ટોપ ન્યૂઝશેર બજાર

Stock Market : 20 રૂપિયાના આ શેરે કર્યા માલામાલ, બોનસ શેરની જાહેરાતથી ચર્ચામાં

મુંબઇ : AA Plus ટ્રેડલિંકએ છેલ્લા એક વર્ષમાં રોકાણકારોને મોટો નફો આપ્યો છે. આ કંપનીના શેરના ભાવમાં 100 ટકાથી વધુનો વધારો જોવા મળ્યો છે. કંપનીએ શેર વિભાજિત કરવા અને બોનસ ઇશ્યૂ કરવાની દરખાસ્ત કરી છે. જેના લીધે કંપની ફરી એકવાર ચર્ચામાં છે.

24મી ઓક્ટોબરે નિર્ણય લેવાશે

કંપનીએ કહ્યું છે કે એક શેરને 10 ભાગમાં વહેંચવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત રોકાણકારોને દરેક શેર માટે એક શેર આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કંપનીએ કહ્યું છે કે સ્ટોક સ્પ્લિટ અને બોનસ ઇશ્યૂ પર નિર્ણય 24 ઓક્ટોબરે લેવામાં આવશે. સ્ટોક સ્પ્લિટ દ્વારા કંપની તેના શેરની કિંમતો ઘટાડે છે. જેથી રિટેલ રોકાણકારોને શેર તરફ આકર્ષી શકાય.

શુક્રવારે કંપનીના શેરમાં લોઅર સર્કિટ જોવા મળી હતી. જે પછી BSEમાં AA Plus ટ્રેડલિંક શેરની કિંમત ઘટીને 19.60 રૂપિયા થઈ ગઈ. આ પહેલા શુક્રવારે કંપનીના શેરમાં પણ લોઅર સર્કિટ લાગી હતી.

કંપનીના શેરના ભાવમાં 114 ટકાનો વધારો

છેલ્લા એક વર્ષમાં કંપનીના શેરના ભાવમાં 114 ટકાનો વધારો જોવા મળ્યો છે. જ્યારે 2024 માં કંપનીના શેરના ભાવમાં 139 ટકાનો ઉછાળો નોંધવામાં આવ્યો છે. જુલાઈ મહિનામાં કંપનીના શેર રૂપિયા 26.88ની સર્વકાલીન ઉચ્ચ સપાટીએ પહોંચ્યા હતા. ત્યારથી કંપનીના શેરના ભાવમાં 27 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. AA Plus ટ્રેડલિંકનું 52 સપ્તાહનું નીચલું સ્તર રૂપિયા 7.01 છે. ત્યારે આ શેરની કિંમતમાં 180 ટકાનો વધારો થયો છે. આ કંપનીની સ્થાપના 2016માં થઈ હતી. કંપની આયર્ન, સ્ટીલ અને એલ્યુમિનિયમ ઉત્પાદનો સપ્લાય કરે છે. એલ્યુમિનિયમ ઉત્પાદનો વિન્ડો વગેરે કંપની દ્વારા બનાવવામાં આવે છે.

(નોંધ: આ માહિતીના આધારે શેરબજારમાં રોકાણ કરવું નહિ. કોઈપણ શેરમાં રોકાણ કરતા પહેલા તમારા નાણાકીય સલાહકારની સલાહ લેવી હિતાવહ છે. કોઈ પણ રોકાણ અંગે ‘મુંબઈ સમાચાર’ જવાબદાર રહેશે નહીં.)

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button