આમચી મુંબઈમહારાષ્ટ્ર

Baba Siddique Assassination: હત્યા પર રાજકારણ ન કરો: અજિત પવાર

નાયબ મુખ્ય પ્રધાને બાબા સિદ્દિકીની હત્યા બાદ વિપક્ષો દ્વારા સરકાર પર કરવામાં આવી રહેલા પ્રહારનો જવાબ આપતા કહ્યું હતું કે આ મુદ્દે રાજકારણ કરવું ન જોઇએ. જ્યાં સુધી જવાબદાર આરોપીઓને પકડીને સજા ન આપે ત્યાં સુધી સરકાર નહીં જંપે. આ ઘટનાથી અમારું હૃદય દ્રવી ઉઠ્યું છે. આ ફક્ત કોઇ રાજકીય નુકસાન નથી, પરંતુ આ અમારું અંગત નુકસાન થયેલું છે.

આ ઘટનાથી અમે બધા જ આઘાતમાં છીએ. આ ઘટનાને રાજકીય રંગ આપવાની લાલસા લોકો રોકે એવી મારી વિનંતી છે. આ સમય ભાગલા પાડવાનો, વિભાજન કરવાનો કે અન્ય કોઇના દુ:ખથી રાજકીય સ્વાર્થ ખાટવાનો નથી. હાલ આપણું ધ્યાન પીડિત કુટુંબને ન્યાય મળે તેના પર હોવું જોઇએ. આપણે બાબા સિદ્દિકીના કુટુંબના દુ:ખમાં સહભાગી થવું જોઇએ. આપણે તેમના દુ:ખનો લાભ લઇને તકવાદી બનીને તેના પર રાજકારણ ન રમવું જોઇએ.

ઉલ્લેખનીય છે કે બાબા સિદ્દિકી અજિત પવાર જૂથના જ નેતા હતા અને ફેબ્રુઆરી મહિનામાં જ તેમણે કોંગ્રેસ છોડીને અજૂત પવાર જૂથની એનસીપી એટલે કે રાષ્ટ્રવાદી કોંગ્રેસમાં પ્રવેશ કર્યો હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button