મનોરંજન

જેકલીન ફર્નાન્ડિસના ફોટા પર કમેન્ટ કરતા સુકેશે આ સિંગરને મોકલી નોટીસ…

મુંબઈ: અભિનેત્રીના જેકલીન ફર્નાન્ડિસના ફોટા પર કમેન્ટ કરતા મીકા સિંહે લખ્યું હતું કે તમે ખૂબ જ સુંદર દેખાઈ રહ્યા છો. અને તમારી સાથે જે ફોટામાં છે તે સુકેશ કરતાં ઘણો સારો છે. સિંગરની આ વિવાદાસ્પદ કમેન્ટ પર ઘણા યુઝર્સે કમેન્ટ કરવાનું શરૂ કરી દીધું, ત્યાર બાદ ગાયકે આ કોમેન્ટ ડિલીટ કરી દીધી. જો કે ત્યાં સુધીમાં જેકલીનના ફોટા પર મીકાની કમેન્ટ વાયરલ થઈ ગઈ હતી. જેના કારણે હવે સુકેશ ચંદ્રશેખરે મિકા સિંહને નોટિસ મોકલી છે.

કથિત ઠગ સુકેશ ચંદ્રશેખરે બોલીવુડ સિંગર મીકા સિંહને અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિસના ફોટા પર કમેન્ટ કરવા બદલ કાનૂની નોટિસ મોકલી છે. હાલમાં જ જેકલીન ફર્નાન્ડિસે હોલિવૂડ એક્ટર જીન ક્લાઉડ સાથે એક ફોટો શેર કર્યો છે. જેના પર મીકા સિંહે એક વિચિત્ર કોમેન્ટ કરી હતી. તેના પર અભિનેત્રીના કથિત બોયફ્રેન્ડ અને ઠગ સુકેશે સિંગરને કાનૂની નોટિસ મોકલીને ચેતવણી આપી છે તેમજ માફી માંગવા માટે પણ કહ્યું છે.


સુકેશના વકીલ અનંત મલિક દ્વારા મિકા સિંહને મોકલવામાં આવેલી નોટિસમાં કહેવામાં આવ્યું છે કે તમારા આ નિવેદનથી મારા ક્લાયન્ટના ચરિત્ર અને વ્યક્તિત્વ પર સવાલો ઉભા થયા છે. જેના કારણે તેને મીડિયાના સવાલોનો સામનો કરવો પડી રહ્યો છે.
લીગલ નોટિસમાં એવું પણ લખવામાં આવ્યું છે કે સુકેશ ચંદ્રશેખર દેશના પ્રખ્યાત વ્યક્તિત્વ છે અને રાજકીય પરિવારોથી લઈને બોલિવૂડ સુધી દરેકની નજીક છે. તમારા આવા નિવેદનોથી સુકેશની છબી ખરાબ થઈ રહી છે. મિકા સિંહ પોતે બોલિવૂડનો સભ્ય છે અને ઈન્ડસ્ટ્રીના સંઘર્ષથી સંપૂર્ણપણે વાકેફ છે. તે જાણે છે કે ઇન્ડસ્ટ્રીમાં નામ બનાવવા માટે કેટલી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તે જાણે છે કે ઇન્ડસ્ટ્રીમાં પગ જમાવવો કેટલું મુશ્કેલ છે, તેમ છતાં તેણે ખૂબ જ ખરાબ કમેન્ટ કરી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button