ઉત્સવ

ટૅક વ્યૂહ : કામ આવે એવી કેટલીક યુનિવર્સલ ટિપ્સ

-વિરલ રાઠોડ

ફેસ્ટિવલ સિઝન શરૂ થઈ ચૂકી છે. દિવાળીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ઘરથી લઈને ઓફિસ સુધીના દરેક માહોલમાં સ્વચ્છતા કાર્ય એક ઝુંબેશ બનીને ચાલી રહ્યું હશે. ન માત્ર ઘર-ઓફિસમાં પણ ફોનમાં પણ આવું કરી શકાય છે. આખા વર્ષનો કચરો નવા વર્ષના આગમન પહેલા ઈઝીલી-સહજતાથી કાઢી શકાય એમ છે. હવે દર વર્ષે આવો નક્કામો કચરો ભરાઈ ન જાય અને બેટરીથી લઈને ફોન સુધીની દરેક વસ્તુ કે ગેઝેટ મસ્ત ચાલે એવું કરવું હોય તો શું કરવું?

-તો લઈ લો આ ટિપ્સના સહારે ડિજિટલ રિઝોલ્યુશન જેમાં ફાયદો તો થાશે સાથે સાથે કેટલાક ખોટા ખર્ચા પણ બચી જશે. બીજા કોઈ ગેઝેટની નાની-મોટી અપડેટની વાત કરતાં પહેલાં કરીએ ડાયરેક્ટ એ જ વાત જે ખરેખર કામ આવે એમ છે, જેમ કે….

ડિવાઈસ ક્લિનિંગ
એન્ડ્રોઈડ વાપરતા હોવ કે આઈફોન, ડિવાઈસ પર ધૂળ લાગવાનો કેસ તો ડાયમંડનો ફોન લો તો પણ બને. એમાં પણ કવર મસ્ત હોય તો પણ ધૂળ અંદર ન જાય એની કોઈ ગેરેન્ટી નથી આપતું.
આનું કોઈ સોલ્યુશન? યસ. ખૂબ જ સરળ.

ફોન ચાર્જમાં મૂકીએ ત્યારે કવર કાઢી નાંખવાનું. ફોન મસ્ત લૂછીને ચાર્જમાં મૂકી દેવાનો. ફોન ગરમ પણ ઓછો થશે. ધૂળ પણ ઓછી જશે અને મસ્ત ચાર્જ થઈ જશે. ફોન ખિસ્સામાં મૂકવાની દરેકની આદત હોય છે. આવા સમયે જે ચાર્જિંગ પોઈન્ટ છે એ ખિસ્સાની ઉપરની બાજું ન આવે એમ રાખવાથી પણ ફાયદો થાય છે. આવું થોડી હોય? પણ એકવખત ટ્રાય કરવા જેવી ખરા.

સ્પેસ મેનેજમેન્ટ
દુનિયાભરના ફોટો અને વીડિયોથી ફોન વારંવાર હાંફી જતો હોય અને સ્પીડ પર અસર થતી હોય તો મેમરીકાર્ડનો ઓપ્શન છેલ્લો છે. તો પહેલો ક્યો?

ડ્યુપ્લિકેસી ટાળો. ફોટો ક્લિક કરીએ ત્યારે એક સાથે ૮-૧૦ ફોટો ક્લિક કરીએ છીએ. એના કરતાં બેથી ત્રણમાં મસ્ત ક્લેરિટી સાથે ક્લિક કરવાથી ફાયદો થશે. કેટલાક સારા અને મેમરીઝ વાળા ફોટો ડાયરેક્ટ મેલમાં પણ સેવ કરીને રાખી શકાય છે. આનાથી ફોનની સ્પેસ બચે છે. વોટ્સએપમાં ઓટો ડાઉનલોડ ઓપ્શન બંધ રાખવાથી ફોનમાં ઓટોમેટિકલી ડાઉનલોડ થતી ઈમેજ કે વીડિયો સ્પેસ નહીં રોકે. ઉપરાત, આ ફોલ્ડરમાં મોસ્ટ ફોર્વડ વસ્તુને જે તે સમયે જ ક્લિન કરી નાંખવાથી ફાયદો થાય છે. હા. સેટિંગ્સમાં જઈ જે એપ્લિકેશન અનઈન્સ્ટોલ કરી છે એના ફોલ્ડર ડિલીટ ખાસ કરજો.

નોટિફિકેશન વિન્ડો
સવારે ઊઠીએ ત્યારથી લઈને ગુડ નાઈટના મેસેજ સુધી સતત જે સ્ક્રિન જોવામાં આવે છે એ છે નોટિફિકેશન વિન્ડો. અહીંયા કેટલીક એવી જાહેરાત આવે છે કે, જે ફોનની બેટરી રીતસર ખાઈ જાય છે.

અહીં સોલ્યુશન એ છે કે છે સેટિંગ્સમાં જઈને આવી એપ્લિકેશનના નોટિફિકેશન બંધ કરી દો. વોટ્સએપના ગ્રૂપને સાયલન્ટ કરી દો. બને તો નોટિફિકેશન જોઈને ત્યાં જ રિપ્લાય આપવાનું ટાળો. આ ફોન પર લોડ વધારે છે.

બ્રાઈટનેસ ઓછી ન રાખો
હા, સાચું વાંચ્યું. ઘણા લોકો પોતાના મોબાઈલની બ્રાઈટનેસ ઓછી રાખે છે. એમનું એવું માનવું હોય છે કે, એનાથી બેટરી બચે. વાત સાચી પણ ફોન ૯થી ૧૦ હજાર અણધાર્યો ખર્ચો કરાવશે એ પણ નક્કી. કેમ? જ્યારે બ્રાઈટનેસ લો હોય છે ફોન સિસ્ટમ સ્લિપ મોડમાં જતી રહે છે. લાંબા સમય સુધી આ મોડમાં હશે તો સિસ્ટમ કે ડિસપ્લે બગડવાના ચોક્કસ ચાન્સ છે. ફોનમાં લાઈટ વાપરવા માટે હોય છે. એનું લેવલ આંખને અનુકુળ આવે એ માટે લો અને હાઈના ઓપ્શન આપવામાં આવે છે. અન્યથા કંપની આ ઓપ્શન જ બંધ ન કરી દે? યાદ રાખો કે, સિક્યોરિટી કે બેટરીના મુદ્દે બ્રાઈટનેસ લો રાખતા હોવ તો માન્યતા ખોટી છે. ઘડીના છઠ્ઠા ભાગમાં તમારો ફોન ટ્રેક થઈ જાય છે. પાછળથી કોઈ આપણી સ્ક્રિન પર ન જોવે એવું હોય તો ફોનમાં જ એવું શા માટે રાખવું જોઈએ કે, જેને બીજા લોકો સામે સ્ક્રિન પર ઉઘાડી ન શકાય? પ્રાયવસી જરૂરી છે પણ એના બેનર નીચે લો લાઈટ કરવાથી અંતે નુકસાન તો ફોનને જ છે.

નેટવર્ક ઈસ્યૂ હોય ત્યારે…
માની લો કે લોંગ ડ્રાઈવ પર જાવ છો અને રસ્તામાં મસ્ત મજાના ગીત વાગી રહ્યા છે. અચાનક ઈન્ટરનેટ નેટવર્ક જતું રહે છે. આવા સમયે શું કરવું? સોલ્યુશન છે, ઓફ લાઈન સોંગ સેવ કરી શકો. યુટ્યુબમાં ડાઉનલોડ ઓપ્શન આવે છે. ઓડિયો લીંક પણ પ્લે કરી શકાય. ‘ટેલિગ્રામ’ જેવી એપ્લિકેશનમાં સોંગ હોય તો એક પોઈન્ટ ઈન્ટરનેટ નેટ ઉપર પણ મસ્ત વાગશે. આ સિવાય કોઈ એવી જગ્યાએ છો કે ઈન્ટરનેટ નથી પકડાતું. આ સમયે ગેલેરીમાં જઈને ખોટા ફોટો વીડિયો મસ્ત ડિલિટ મારી શકાય. નેટવર્ક ઈસ્યૂ હોય, પ્રોપર મળતું ન હોય છતાં કોઈ મેસેજ આપવો જરૂરી હોય તો. એસએમએસ કે વોટ્સેપની સાથોસાથ નાનકડી ઈમેલ ટેક્સ્ટ મેસેજ સાથે રવાના કરી દો. ઓછા નેટમાં પણ ઈમેલ જશે.

આઉટ ઓફ ધ બોક્સ
યુટ્યુબમાં ૩ મિનિટના શોર્ટ વીડિયો બનાવી શકાય. આ માટે તેને અપડેટ કરવું પડશે. હા, યુટ્યુબ ગૂગલની પોતાની પ્રોડક્ટ હતી જ નહીં. પછીથી એને પોતાના ગ્રૂપમાં એડ કરેલી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button