સંગીત સાંભળીને વધુ ખીલી ઊઠે છે છોડ…
છોડને પણ મ્યુઝિક થેરાપીની જરૂર હોય છે એવું જર્નલ બાયોલોજી લેટર્સમાં પબ્લિશ થયું હતું. એક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે સંગીત સાંભળીને છોડ વધુ ખીલી ઊઠે છે. સંગીત વગાડવુ એ પાક અને બગીચા માટે સારું હોય છે. સારુ ખાતર અને માવજતથી તો છોડનો વિકાસ થાય જ છે, પરંતુ યોગ્ય સંગીતથી છોડનો વિકાસ ઝડપી થાય છે.
એક પ્રકારની ફંગસનો ઉપયોગ એને કવક કહેવામાં આવે છે. જેને ખેતીમાં પાકને રોગથી બચાવવા, માટીમાં પોષકતત્ત્વોને સુધારવા અને વિકાસને વધારવા માટે કરવામાં આવે છે. આ કવકથી ભરેલી ડીશને રાખવા માટે નાના મ્યુઝિક બૂથ બનાવવામાં આવ્યા હતા. એને દરરોજ ન ડેસિબલના સ્તર પર દરરોજ અડધો કલાક સંગીત સંભળાવવામાં આવતું હતું. પાંચ દિવસો બાદ આ કવકોમાં વૃદ્ધિ દેખાઈ અને અન્ય કવકોની સરખામણીએ એમાં બી ઉત્પાદનની ક્ષમતામાં પણ વધારો દેખાયો હતો.
છોડ પર સંગીતની અસર
શાસ્ત્રીય સંગીત સાંભળીને છોડ ખીલી ઊઠે છે. અમેરિકન ટીવી શૉ ‘મિથબસ્ટર્સ’એ એનું પરીક્ષણ કર્યું હતું. તેમણે પોતાની રિસર્ચમાં નોંધ્યું કે જે છોડને સંગીત સંભળાવવામાં નથી આવતું એની સરખામણીએ સંગીત સાંભળતા છોડનો વિકાસ સારો રહ્યો હતો.
ઓટાવા
ઓટાવાની યુનિવર્સિટીના બે શોધકર્તાએ ઘઉંને હાઇ-ફ્રિક્વન્સીવાળુ મ્યુઝિક સંભળાવ્યું હતું. છોડે મ્યુઝિકને સકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો. એને કારણે ઘઉંનો પાક પણ બમણો થઈ ગયો હતો.
ન્યુ યૉર્ક
ન્યુ યૉર્કમાં એક વ્યક્તિએ પોતાના છોડને સતત ધીમા સ્વરે સંગીત સંભળાવ્યું હતું. એને કારણે કેટલાક છોડ તેના સમય કરતા વહેલા ખીલી ઊઠ્યા હતાં.
ઇલિનોય
ઇલિનોયમાં રહેતા બોટનિસ્ટ અને રિસર્ચરે મકાઈ અને સોયાબીનની ખેતી અલગ-અલગ ગ્રીનહાઉસમાં કરી હતી. એના પર તેમણે મ્યુઝિકનો પ્રયોગ કર્યો હતો.
તેમણે સતત સંગીત ચાલુ રાખ્યું હતું. સંગીતથી મકાઈમાં ન ટકા અને સોયાબીનમાં ન ટકા પાકમાં વધારો નોંધવામાં આવ્યો હતો. આવી રીતે તેમના પાકમાં વધારો થયો
હતો.
ભારતની અન્નામલાઈ યુનિવર્સિટીના બોટની વિભાગના પ્રમુખ ટી.સી. સિંહે કેટલાક છોડ પર સંગીતના પ્રયોગો કર્યા હતા. એમાં તેમને જાણ થઈ કે ચોખાનો પાક સરેરાશ કરતા ૨૫થી ૬૦ ટકા વધુ થયો હતો. તો બીજી તરફ શીંગદાણા અને તંબાકુમાં પચાસ ટકાનો વધારો નોંધ્યો હતો.
આવી રીતે જાણ થઈ છે કે છોડના વિકાસ માટે સંગીત ખૂબ જરૂરી હોય છે.