આપણું ગુજરાતમોરબી

મોરબીમાં બોગસ પત્રકારોના આઇ કાર્ડનું કૌભાંડ: પોલીસે ત્રણને ઝડપ્યા…

મોરબી: તહેવાર ટાણે રાજ્યમાં ફૂડ વિભાગે દરોડા પાડીને કરોડોનો નકલી ખાદ્ય સામગ્રીનો જથ્થો જપ્ત કર્યો છે. આવા સમયે મોરબી પોલીસે 600 જેટલા બોગસ પત્રકારના આઇ કાર્ડ વેચનાર ત્રણ શખ્સોની ધરપકડ કરીને નકલી પત્રકારો બનાવવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. મોરબીના પેટ્રોલ પંપ સંચાકલની ફરિયાદ પર કાર્યવાહી કરી હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના એક પેટ્રોલપંપ સંચાલકને ત્રણ શખસોએ 4000 રૂપિયામાં પ્રેસકાર્ડ વેચ્યા હતા અને બાદમાં તે પ્રેસકાર્ડ રીન્યુ કરવાના 3 હજાર માંગી બ્લેક મેઈલ કરતાં હતા. આ દરમિયાન તેમણે વીડિયો ઉતારીને 50 હજાર રૂપિયાની માંગણી પણ કરી હતી. બાદમાં આ અંગે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે આરોપીઓને ઝડપી લીધા હતા.

ધરપકડ બાદ પોલીસે આરોપીઓને રિમાન્ડ ઉપર લેતા બ્લેકમેઇલથી વધીને નકલી પત્રકારો બનાવવાના આખા કૌભાંડનો ઘટસ્ફોટ થયો હતો. આરોપીઓએ અત્યાર સુધીમાં 600 જેટલા કાર્ડ વેચ્યાનું તપાસમાં ખુલતા પોલીસે પ્રેસકાર્ડનું કૌભાંડ રાજ્યવ્યાપી હોવાની આશંકા વ્યક્ત કરી તપાસને આગળ વધારી છે.

મોરબી સીટી બી ડિવિઝને પોલીસ મથકના વિસ્તારના પેટ્રોલપંપ સંચાલકને બ્લેક મેઈલ કરવા મામલે આરોપી રાધેશભાઇ કિશનભાઇ બુધ્ધભટ્ટી, જયદેવભાઇ કિશનભાઇ બુધ્ધભટ્ટી અને મયુરભાઇ કિશનભાઇ બુધ્ધભટ્ટી, રહે.મોરબી વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાતા ત્રણેય આરોપીઓની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરવામાં આવતા ત્રણેય આરોપીઓના બે દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા હોવાનું પીઆઇ વસાવાએ જણાવ્યું હતું.

આ મામલે પોલીસ તપાસમાં ત્રણેય આરોપીઓ પોતે પત્રકાર હોવાનો દાવો કરી પબ્લીકમા પોતાનો પત્રકાર તરીકે ભય ઉભો કરીને અન્ય વ્યક્તિ સાથે મળીને પત્રકાર તરીકેના આઇ કાર્ડ વહેચીણી કરી પૈસા પડાવેલ હોવાનું તપાસમાં ખૂલ્યું છે. વર્ષ 2013થી લઈને અત્યાર સુધીમા આશરે 600 જેટલા આઇ કાર્ડ આપ્યા હતા, જેથી કરીને ટોલટેક્ષમાંથી બચાવી શકાય, વી.વી.આઇ.પી સુવીધા મેળવી શકાય તેમજ સર્કીટ હાઉસની સુવીધાનો લાભ લઈ શકાય. આ સિવાય આરોપીઓ નાના ધંધાર્થીઓને પણ પ્રેસનું આઇ કાર્ડ બતાવીને પૈસા પડાવતા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button