ઇન્ટરનેશનલ

ઇઝરાયેલે લેબનાનના 22 ગામડાના રહેવાસીઓને આપી ચેતવણી, કહ્યું- ખાલી કરીને જતા રહો નહીંતર…

Isreal Labanon War: ઇઝરાયેલની સેનાએ દક્ષિણ લેબનાનના 22 ગામડાના રહેવાસીઓને અવાલી નદીના ઉત્તર ક્ષેત્રમાં જતા રહેવાનો આદેશ આપ્યો છે. સેના દ્વારા એક નિવેદનમાં આ જાણકારી આપવામાં આવી છે. ઇઝરાયેલી સેનાએ દક્ષિણ લેબનાના રહેવાસઓને ચેતવણી આપી છે કે તેમની સેના હિઝબુલ્લાહ સામે કાર્યવાહી ચાલુ રાખશે, તેથી તેઓ તેમના ઘરમાં પરત ન ફરે. સેનાના પ્રવક્તા અવિચાય અદ્રાયએ ક્હ્યું, તમા ગામડા કે તેની આસપાસ હિઝબુલ્લાહના ઠેકાણાને નિશાન બનાવવામાં આવી શકે છે. તમારી સુરક્ષા માટે મહેરબાની કરીને આગળની સૂચના ન મળે ત્યાં સુધી તમાર ઘરમાં પરત ન ફરો. હિઝબુલ્લાહ તમારા જીવને જોખમમાં મૂકી શકે છે.

આ પણ વાંચો : ઈઝરાયલ-હિઝબુલ્લાહ યુદ્ધ વચ્ચે 600 ભારતીય સૈનિકો પર ખતરો, UN ઓફિસ પર હુમલાથી ભારત ચિંતિત

આ ઉપરાંત એક અળગ પોસ્ટમાં અદ્રાઇએ દક્ષિણ લેબનાનમાં સ્વાસ્થ્યકર્મીઓ અને મેડીકલ ટીમોને એમ્બ્યુલન્સનો ઉપયોગ ન કરવા અપીલ કરી છે. અદ્રાઇએ કહ્યું કે, તેમના વિસ્તારમાં એમ્બ્યુલન્સનો ઉપયોગ હિઝબુલ્લાહના લડવૈયા કરી શકે છે. અમે મેડિકલ ટીમોને અનુરોધ કરીએ છીએ કે તેઓ હિઝબુલ્લાહના સભ્યોના સંપક્રમાં ન આવે અને તેમને સહયોગ ન આપે.

ઇઝરાયેલી સેનાના પ્રવક્તાએ સ્પષ્ટ કર્યુ છે કે, જેઓ તેમના વાહનમાં શસ્ત્રોથી સજ્જ વ્યક્તિઓનું પરિવહન કરશે તેમના સામે કડક કાર્યવાહી કરવામાં આવશે, પછી તે ભલે ગમે તે હોય.

ઇઝરાયેલ લેબનોનમાં ગ્રાઉન્ડ ઓપરેશનની તૈયારી કરી રહ્યું છે, આ દરમિયાન ગાઝામાં ઇઝરાયેલી સેનાના હુમલાને કારણે ઓછામાં ઓછા 20 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. હમાસ સંચાલિત સિવિલ ડિફેન્સ એજન્સીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે હવાઈ હુમલો સ્થાનિક સમય અનુસાર રાત્રે 9:40 વાગ્યે થયો હતો. તે સમયે મૃત્યુઆંક 12 હતો, જેમાં મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો : બેરૂતમાં Israelના હુમલામાં 22ના મોત, UNની પીસકીપીંગ ફોર્સને પણ નિશાન બનાવી

ઉત્તર ગાઝામાં સિવિલ ડિફેન્સ એજન્સીના ડાયરેક્ટર અહેમદ અલ-ખાલોતે જણાવ્યું કે અલગ-અલગ હુમલામાં 18 લોકો માર્યા ગયા છે. આ હુમલાઓ આઠ અલગ અલગ શાળાઓ પર કરવામાં આવ્યા હતા જ્યાં શરણાર્થીઓ માટે કેમ્પ બનાવવામાં આવ્યા હતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button