નેશનલ

રાજ્ય તરફથી મદરેસાને મળતું ફંડ બંધ કરવું જોઈએ, બાળ અધિકાર સુરક્ષા પંચનો પત્ર

નવી દિલ્હી: દેશમાં છેલ્લા ઘણા સમયથી મદરસાઓ(Madrasa)માં આપતા શિક્ષણ અને તેમાં થતી પ્રવૃતિઓ અંગે સવાલ ઉઠતા રહ્યા છે. એવામાં, નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ્સ (NCPCR) એ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવોને પત્ર લખીને માંગ કરી છે કે સરકાર મદરેસા બોર્ડને આપવામાં આવતા ફંડને રોકી દે અને આ તમામ મદરેસા બોર્ડ બંધ કરી દેવામાં આવે. બાળ આયોગે કહ્યું કે મદરેસામાં ન તો બાળકોને પાયાનું શિક્ષણ મળે છે અને ન તો તેમને મધ્યાહન ભોજનની સુવિધાનો કોઈ લાભ મળે છે.

NCPCR વતી એવું કહેવામાં આવ્યું હતું કે મદરેસા બોર્ડ RTE એટલે કે શિક્ષણ અધિકારીના કાયદાનું પણ પાલન કરતા નથી. પંચે એમ પણ કહ્યું છે કે મદરેસાઓનું સંપૂર્ણ ધ્યાન માત્ર ધાર્મિક શિક્ષણ પર છે, જેના કારણે બાળકો જરૂરી પાયાનું શિક્ષણ મેળવી શકતા નથી.

બાળ આયોગ દ્વારા ઉઠાવવામાં આવેલી માંગણીઓમાં એવું કહેવામાં આવ્યું છે કે રાજ્ય દ્વારા મદરેસા અને મદરેસા બોર્ડને આપવામાં આવતા ફંડને રોકી દેવામાં આવે અને બિન-મુસ્લિમ બાળકોને મદરેસાઓમાંથી દૂર કરવા જોઈએ.

બંધારણના અનુચ્છેદ 28 મુજબ કોઈ પણ બાળકને માતા-પિતાની સંમતિ વિના ધાર્મિક શિક્ષણ ન આપી શકાય. NCPCRએ કહ્યું છે કે ધાર્મિક અને ઔપચારિક શિક્ષણ એક સંસ્થામાં એકસાથે આપી શકાય નહીં.

બાળ આયોગના આ પત્ર અંગે કોંગ્રેસે કહ્યું કે તે પત્ર વાંચીને ટિપ્પણી કરશે, પરંતુ કર્ણાટક સરકારના પ્રધાને કહ્યું કે મદરેસાઓને મળતું ભંડોળ બંધ કરવાને બદલે પંચે સુધારાના પગલાં સૂચવવા જોઈએ. તેમણે કહ્યું કે મહારાષ્ટ્ર સરકારે મદરેસા શિક્ષકોના પગારમાં ત્રણ ગણો વધારો કરવાનો નિર્ણય લીધો તેના થોડા દિવસો બાદ આ પત્ર લખવામાં આવ્યો છે.

આ મામલે એનડીએની ભાગીદાર લોક જનશક્તિ પાર્ટીના પ્રવક્તા એ.કે. બાજપેયીએ કહ્યું છે કે જો કોઈ મદરેસા ગેરકાયદે ચાલતું હોય તો તેને બંધ કરી દેવું જોઈએ.

NCPCRના અધ્યક્ષ પ્રિયંક કાનુન્ગોએ જણાવ્યું હતું કે RTI એક્ટ, 2009 મુજબ મૂળભૂત શિક્ષણ મેળવવા માટે તમામ બિન-મુસ્લિમ બાળકોને મદરેસાઓમાંથી બહાર કાઢીને શાળાઓમાં દાખલ કરવાની ભલામણ પણ કરવામાં આવી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button