ઉત્તર ગુજરાતટોપ ન્યૂઝ

લોરેન્સ બિશ્નોઈ બનવા માંગે છે બીજો દાઉદ! 6 દેશો નેટવર્ક, 700 શૂટર્સ

મુંબઈ: ગઈ કાલે મુંબઈમાં એનસીપી નેતા બાબા સિદીકી(Baba Siddique)ની હત્યા પાછળ કથિત રીતે લોરેન્સ બિશ્નોઈ ગેંગ (Lawrence Bishnoi Gang)નો હાથ હોવાના અહેવાલ છે. લોરેન્સ બિશ્નોઈ ગેંગ છેલ્લા ઘણા સમયથી દેશભરમાં ગંભીર ગુનાને અંજામ આપી રહી છે. લોરેન્સ બિશ્નોઈ ગેંગ હવે દાઉદ ઈબ્રાહીમની ડીકંપનીના રસ્તે છે.

નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ અને ગોલ્ડી બ્રારની ગેંગ સામે કાર્યવાહી કરી રહી છે. દરમિયાન NIAએ ગેંગસ્ટર ટેરર કેસમાં કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ, ગોલ્ડી બ્રાર સહિત અનેક નામચીન ગેંગસ્ટરો સામે ચાર્જશીટ દાખલ કરી હતી. NIAએ ઘણા મોટા ખુલાસા કર્યા છે.

| Also Read : કહેવાનું ઘણું છે, પણ…એમ કહી Baba Siddiqueએ Congress સાથેનો છેડો ફાડ્યો

NIAએ તેની ચાર્જશીટમાં જણાવ્યું કે લોરેન્સ બિશ્નોઈ અને તેનું ટેરર સિન્ડિકેટ ઝડપથી વધી રહ્યું છે. દાઉદ ઈબ્રાહિમે જે રીતે 90ના દાયકામાં નાના-નાના ગુના કરીને પોતાનું નેટવર્ક સ્થાપ્યું હતું તે રીતે લોરેન્સે પણ પોતાનું નેટવર્ક સ્થાપ્યું છે. દાઉદ ઈબ્રાહિમે ડ્રગ્સ સ્મગલિંગ, ટાર્ગેટ કિલિંગ, ખંડણી રેકેટ દ્વારા પોતાનું સામ્રાજ્ય બનાવ્યું અને પછી તેણે ડી-કંપની બનાવી, ત્યાર બાદ તેણે પાકિસ્તાની આતંકવાદીઓ સાથે સંબધો વિકસાવ્યા કર્યું અને પોતાનું નેટવર્ક વિસ્તાર્યું. જ્યારે દાઉદ ઈબ્રાહિમ અને ડી કંપનીની જેમ બિશ્નોઈ ગેંગે પણ નાના ગુનાઓથી શરૂઆત કરી હતી. પછી તેણે પોતાની ગેંગ બનાવી. હવે બિશ્નોઈ ગેંગે ઉત્તર ભારત પર કબજો જમાવી લીધો છે.

NIAએ જણાવ્યું છે કે બિશ્નોઈ ગેંગમાં 700 થી વધુ શૂટર્સ છે, જેમાંથી 300 પંજાબ સાથે સંકળાયેલા છે. બિશ્નોઈ અને ગોલ્ડી બ્રારને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ, ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, યુટ્યુબ દ્વારા પ્રમોટ કરવામાં આવ્યા હતા. બિશ્નોઈ ગેંગે વર્ષ 2020-21 સુધી ખંડણીમાંથી કરોડો રૂપિયાની કમાણી કરી હતી અને તે પૈસા હવાલા દ્વારા વિદેશ મોકલવામાં આવ્યા હતા.

ભારતના 11 રાજ્યો અને 6 દેશોમાં ફેલાયેલું નેટવર્ક:
બિશ્નોઈની ગેંગ એક સમયે માત્ર પંજાબ સુધી જ સીમિત હતી. પરંતુ તેના નજીકના સહયોગી ગોલ્ડી બ્રારે હરિયાણા, દિલ્હી અને રાજસ્થાનની ગેંગ સાથે ગઠબંધન કરી એક મોટી ગેંગ બનાવી. બિશ્નોઈ ગેંગ હવે ઉત્તર ભારત, પંજાબ, ઉત્તર પ્રદેશ, હરિયાણા, મહારાષ્ટ્ર, દિલ્હી, રાજસ્થાન અને ઝારખંડમાં ફેલાયેલી છે. સોશિયલ મીડિયા દ્વારા યુવાનોને ગેંગમાં ભરતી કરવામાં આવે છે. આ ગેંગ યુએસએ, અઝરબૈજાન, પોર્ટુગલ, યુએઈ અને રશિયામાં ફેલાઈ ગઈ છે.

| Also Read: Ahmedabad ની જેલમાં બંધ ગેંગસ્ટર Lawrence Bishnoiએ મિત્રને કોલ કર્યાનો કથિત વિડીયો વાયરલ

કોણ ઓપરેટ કરે છે ગેંગ:
અહેવાલ મુજબ, ગોલ્ડી બ્રાર કેનેડા, પંજાબ અને દિલ્હીમાં ગેંગને સંભાળે છે. રોહિત ગોદારા રાજસ્થાન, મધ્યપ્રદેશ અને યુએસએમાં ગેંગ પર દેખરેખ રાખે છે. અનમોલ બિશ્નોઈ પોર્ટુગલ, યુએસએ, દિલ્હી એનસીઆર, મહારાષ્ટ્ર, બિહાર અને પશ્ચિમ બંગાળની કમાન સંભાળે છે. તે જ સમયે, કાલા જાથેડી હરિયાણા અને ઉત્તરાખંડમાં ગેંગને સંભાળે છે. કથીર રીતે આખી ગેંગનો રિપોર્ટ સીધો સાબરમતી જેલમાં બંધ લોરેન્સ બિશ્નોઈને આપવામાં આવે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button