Weather Update: ઉત્તર ભારતમાં શરૂ થયો ઠંડીનો અહેસાસ, ગુજરાત અને મધ્ય પ્રદેશમાં પણ તાપમાન ઘટ્યું
નવી દિલ્હી : દેશમાં ચોમાસાની વિદાય સાથે ઉત્તર ભારતમાં ઠંડીનો(Weather Update)અહેસાસ થવા લાગ્યો છે. જ્યારે દક્ષિણ ભારતમાં હજુ પણ વરસાદની સંભાવના છે. રાજધાની દિલ્હીમાં પણ સવાર-સાંજ ઠંડીનો અહેસાસ થવા લાગ્યો છે. તેના પરથી અનુમાન લગાવવામાં આવી રહ્યું છે ટૂંક સમયમાં જ દિલ્હીમાં ઠંડી પડી શકે છે.જ્યારે મધ્યપ્રદેશ અને ગુજરાતમાં પણ તાપમાનમાં ઘટાડો થયો છે. આગામી સમયમાં રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશમાં તાપમાનમાં વધુ ઘટાડો થઈ શકે છે.
| Also Read: Weather Update : આગામી પાંચ દિવસ અનેક રાજ્યોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી…
નવેમ્બરના પહેલા અઠવાડિયાથી અહીં ઠંડી શરૂ થઈ શકે છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઘણા રાજ્યોમાં તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો છે. ઉત્તર પ્રદેશ, હરિયાણા અને રાજસ્થાનમાં પણ હવામાન બદલાઈ રહ્યું છે. અહીં દિવસ દરમિયાન તાપમાન વધી રહ્યું છે અને રાત્રે ઠંડી પડી રહી છે.
રાજધાની દિલ્હીના હવામાનની વાત કરીએ તો આજે હવામાન શુષ્ક રહેશે. આગામી 15 દિવસમાં અહીં વરસાદ નહીં પડે. જ્યારે નવેમ્બરના પહેલા અઠવાડિયાથી અહીં ઠંડી શરૂ થઈ શકે છે.
બંગાળની ખાડીમાં દબાણને કારણે દક્ષિણના રાજ્યોમાં વરસાદ
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બિહાર અને ઝારખંડમાં કેટલીક જગ્યાએ વરસાદ પડી શકે છે. હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા અને જમ્મુ-કાશ્મીરમાં પણ ઠંડીએ દસ્તક આપી છે. હિમાલયના વિસ્તારમાં હિમવર્ષા થઈ શકે છે. તે જ સમયે, અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં દબાણને કારણે દક્ષિણના રાજ્યોમાં વરસાદ પડી શકે છે.
| Also Read: Weather Forecast : દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, જાણો તમારા રાજ્યના હાલ…
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 13 ઓક્ટોબર અને 14 ઓક્ટોબરે કર્ણાટક, કેરળ, તમિલનાડુ, આસામ, મેઘાલયમાં કેટલીક જગ્યાએ વરસાદ પડી શકે છે.આંધ્રપ્રદેશ, રાયલસીમા, પુડુચેરી, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં પણ વરસાદની સંભાવના છે.