સાપ્તાહિક ભવિષ્ય
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
તા. ૧૩-૧૦-૨૦૨૪ થી તા. ૧૯-૧૦-૨૦૨૪
ગ્રહગોચર: સૂર્યનારાયણ તા. ૧૭મીએ તુલા રાશિમાં પ્રવેશે છે. મંગળ સમગ્ર સપ્તાહમાં મિથુન રાશિમાં ભ્રમણ કરે છે. બુધ સમગ્ર સપ્તાહમાં તુલા રાશિમાં મિશ્ર ગતિએ માર્ગીભ્રમણ કરે છે. ગુરુ વૃષભ રાશિમાં વક્રીભ્રમણ કરે છે. શુક્ર વૃશ્ર્ચિક રાશિમાં મધ્યમ ગતિએ ભ્રમણ કરે છે. વક્રી શનિ કુંભ રાશિમાં ભ્રમણ કરે છે. રાહુ મીન રાશિમાં ભ્રમણ કરે છે. પ્રારંભે ચંદ્ર મકરમાંથી કુંભમાં તા. ૧૩મીએ આવે છે. તા. ૧૫મીએ મીન રાશિમાં પ્રવેશે છે. તા. ૧૭મીએ મેષમાં, તા. ૧૯મીએ વૃષભમાં આવે છે.
મેષ (અ, લ, ઈ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારનાં વાયદાના વેપારમાં સાવધાની રાખવી જરૂરી છે. નોકરી માટે સપ્તાહના ગોચરગ્રહો એકંદરે શુભ છે. તા. ૧૪, ૧૫, ૧૮ના કામકાજમાં સફળતા મેળવશો. ભાગીદારી અનુકૂળ જણાશે. નવા કામકાજ પ્રારંભી શકશો. અર્થવ્યવસ્થા અનુકૂળ રહેશે. મહિલાઓને આ સપ્તાહમાં પતિનો સહયોગ નિજી પ્રવૃત્તિઓમાં પ્રાપ્ત થશે. સાહસિકતાથી નિર્ણયો લેવા માટે સફળતા અનુભવશો. વિદ્યાર્થીઓને અપેક્ષાનુસાર અધ્યયનના નિર્ણયો લેવામાં સ્વપ્રયત્ને સફળતા જણાશે.
વૃષભ (બ, વ, ઉ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં તેજીના વેપારમાં સાવધાની દાખવવી જરૂરી છે. નોકરી માટે તા. ૧૩, ૧૪, ૧૭ના નિર્ણયો સકારાત્મક, રચનાત્મક જણાશે. નવી નોકરીનો પ્રારંભ થઈ શકશે. નાણાવ્યવસ્થા સાનુકૂળ બની રહેશે. પ્રવાસ લાભદાયી પુરવાર થશે. કૌટુંબિક જવાબદારીઓ પૂર્ણ કરવામાં મહિલાઓને અનુકૂળતાઓ જણાશે. મહિલાઓને સંતાનની જવાબદારી પૂર્ણ કરવા માટે સફળતા જણાશે. વિદ્યાર્થીઓને અધ્યયન માટે જરૂરી સાધન સામગ્રી પ્રાપ્ત થતી જણાશે.
મિથુન (ક, છ, ઘ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારના વાયદાના વેપાર તથા નાણારોકાણના નિર્ણયોમાં સફળતા મેળવશો. નોકરી માટે તા. ૧૩, ૧૫, ૧૬ શુભ જણાય છે. રાજકારણ, જાહેર જીવનની પ્રવૃત્તિઓમાં સફળતા મેળવશો. ભાઈ-બહેનો સાથેના નાણાવ્યવહાર પૂર્ણ થશે. વેપાર વધશે. મહિલાઓના કામકાજ સફળ બની રહેશે. હુન્નરલક્ષી પ્રવૃત્તિઓનું જ્ઞાન મેળવી શકશો. વિદ્યાર્થીઓને આ સપ્તાહમાં કુટુંબના સભ્યોનો સહયોગ, પ્રોત્સાહન પ્રાપ્ત થશે.
કર્ક (ડ, હ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં નવું રોકાણ શક્ય જણાય છે. નોકરી માટે તા. ૧૬, ૧૭, ૧૮, ૧૯ શુભ પુરવાર થશે. નોકરીનાં સ્થળની બદલી પણ શક્ય છે. પરિવારના વડીલ વ્યક્તિનો આર્થિક સહયોગ મેળવી શકશો. ભાગીદાર કારોબારમાં ઉપયોગી થશે. મહિલાઓને પરિવાર માટે જરૂરી સાધન સામગ્રી સગવડતા પ્રાપ્ત થાય. વિદ્યાર્થીઓના નિત્ય અભ્યાસ પૂર્ણ થઈ શકશે.
સિંહ (મ, ટ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારના લાંબા સમયના રોકાણ અને દૈનિક સાપ્તાહિક વેપાર સફળ બની રહેશે. નોકરીના અધિકારીનો સહયોગ મેળવશો. નાણાઆવક જળવાઈ રહેશે. કારોબારમાં વૈવિધ્યતા લાવી શકશો. પ્રવાસ દ્વારા કારોબારના વિકાસના પ્રયત્નો સફળતાથી પૂર્ણ કરી શકશો. મિત્રો દ્વારા મહિલાઓના નિજી મૂંઝવતા પ્રશ્ર્નનો ઉકેલ આવી શકે તેમ છે. પતિનો સહયોગ પણ પારિવારિક પ્રવૃત્તિઓમાં પ્રાપ્ત થશે. વિદ્યાર્થીઓને શિક્ષકનું માર્ગદર્શન પ્રાપ્ત થશે.
ક્ધયા (પ, ઠ, ણ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારના જૂનાં રોકાણમાંથી નાણાંની ઉપલબ્ધિ શક્ય જણાય છે. વ્યવહારિકપણ નોકરીના મૂંઝવતા પ્રશ્ર્નનો ઉકેલ આવશે. તા. ૧૪, ૧૬, ૧૭ કારોબારમાં પ્રસિદ્ધિ અને પ્રગતિ જણાય છે. કારોબારની નાણાઆવકની વૃદ્ધિ થશે. મહિલાઓને નોકરીમાં સહકાર્યકરોનો સહયોગ પ્રાપ્ત થશે. મહિલાઓના ભાઈ-બહેનો સાથેના વિવાદનો ઉકેલ આવશે. વિદ્યાર્થીઓને અધ્યયન માટે માર્ગદર્શન, પ્રોત્સાહન અપેક્ષાનુસાર પ્રાપ્ત થશે.
તુલા (ર, ત): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારના તેજીના વેપારમાં કામકાજ અનુકૂળ જણાય છે. નોકરી માટે તા. ૧૪, ૧૬, ૧૭, ૧૮ શુભ જણાય છે. કુટુંબના સભ્યો સાથેના આર્થિક વ્યવહાર સફળતાથી સંપન્ન થશે. સહપરિવાર પ્રવાસ પણ શક્ય જણાય છે. મહિલાઓને પડોશ મિત્રોના વિવાદનો ઉકેલ જણાશે. વ્યવહારુંપણે પરસ્પર વિવાદોનો ઉકેલ લાવી શકશો. વિદ્યાર્થીઓના અભ્યાસ સફળ બની રહેશે.
વૃશ્ર્ચિક (ન, ય): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં લાંબા સમયનું નાણારોકાણ અને વાયદાનો વેપાર પણ સફળ થતો જણાય છે. નોકરીમાં તા. ૧૫, ૧૬, ૧૮, ૧૯ શુભ પુરવાર થશે. ભાગીદારીના મતભેદોનો ઉકેલ આવશે. કુટુંબના પ્રસંગોમાં મહિલાઓને અનુકૂળતાઓ જણાશે. કુટુંબીજનોનો સહયોગ પ્રાપ્ત થશે. વિદ્યાર્થીઓને આ સપ્તાહમાં ધાર્યા મુજબ યશસ્વીપણું અભ્યાસમાં અનુભવાશે. સફળતા માટેની મહેનત પણ ગોચરગ્રહો શુભ દર્શાવે છે.
ધનુ (ભ, ધ, ફ, ઢ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં નવા નાણારોકાણ, નવી કાર્યપદ્ધતિ અપનાવી શકશો. નોકરી માટે તા. ૧૩, ૧૪, ૧૮, ૧૯ શુભ જણાય છે. સપ્તાહમાં ભાગીદાર સાથેના મૂંઝવતા પ્રશ્ર્નનો ઉકેલ આવશે. નિત્ય પ્રવૃત્તિઓ સફળ બનતી જણાશે. કારોબારની નાણાઆવકની વૃદ્ધિ થશે. મહિલાઓને પતિનો સહયોગ કાર્યક્ષેત્રે પ્રાપ્ત થતો જણાશે. વિભાગીય પરીક્ષામાં વિદ્યાર્થીઓને સફળતા જણાશે તથા શૈક્ષણિક પ્રવાસ સફળ બનતા જણાશે.
મકર (ખ.જ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં નવા નાણારોકાણ માટે સફળ તકો જણાશે. વ્યક્તિગત મૂંઝવણોમાં માર્ગદર્શન મેળવશો. નોકરીમાં તા. ૧૫, ૧૬, ૧૭ ધાર્યા મુજબ સફળતા દર્શાવે છે. પ્રવાસ દ્વારા નોકરીના કામકાજ પૂર્ણ કરી શકશો. કારોબારની ઉઘરાણીનાં નાણાંની વસૂલી સફળતાથી પૂર્ણ કરી શકશો. મહિલાઓને પતિનો સહયોગ કાર્યક્ષેત્રે પ્રાપ્ત થશે. વિદ્યાર્થીઓના અભ્યાસના મૂંઝવતા પ્રશ્ર્નનો ઉકેલ આવશે.
કુંભ (ગ, શ, સ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં લાંબા સમયનું નવું રોકાણ શક્ય જણાય છે. નોકરીના કામકાજ માટે મુસાફરી શક્ય છે. તા. ૧૫, ૧૭, ૧૮ કારોબાર માટે સફળતાસૂચક છે. કારોબારની નાણાઆવકની વૃદ્ધિ થશે. ગૃહિણીઓને સંતાનની જવાબદારીમાં સફળતા જણાશે. વિભાગીય પરીક્ષામાં વિદ્યાર્થીઓને અનુકૂળતાઓ અને ઉત્સાહનો અનુભવ થશે. પરીક્ષાના પરિણામો વિશે આત્મવિશ્ર્વાસ દઢ બનશે.
મીન (દ, ચ, ઝ, થ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં નવીન કાર્યપદ્ધતિ અપનાવશો. દૈનિક સાપ્તાહિક વેપારથી નાણાલાભ મેળવશો. તા. ૧૬, ૧૮, ૧૯ના નિર્ણયો એકંદરે નોકરી માટે શુભ પુરવાર થશે. નોકરીમાં ઉપરી અધિકારીનું માર્ગદર્શન મેળવશો. જૂનાં અધૂરા મૂંઝવતા પ્રશ્ર્નનો ઉકેલ આવશે. રાજકીય પ્રવૃત્તિઓમાં મહિલાઓને સફળતા જણાશે. પરિવારના જવાબદારીના કામકાજમાં લક્ષ્ય દાખવી શકશો. વિદ્યાર્થીઓ નવા વિષયના અભ્યાસનો પ્રારંભ કરી શકશે.