આર્યન ખાને મને વીડિયો લીક કરવાની ધમકી આપી… જાણો કોણે કર્યો આવો ખુલાસો?
એક્ટ્રેસ અનન્યા પાંડે હાલમાં તેની ફિલ્મ સીટીઆરએલને કારણે ખૂબ જ ચર્ચામાં છે, પરંતુ આ બધા વચ્ચે અનન્યા પાંડેએ શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાન પર આક્ષેપો મૂક્યા છે. અનન્યાએ જણાવ્યું છે કે કઈ રીતે આર્યન ખાન તેને ધમકી આપતો હતો, એટલું જ નહીં આર્યને તો અનન્યાને વીડિયો લીક કરવા સુધીની ધમકી આપી દીધી હતી. આટલું વાંચીને તમે પણ તમારા મગજના ઘોડા દોડાવવા લાગ્યા ને? ચાલો તમને આખો કિસ્સો જણાવીએ-
વાત જાણે એમ છે કે અનન્યા હાલમાં જ એક ઈન્ટરવ્યુમાં પોતાના બાળપણના કેટલાક કિસ્સાઓ વિશે વાત કરી રહી હતી અને આ દરમિયાન જ તેણે આર્યન ખાનને લઈને ચોંકાવનારા ખુલાસાઓ કર્યા હતા. અનન્યાએ જણાવ્યું હતું કે બાળપણથી હું, આર્યન ખાન અને સુહાના ખાન ખૂબ સારા મિત્રો છીએ અને અમે લોકો એ સમયે પણ ખૂબ જ મસ્તી મજાક કરતાં હતાં.
આગળ તેણે આવું જણાવ્યું હતું કે મને અને સુહાનાને વીડિયો રેકોર્ડ કરવાનો શોખ હતો અને બ્લોગ બનાવવાનો શોખ હતો. હું આખો દિવસ શું કરૂ છું, શું જમુ છું એ બધું વીડિયોમાં રેકોર્ડ કરતી હતી, પરંતુ હું ક્યારેય એ વીડિયો પોસ્ટ નહીં કરતી. આર્યનને આ બધી વાતો ખબર હતી અને તે અમને અમારા વીડિયો લીક કરી દેશે.
અનન્યાએ અન્ય એક કિસ્સો જણાવ્યો હતો કે, બાળપણમાં અમે ખૂબ મસ્તી કરતાં હતાં. આ મારી રેન્ડમ ટ્રોમા સ્ટોરી છે. એક વખત ભૂલથી મારાથી સુહાનાનો ફોન નંબર લીક થઈ ગયો હતો. તે સુહાનાને ફેસટાઈમ કરી રહી હતી. પરંતુ એક્ટ્રેસે ફોન ન ઉઠાવતાં અનન્યાએ ફેસટાઈમનો સ્ક્રિનશોટ પાડી ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી દીધો હતો. જેમાં તે સુહાનાનો ફોન નંબર બ્લર કરવાનુ ભૂલી ગઈ હતી અને આમ સુહાનાનો નંબર લીક થઈ ગયો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે અનન્યાની ફિલ્મ સીટીઆરએલ રિલિઝ થઈ હતી અને આ અગાઉ તે ‘કોલ મી બે’ વેબ સિરિઝમાં પણ જોવા મળી હતી. બંને સિરિઝ નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થઈ રહી છે.