Hit & Run: અમદાવાદમાં વૃદ્ધને પોલીસની કારે ઉડાવ્યા! CCTV જોઈને છૂટી જશે કંપારી…
Ahmedabad News: અમદાવાદમાં વાહન અકસ્માતની ઘટનામાં ઉત્તરોતર વધારો થઈ રહ્યો છે. પોલીસ દ્વારા અનેક પગલાં લેવામાં આવતા હોવા છતાં વાહન અકસ્માતની ઘટના વધી રહી છે. આ દરમિયાન અમદાવાદના નરોડામાં બસની રાહ જોઈને ઉભેલા વૃદ્ધને પોલીસની કારે ટક્કર મારીને ફરાર થઈ ગયો હતો. જેમાં તેમનું મૃત્યુ થયું હતું. બુધવારે બનેલી આ ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે.
આ પણ વાંચો : અમદાવાદમાં ધોળા દિવસે 28 લાખની ચાંદી ભરેલા થેલાની લૂંટ: Video Viral
મળતી વિગત પ્રમાણે, નટવરલાલ પ્રજાપતિ નામના 71 વર્ષીય વૃદ્ધ બુધવારે નરોડામાં બસની રાહ જોઈને ઉભા હતા. તે સમયે એક કાર ડ્રાઈવર રોંગ સાઇડમાં આવ્યો હતો અને ટક્કર મારી ફરાર થઈ ગયો હતો. સીસીટીવી ફૂટેજમાં આ કાર પોલીસની હોવાનું સામે આવ્યું છે.
પ્રૌઢ ફંગોળાઈને 10 ફૂટ દૂર ઉછળ્યો
રિપોર્ટ પ્રમાણે પ્રૌઢને પોલીસ કારે જોરદાર ટક્કર મારી હતી. જેના કારણે તેઓ ફંગોળાઈને 10 ફૂટ દૂર ઉછળ્યા હતા. જેમાં તેમને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. સીસીટીવી ફૂટેજમાં જોવા મળ્યું કે, કાર ચાલક પ્રજાપતિને ટક્કર મારીને ફરાર થઈ ગયો હતો. આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે, આ દ્રશ્યો એટલા ખતરનાક છે કે જેને જોતાં કંપારી છૂટી જાય. આ મામલે ટ્રાફિક પોલીસે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
ટ્રાફિક ડીસીપી સફિન હસને શું કહ્યું
આ અંગ્રે ટ્રાફિક ડીસીપી સફિન હસને જણાવ્યું હતું કે આ અકસ્માતની ઘટનામાં કાર ડ્રાઇવર કોણ હતો, તેની તપાસ માટે સીસીટીવી ચેક કરવામાં આવી રહ્યા છે. કાર ડ્રાઇવરને ઓળખ કરવાની તજવીજ શરૂ કરી દેવામાં આવી છે. આ ઘટનામાં જે પણ વ્યક્તિ જવાબદાર હશે તેને છોડવામાં નહી આવે, કડક કાર્યવાહી કરી પગલાં ભરવામાં આવશે