સાપ્તાહિક દૈનંદિની
તા. ૧૩-૧૦-૨૦૨૪ થી તા. ૧૯-૧૦-૨૦૨૪
રવિવાર, આશ્ર્વિન સુદ-૧૦, વિ. સં. ૨૦૮૦, તા. ૧૩મી ઓક્ટોબર, ઈ. સ. ૨૦૨૪. નક્ષત્ર ઘનિષ્ઠા મધ્યરાત્રિ પછી ક. ૨૬-૫૧ સુધી (તા. ૧૪મી), પછી શતભિષા. ચંદ્ર મકરમાં બપોરે ક. ૧૫-૪૩ સુધી, પછી કુંભ રાશિ પર જન્માક્ષર. પાશાકુશા (સ્માર્ત) એકાદશી (ટેટી), માધવાચાર્ય જયંતિ, વિષ્ટિ ક. ૧૯-૫૯થી, પંચક પ્રારંભ ક. ૧૫-૪૩થી. શુભ દિવસ.
સોમવાર, આશ્ર્વિન સુદ-૧૧, તા. ૧૪મી, નક્ષત્ર શતભિષા ક. ૦૪-૪૨ સુધી, પછી પૂર્વાભાદ્રપદા. ચંદ્ર કુંભ રાશિ પર જન્માક્ષર. પાશાકુંશા ભાગવત એકાદશી (ટેટી), વિષ્ટિ ક. ૦૬-૪૨ સુધી, પારસી ૩જો ખોરદાદ માસારંભ. શુભ કાર્ય વર્જ્ય છે.
મંગળવાર, આશ્ર્વિન સુદ-૧૩, તા. ૧૫મી, નક્ષત્ર પૂર્વાભાદ્રપદા રાત્રે ક. ૨૨-૦૮ સુધી, પછી ઉત્તરા ભાદ્રપદા. ચંદ્ર કુંભમાં સાંજે ક. ૧૬-૪૮ સુધી, પછી મીન રાશિ પર જન્માક્ષર. ભૌમ પ્રદોષ, પંચક, શુભ દિવસ.
બુધવાર, આશ્ર્વિન સુદ-૧૪, તા. ૧૬મી, નક્ષત્ર ઉત્તરા ભાદ્રપદા રાત્રે ક. ૧૯-૧૭ સુધી, પછી રેવતી. ચંદ્ર મીન રાશિ પર જન્માક્ષર. શરદ પૂર્ણિમા, કોજાગરી પૂર્ણિમા, વ્રતની પૂનમ, અગ્રહાયણ નવાન્ન પૂર્ણિમા, લક્ષ્મી અને ઈન્દ્ર પૂજન, પંચક, વિષ્ટિ ક. ૨૦-૪૧થી. શુભ કાર્ય વર્જ્ય છે.
ગુરુવાર, આશ્ર્વિન સુદ-૧૫, તા. ૧૭મી, નક્ષત્ર રેવતી સાંજે ક. ૧૬-૧૯ સુધી, પછી અશ્ર્વિની. ચંદ્ર મીનમાં સાંજે ક. ૧૬-૧૯ સુધી, પછી મેષ રાશિ પર જન્માક્ષર. કાર્તિક સ્નાનારંભ, જયેષ્ઠાપત્ય નિરાંજન નવાન્નભક્ષણ, કુલધર્મ સૂર્ય નિરયન તુલા રાશિમાં ક. ૦૭-૪૩. સંક્રાંતિ પુણ્યકાળ ક. સૂર્યોદયથી ક. ૧૧-૪૨. અન્વાધાન, મહર્ષિ વાલ્મીકિ જયંતી, વિષ્ટિ ક. ૦૬-૪૮ સુધી, પંચક સમાપ્તિ ક. ૧૬-૧૯. શુભ કાર્ય વર્જ્ય છે.
શુક્રવાર, આશ્ર્વિન વદ-૧, તા. ૧૮મી, નક્ષત્ર અશ્ર્વિની બપોરે ક. ૧૩-૨૫ સુધી, પછી ભરણી. ચંદ્ર મેષ રાશિ પર જન્માક્ષર. ઈષ્ટિ. શુભ દિવસ.
શનિવાર, આશ્ર્વિન વદ-૨, તા. ૧૯મી, નક્ષત્ર ભરણી સવારે ક. ૧૦-૪૬ સુધી, પછી કૃત્તિકા. ચંદ્ર મેષમાં સાંજે ક. ૧૬-૦૯ સુધી, પછી વૃષભ રાશિ પર જન્માક્ષર. વિષ્ટિ ક. ૨૦-૧૪થી. સામાન્ય દિવસ.