત તેના મુખ્યમથક પર ફરથી હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં એક શાંતિ સૈનિકને ગોળી વાગી હતી. સૈનિકની હાલત સ્થિર હોવાનું તેમણે કહ્યું હતું.

આ પણ વાંચો: ઈઝરાયલ-હિઝબુલ્લાહ યુદ્ધ વચ્ચે 600 ભારતીય સૈનિકો પર ખતરો, UN ઓફિસ પર હુમલાથી ભારત ચિંતિત

જો કે ગોળી કોણે ચલાવી તે અંગે કોઇ સ્પષ્ટ માહિતી આપવામાં આવી નથી. આ ગોળીબાર ઇઝરાયલી સેના દ્વારા સંયુક્ત રાષ્ટ્ર શાંતિ સેનાના હેડક્વાર્ટર પર સતત બીજા દિવસે ગોળીબાર કર્યાના એક દિવસ બાદ થયો હતો.

શાંતિ સૈનિકોને તેમનું સ્થાન છોડવાની ચેતવણી આપનાર ઇઝરાયલે આ હુમલા પર તાત્કાલિક કોઇ પ્રતિક્રિયા આપી ન હતી. ઉત્તરી ગાઝાના રહેવાસીઓનું કહેવું છે કે તેઓને મહિનાની શરૂઆતથી રાહત સહાય મળી નથી. જેના કારણે ખાદ્ય કટોકટી સર્જાઇ છે.

આ પણ વાંચો: બેરૂત હુમલામાં હિઝબુલ્લાહનો વરિષ્ઠ કમાન્ડર ઠારઃ ઈઝરાયલનો દાવો…

યુનાઇટેડ નેશન્સ વર્લ્ડ ફૂડ પ્રોગ્રામે જણાવ્યું કે ૧ ઓક્ટોબર બાદથી ઉત્તર ગાઝામાં કોઇ ખાદ્ય સહાય પહોંચી નથી. હજુ પણ અહીં ૪૦૦,૦૦૦ લોકો રહેતા હોવાનો એક અંદાજ છે.

આ દરમિયાન ઇરાનની સંસદના અધ્યક્ષ મોહમ્મદ બઘેર કલિબાફે શનિવારે બેરુતમાં ઇઝરાયલી હવાઇ હુમલાથી પ્રભાવિત સ્થળની મુલાકાત લેતા કહ્યું કે આ મુશ્કેલ પરિસ્થિતિઓમાં અમે લેબનીઝ લોકો અને પેલેસ્ટિનિયન લોકોની સાથે ઉભા રહીશું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button