લો બોલો, મૃત પોલીસ અહીં આવીને નોકરી કરતો હતો…
લખનઉમાં એક અજીબોગરીબ ઘટના પ્રકાશમાં આવી હતી. જ્યાં છત્તીસગઢ પોલીસમાં સુમિત કુમાર તરીકે કામ કરતો એક વ્યક્તિ પોતાને મૃત જોહેર કરી અને બાદમાં યુપી પોલીસમાં નોકરી પર જોડાયો હતો.
લખનઉના હુસૈનગંજ પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. નોંધાયેલી ફરિયાદ મુજબ આરોપી કોન્સ્ટેબલનું હાલનું નામ મનોજ કુમાર હતું જેણે પહેલા યુપી પોલીસમાં નોકરી કરતો હતો. આ બાબતે મથુરા એસએસપીને એક અનામી પત્ર મળ્યો હતો. જેના કારણે આ મૃત પરંતુ અસલી કોન્સ્ટેબલનો પર્દાફાશ થયો હતો. પત્રમાં લખવામાં આવ્યું હતું કે અગાઉ છત્તીસગઢમાં જે વ્યક્તિ મનોજ કુમારના નામે પોલીસમાં ફરજ બજાવતો હતો તે જ વ્યક્તિ સુમિત કુમાર નામે યુપી પોલીસમાં કામ કરે છે. અને છત્તીસગઢમાં તેને પોતાને મૃત જાહેર કર્યો હતો.
પત્રમાં મળેલી માહિતીના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી. લાંબી તપાસ બાદ આરોપી કોન્સ્ટેબલ સામેના આરોપો સાચા સાબિત થયા હતા. આ પછી લખનઉના હુસૈનગંજ પોલીસ સ્ટેશનમાં તેની સામે ગંભીર કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
છત્તીસગઢમાં તહેનાત પોલીસ કોન્સ્ટેબલ સુમિત કુમારે ત્યાં નોકરી છોડી દીધી હતી. તેણે વિભાગને સમાચાર મોકલ્યા કે તે મરી ગયો છે. આ પછી તે ઉત્તર પ્રદેશ આવ્યો અને અહીં પોલીસ વિભાગમાં જોડાયો. આરોપી હાલમાં યુપી પોલીસમાં લાંબા સમયથી કામ કરતો હતો. સૌથી પહેલા તેણે યુપીમાંથી 12માની પરીક્ષા આપી હતી. પાસ કર્યા બાદ તેઓ પોલીસ વિભાગમાં જોડાયા હતા અને લાંબા સમય સુધી વિભાગમાં કાર્યરત હતા. છત્તીસગઢમાં સુમિત કુમાર નામનો કોન્સ્ટેબલ હતો, જે યુપી પહોંચતા જ મનોજ કુમાર બની ગયો હતો. જ્યારે પોલીસને આ છેતરપિંડીની જાણ થઈ, ત્યારે કોન્સ્ટેબલનો પોતાની નોકરી છોડવી પડી હતી તેમજ તેની સામે ગંભીર કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.