આપણું ગુજરાત

ક્રાઈમ પેટ્રોલને પણ ટક્કર મારે તેવી ઘટના, પ્રેમી યુગલે સાથે રહેવા પ્રૌઢને ઉતાર્યો મોતને ઘાટ પછી…

Bhuj Crime News: ભુજના સરહદી ખાવડાના ખારી ગામમાં કોઈ ક્રાઇમ થ્રીલરની વાર્તા જેવી ચકચારી અને રહસ્યમયી ઘટના પરથી આખરે પડદો ઉંચકાઈ ગયો છે. પ્રેમી યુગલે એક મેકને પામવા માટે ભુજના એક નિર્દોષ નિરાધાર વૃદ્ધની કરપીણ હત્યા કરી, પ્રેમિકાના આપઘાતમાં ખપાવી દેવા માટે વૃદ્ધના મૃતદેહને સળગાવી દેવાયો હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે.

ડીવાયએસપી શું કહ્યું
આ અંગે ડીવાયએસપી. અતુલ ઝનકાતે જણાવ્યું કે, ભુજ તાલુકાના નાડાપા ગામે રહેતી મૂળ ખાવડા નજીક ગોડપર ગામની વતની એવી રામી કાનાડેભા આહીર (ચાડ)ના લગ્ન દસેક વર્ષ અગાઉ ખારી ગામે થયાં હતાં જો કે, પતિ સાથે મનમેળ ના આવતાં દંપતીએ અદાલત મારફતે છૂટાછેડાં લીધા હતા. ગત જૂન ૨૦૨૪ના રોજ ખારી ગામના જ કાનજી ચાડ નામના યુવક જોડે સામાજિક રાહે બીજા લગ્ન કર્યા હતાં

રામીને ખારી ગામમાં રહેતા અનિલ ગોપાલ ગાગલ નામના અન્ય એક ડ્રાઈવીંગ કરનારા પરિણીત યુવક સાથે પ્રેમ સંબંધ હતો પણ સામાજિક રાહે અનિલ સાથે લગ્ન કરવા શક્ય ના હોઈ પરિવારજનોના કહ્યા મુજબ રામીએ કાનજી જોડે ચુપચાપ લગ્ન કરી લીધાં હતાં.

અનિલને કાયમ માટે પામવાના હેતુથી રામીએ ૦૫-૦૭-૨૦૨૪ના રોજ સાસરીમાં ઘરથી થોડે દૂર કાકાજી સસરા કાનાભાઈના વાડામાં લાકડાની ભારીમાં આગ લગાડીને બળી મરવાનું નાટક કર્યું હતું. એટલું જ નહીં, સ્થળ પર ઈરાદાપૂર્વક મૂકેલાં મોબાઈલ ફોનમાં પોતે આપઘાત કરતી હોવાનો વીડિયો પણ રેકોર્ડ કર્યો હતો. પરંતુ અચાનક ૨૭ સપ્ટેમ્બરની રાત્રે રામી તેના પ્રેમી અનિલ જોડે નાડાપા ગામે પિતાને મળવા આવી હતી અને પોતે આપઘાત નથી કર્યો તેવી કબૂલાત કરતાં પુત્રી રામીએ કોઈ ગુનો આચર્યો હોવાની આશંકા રાખીને તેને અનિલ સાથે પોલીસ સમક્ષ જવા કહ્યું હતું પરંતુ રામી પોલીસ મથકે જવાના બદલે ભૂગર્ભમાં ઉતરી ગઈ હતી.

આ બનાવમાં રામી સમજીને જે કંકાલને અગ્નિદાહ અપાયો તે મૃતદેહ ખરેખર કોનો હતો એ પ્રશ્નનો જવાબ મેળવવા પોલીસે અલગ-અલગ ટુકડીઓ બનાવી છાનબીન આદરી હતી અને તેઓ રાપરના મોમાયમોરા આસપાસ હોવાનો ઇનપુટ મળતાં પ્રેમીઓ આપઘાત કરે તે પહેલા દોડી ગયેલી પોલીસે તેમને દબોચી લીધા હતા અને સઘન પૂછપરછ કરતાં પ્રેમીઓએ આચરેલા અમાનવીય કૃત્યનો ઘટસ્ફોટ થયો હતો.

બાંકડે બેઠેલા પ્રૌઢને જોઈ મનમાં વિચાર આવ્યો કે….
આ અંગે ખાવડાના પીએસઆઈ એમ.બી. ચાવડાએ જણાવ્યું હતું કે, રામીએ બળી મરવા માટે અનિલ જોડે પોતાના આપઘાતનું કાવતરું ઘડ્યું હતું. લોકોને ખાતરી થાય તે માટે આ યુગલને અન્ય કોઈનું મૃત શરીર જોઈતું હતું. રામીનો પ્રેમી અનિલ બિનવારસી મૃતદેહને શોધવા માટે ભુજ આવ્યો હતો અને ત્રણ હજારના ભાડે એક ચાલક વિહોણી ઈકો કાર ભાડે લીધી હતી. અનિલ આખો દિવસ બિનવારસી લાશને શોધવા માટે ભુજ શહેર અને તેની આસપાસના વિસ્તારમાં ફર્યો હતો.

સાંજે તે હમીરસર તળાવના કાંઠે જઈનેબાંકડે બેઠો ત્યાં જ અંદાજે સિત્તેર વર્ષની વયનો એક વૃદ્ધ ભિક્ષુક જેવો વૃદ્ધ જોવા મળતાં જાણે અનિલની આંખમાં ચમક આવી ગઈ હતી. અનિલે આ અજાણ્યા વૃદ્ધ સાથે વાત કરતાં પૂછ્યું હતું કે કે ‘કાકા ક્યાં રહો છો?’ ત્યારે વૃધ્ધે પોતે એકલો જ રખડતો ભટકતો હોવાનું જણાવ્યું હતું. અનિલે આ વૃદ્ધને પોતાની સાથે લઈ જવાના હેતુથી તેને પોતાને ત્યાં રહેવા અને ચોકી કરવા સાથે આવવા જણાવેલું પરંતુ વૃદ્ધ ઈન્કાર કરીને જતો રહ્યો હતો. આ વૃદ્ધ ચાલતો ચાલતો પૂજા ડાઈનીંગ હોલથી શિવમ્ ટ્રેડર્સ નામની દુકાન પાસે આવ્યો હતો અને ત્યાં ફૂટપાથ પર આડો પડ્યો હતો. તેની તમામ હલચલનું અનિલે ધ્યાન રાખ્યું હતું.

રાત્રિનો અંધકાર થયાં બાદ અનિલે રખડતાં ભટકતાં એ વૃદ્ધનું અપહરણ કરીને તેની હત્યા કરવાની યોજના બનાવી હતી અને તે વૃદ્ધ જ્યાં નિંદ્રાધીન હતો ત્યાં અનિલ ઇકો કાર લઈને ગયો હતો અને વૃદ્ધને ઉઠાડીને બળજબરીપૂર્વક કારમાં બેસાડીને અપહરણ કર્યું હતું.

પહેલાંથી સજાગ અનિલે કારને ભુજથી ખાવડાના નિયત પાકાં માર્ગે લેવાના બદલે ભુજના કુનરીયાથી કારને અંતરિયાળ છછી અને ભોજરડોના રસ્તે હંકારીને ખાવડા તરફ પહોંચ્યો હતો. બ્રહ્મમુહૂર્તમાં ચાર વાગ્યે છછી ગામની સીમમાં કારમાં બેઠેલા પ્રૌઢનું ગળું દબાવીને હત્યા કરી નાખી હતી. વહેલી પરોઢે ગામમાં જવાથી લોકોને ખબર પડી જશે તે હેતુથી થોડાંક કલાક રસ્તામાં જ ગાડી રોકીને મૃતહેને બાજુમાં બેસાડી રાહ જોઈ હતી. ખાવડાથી તેણે એક પાવડો અને બે કોથળા ખરીદી પોતાના ઘરના વાડામાં આવ્યો અને મૃતદેહને વાડામાં છૂપાવી દીધો હતો.

લાશની વ્યવસ્થા કરી દીધી હોવાની રામીને જાણ કરી તેને પોતાના વાડામાં અનિલે બોલાવી હતી. ત્યારબાદ બીજા દિવસે કોઈની નજર ના પડે તેમ વૃદ્ધની લાશને રામીના કાકાજી સસરા કાનાભાઈના વાડામાં લાકડાની ભારીમાં મૂકીને આગ ચાંપી દીધી હતી.

પોલીસની તપાસમાં બહાર આવ્યું છે કે પોતાના આપઘાતનું નાટક કરીને રામી અનિલ જોડે દ્વારકાના ભાણવડમાં ભાગી ગઈ હતી. અહીં એકાદ મહિનો રોકાયાં હતાં. જો કે, પોતે કરેલાં ગુનાનો :અપરાધ બોધ’ બેઉને જંપવા દેતો નહોતો તેથી આખરે તેઓએ પાછાં ભુજ આવવાનું નક્કી કરી ઉમેદનગરમાં રહ્યાં હતાં. રામીથી અપરાધ બોધ સહન ના થતાં તે ૨૭ સપ્ટેમ્બરની રાત્રે પિતાને નાડાપામાં મળવા ગઈ અને પોતે આપઘાત ના કર્યો હોવાની કબૂલાત કરી હતી.

વૃદ્ધની કેવી રીતે થઈ ઓળખ
હેડ કોન્સ્ટેબલ માલદે સોલંકીએ જણાવ્યું કે અજ્ઞાત વૃદ્ધ કે જેની હત્યા થઈ હતી તે કોણ હતો તેની ઓળખ માનકુવાના જૂનાવાસમાં રહેતા ૬૪ વર્ષીય ભરત પ્રતાપસિંગ ભાટીયા તરીકે થઇ હતી. આ વૃદ્ધ જ્યાં સૂતાં હતા તે ભુજના શિવમ્ ટ્રેડિંગ નામના દુકાનદારના સહકારથી પોલીસે મૃતક વૃદ્ધનો સ્કેચ બનાવડાવ્યો હતો. આ સ્કેચને જોઈને ભુજના ગણેશનગરમાં રહેતા મૃતકના ભાઈ નરેશ પ્રતાપસિંગ ગાંધી (ભાટીયા)એ ખાવડા પોલીસનો સંપર્ક કરીને મૃતક પોતાના ભાઈ હોવાનું જણાવ્યું હતું.

આ હત્યાકાંડમાં પ્રેમીઓ સિવાય અન્ય કોઇ સામેલ ન હોવાનું અને હાલ આ યુગલની પૂછપરછ જારી હોવાનું પોલીસે ઉમેર્યું છે.

Back to top button
ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને? TOP INSPIRATIONAL QUOTES FROM RATAN TATA

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker