મને મારી નાખવાનું કાવતરુંઃ મનોજ જરાંગેએ પોતાના મૃત્યુ વિશ કહી આ વાત…
મુંબઈ: મરાઠા અનામત માટે છેલ્લાં અનેક વખતથી લડત ચલાવી રહેલા મનોજ જરાંગેએ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી યોજાય એ પહેલા ફરી એક વખત નામ લીધા વગર મહારાષ્ટ્ર સરકાર વિરુદ્ધ આકરા પ્રહાર કર્યા હતા અને કહ્યું તેઓ મરાઠા સમાજ માટે આટલો દ્વેષ શા માટે રાખે છે એવો પ્રશ્ર્ન કર્યો હતો. આ ઉપરાંત જરાંગેએ તેમને મારી નાંખવાનું કાવતરું રચાઇ રહ્યું હોવાનો આરોપ કર્યો હતો.
આ પણ વાંચો : નવનીત રાણા મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી નહીં લડે
દશેરાના મેળાવડા દરમિયા જરાંગેએ કહ્યું હતું કે છ 14 મહિનામાં મરાઠા સમાજની એક પણ માગણી માન્ય કરી નથી. શા માટે આટલો દ્વેષ રાખવામાં આવી રહ્યો છે? હવે 17 જાતિઓનો સમાવેશ કરતી વખતે તેમણે ઓબીસીનો સમાવેશ શા માટે નથી કર્યો?
આ રીતે મરાઠાઓને અનામત ન મળે ત્યાં સુધી પાછીપાની કરવાની તૈયારી ન હોવાનું જણાવ્યું હતું. જોકે, આ દરમિયાન તેમણે કોઇપણ પક્ષનું કે સરકારનું નામ લીધા વગર અને રાજકીય ટિપ્પણી કર્યા વગર આ વાત કહી હતી.
તમે કટેલા પણ આંદોલન કરો, તમે કેટલા પણ કરોડોની સંખ્યાામાં આવો, અમે તમારી છાતી પર બેસીને નિર્ણય લઇશું. તમારે જે કરવું હોય તે કરી લ્યો અમારી જે કરવું હોય ત જ કરીશું, એવું સરકારનું વલણ હોવાની ટીકા તેમણે કરી હતી.
આ પણ વાંચો : દેવેન્દ્ર ફડણવીસ માટે આ છેલ્લી તક છે: જરાંગે પાટીલની સીધી ચેતવણી
તેમણે વધુમાં કહ્યું હતું કે આચારસંહિતા લાગુ થાય ત્યાર પછી હું મારી શું ભૂમિકા છે તે જણાવીશ. આચારસંહિતા લાગુ થાય ત્યાં સુધી તમે ધીરજ રાખો. સરકારને કહી દઉં કે આ રજા નથી. આચારસંહિતા લાગુ થાય ત્યાર પછી તમે બધાએ સાંભળવાનું છે. તે લોકો શું કરે છે તે જોવાનું છે. તે લોકો બધુ જ કરી લે ત્યાં સુધી નિર્ણય લેવાનો નથી. બધા નિર્ણય લઇ લે ત્યાર પછી આપણે નિર્ણય લેવાનો તમારા મનમાં જે છે તે પૂરી કરવાની જવાબદારી મારી છે. અમારી માગ છે કે ગરીબ મરાઠાઓને અનામત આપવામાં આવવું જોઇએ. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની યોજનાઓનો બધી જ જાતિઓએ લાભ લીધો છે.
અમુક લકોને ક્વોટા આપવાથી અન્ય જાતિઓના અનામતને અસર થશે.