નેશનલમનોરંજન

17 વર્ષે Shweta Bachchan નહીં, આ કારણે પડ્યું Abhishek-Aishwaryaના લગ્નજીવનમાં ભંગાણ?

બોલીવૂડ એક્ટ્રેસ ઐશ્વર્યા રાય-બચ્ચન (Aishwarya Rai-Bachchan) અને અભિષેક બચ્ચન (Abhishek Bachchan)ના લગ્નજીવનમાં પડેલાં ભંગાણ માટે ફેન્સ ક્યારેય ઐશ્વર્યાની સાસુ જયા બચ્ચન (Jaya Bachchan) તો ક્યારેક નણંદ શ્વેતા બચ્ચન (Shweta Bachchan)ને જવાબદાર ઠેરવી રહ્યા છે, પરંતુ હવે આ માટે કોઈ ત્રીજું જ કારણ જવાબદાર હોવાનું ચોંકાવનારો ખુલાસો થઈ રહ્યો છે. તમને પણ એ જાણવાની તાલાવેલી થઈને કે આખરે જયા કે શ્વેતા નહીં તો કોણ છે આ ત્રીજું કારણ? ચાલો તમને આ વિશે જણાવીએ-

એક રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા અનુસાર ઐશ્વર્યા અને અભિષેકના લગ્નમજીવનમાં પડેલાં ભંગાણ માટે કોઈ વ્યક્તિ નહીં પણ તેમના કુંડળીની ગ્રહ દશા જવાબદાર છે. જી હા, બંનેની કુંડળીમાં ગ્રહદોષ હતા અને આ ગ્રહદોષને દૂર કરવા માટે 2007માં ઐશ્વર્યાના લગ્ન પીપળાના ઝાડ સાથે કરાવવામાં આવ્યા હતા. એક પંડિતજી દ્વારા જણવવામાં આવ્યા અનુસાર ઐશ્વર્યા માંગલિક હતી, અને આ કારણે તેના ઝાડ સાથે લગ્ન કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ ઐશ્વર્યાએ અભિષેક સાથે લગ્ન કર્યા હતા.

2008માં ખુદ અમિતાભ બચ્ચને આ વિશે ખુલાસો કર્યો હતો અને જણાવ્યું હતું કે આ બધી અફવા જ છે અને આ વાતમાં કોઈ હકીકત નથી. હવે 17 વર્ષે જ્યારે અભિષેક અને ઐશ્વર્યાના લગ્નજીવનમાં કડવાશ આવી છે ત્યારે લોકો આ માટે ગ્રહદોષને જવાબદાર માની રહ્યા છે. નેટિઝન્સ આ વિશે જાત જાતની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

એક યુઝરે લખ્યું હતું કે જો કોઈ માંગલિક વ્યક્તિ બીજી માંગલિક વ્યક્તિ સાથે લગ્ન કરે ત્યારે વાસ્તુ દોષ દૂર થાય છે અને લગ્નજીવનમાં સફળ રહે છે. બીજા એક યુઝરે લખ્યું હતું જ્યારે ઐશ્વર્યાના લગ્ન નહોતા થયા તો એ સમયે આટલી પૂજા-અર્ચના કરવામાં આવી હતી?

અત્રે ઉલ્લેખનીય છે કે ઐશ્વર્યા છેલ્લાં કેટલાય સમયથી પતિ અભિષેકથી દૂર દીકરી આરાધ્યા સાથે રહે છે અને તે અવારનવાર આરાધ્યા સાથે જ જોવા મળે છે. પરંતુ બચ્ચન પરિવાર કે ઐશ્વર્યાએ દ્વારા ડિવોર્સ અંગે કોઈ પણ ઓફિશિયલી સ્ટેટમેન્ટ નથી આપવામાં આવ્યું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button