મરણ નોંધ

પારસી મરણ

બરજોર એરચશા ગાંધી તે મરહુમ જરુના ધની. તે મરહુમો ગાઇમાય એરચશા ગાંધીના દીકરા. તે કેશમીરા ને ફરહાદના પપા. તે ફિરોઝ તથા મરહુમો આલુ, દીના, બેજન, જમશેદ, રુસીના ભાઇ. તે ફ્રીયા હનોઝ માલેસર, ડો. દાનીશ જે. ગાંધીના બપાવા. તે નતાશા ને રીશાદ કોન્ટ્રેકટરના મમાવા. (ઉં. વ. ૮૯) રે. ઠે.એમ-૪, ફલેટ નં. ૧૩, ૧લે માળે, મેરવાનજી કામા માર્ગ, કામા રોડ, અંધેરી (વે), મુંબઇ-૪૦૦૦૫૮. ઉઠમણાંની ક્રિયા : તા. ૧૨-૧૦-૨૪ના દીને બપોરે ૩.૪૦ વાગે, ભાભા નં.૧. બંગલીમાં છેજી ડુંગરવાડી.
ઓસ્તી ઝરીન દારા અદરીયાનવાલા તે મરહુમો ઓસ્તી વીરા એરવદ દારા અદરીયાનવાલા તે એરવદ સોલીના બહેન. તે એરવદ હોરમઝના ફૂઇ. તે ઓસ્તી ખોરશેદના નણંદ. તે દાલી ગાંધીના ભાભીના ભાઇ. તે ઓસ્તી ફરઝીના ફૂવનસાસુ. (ઉં. વ. ૮૪) રે. ઠે. રાજગીર કોર્ટ, ૩૦૨/એ, કોહીનુર રોડ, દાદર (ઇસ્ટ), મુંબઇ-૪૦૦૦૧૪. ઉઠમણાંની ક્રિયા : તા. ૧૨-૧૦-૨૪ના દીને બપોરે ૩.૪૦ વાગે નારીયલવાલા અગિયારીમાં છેજી.
નિવેદિતા દિનશા મહેતા (ઉં. વ. ૭૬) તા. ૯-૧૦-૨૪એ ગુજરી ગયા છે. તે મરહુમ દિનશાના વાઇફ. મરહુમ ડોલી અને મરહુમ કોબાદના દીકરી. હોર્મઝદના મધર, હિરોશીમા અને પરવાનાના બહેન. દિનાઝના આન્ટી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button