આમચી મુંબઈમહારાષ્ટ્ર

બાબાએ કૉંગ્રેસ છોડી પણ દીકરો ન ગયો, હવે તેની સુરક્ષા અને રાજકીય ભાવિનું શું?

આખા દેશને હચમચાવી નાખનારી ઘટના મુંબઈમાં ગઈકાલે બની જેમાં અગાઉ કૉંગ્રેસ અને હવે અજિત પવારની એનસીપીમાં જોડાયેલા નેતા બાબા સિદ્દીકીની ગોળી મારી હત્યા કરી દેવામાં આવી. લાંબો સમય કૉંગ્રેસ સાથે જોડાયેલા બાબાએ થોડા સમય પહેલા જ છેડો ફાડ્યો અને અજિત પવારની એનસીપીમાં જોડાયા. અજિત સાથેનું તેમનું આ જોડાણ ઘણાની સમજ બહાર હતું. જોકે તેમની સાથે તેમનો વિધાનસભ્ય (બાન્દ્રા) પુત્ર ન જોડાયો અને તે હાલમાં યુવા કૉંગ્રેસ મહારાષ્ટ્રનો પ્રમુખ પણ છે.

હવે ઝીશાન અને પરિવારની સુરક્ષા સામે પણ જોખમ ઊભું થયું છે. આ સાથે ઝીશાનનું રાજકીય ભાવિ કઈ દિશામાં વળશે તે પણ જોવાનું રહેશે. પિતાની આંગળી પકડીને ઝીશાન અહીં સુધી પહોંચ્યો છે. બાન્દ્રા પૂર્વની બેઠક તેણે ગઈ ચૂંટણીમા જીતી હતી. જોકે ઝીશાન વિવાદોમાં ઘેરાતો રહે છે. થોડા સમય પહેલા તેને પણ ઈડીનું તેડું આવ્યું હતું. 2000થી 2004 દરમિયાન બાબા સિદ્દીકી એસઆરએના ચેરમેન હતા અને તેમના પદનો ફાયદો લઈ ઝીશાને કૌભાંડ કર્યાના આક્ષેપો તેના પર થયા છે. 32 વર્ષીય ઝીશાને કૉંગ્રેસ છોડી નથી અને પિતાથી એ રીતે અલગ મત ધરાવતો સાબિત થયો છે, પરંતુ હવે પિતાના ઓછાયા વિના તેનું રાજકીય ભવિષ્ય કઈ દિશામાં જાય તે જોવાનું છે.

બે ત્રણ દિવસમાં મહારાષ્ટ્રની વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થવાની સંભાવના છે ત્યારે પિતાની આવી અણધારી વિદાય બાદ ઝીશાન ભાવનાત્મક રીતે અને રાજકીય રીતે પોતાને સંભાળી શકે છે કે કેમ તે જોવાનું રહ્યું.

Back to top button
ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને? TOP INSPIRATIONAL QUOTES FROM RATAN TATA

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker