(function () { const isHomepage = window.location.pathname === "/"; const isCategoryPage = window.location.pathname.includes("News"); if (isHomepage) { _taboola.push({ homepage: "auto" }); } else if (isCategoryPage) { _taboola.push({ category: "auto" }); } else { _taboola.push({ category: "auto" }); } !(function (e, f, u, i) { if (!document.getElementById(i)) { e.async = 1; e.src = u; e.id = i; f.parentNode.insertBefore(e, f); } })( document.createElement("script"), document.getElementsByTagName("script")[0], "//cdn.taboola.com/libtrc/thebombaysamachar/loader.js", "tb_loader_script" ); if (window.performance && typeof window.performance.mark === "function") { window.performance.mark("tbl_ic"); } })();
આમચી મુંબઈમહારાષ્ટ્ર

નવી મુંબઈ એરપોર્ટ પર એરફોર્સનું વિમાન ઉતરતા જ શિંદે બોલ્યા મહાયુતિ ‘ઉડાન અને લડાઈ’ માટે તૈયાર

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં ભાગીદાર ભાજપની ઐતિહાસિક જીતથી ઉત્સાહિત થયેલા મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ શુક્રવારે જાહેર કર્યું હતું કે તેમનું શાસક ગઠબંધન મહાયુતિ રાજ્યમાં ‘ઉડાન અને લડાઈ’ બંને માટે તૈયાર છે.

તેમણે કહ્યું હતું કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એવો મુક્કો માર્યો હતો કે વિપક્ષ હરિયાણામાં ઢેર થઈ ગયું હતું. મહારાષ્ટ્રમાં પણ આવું જ જોવા મળશે.

મુંબઈના પાડોશી રાયગઢ જિલ્લામાં ઉલવે ખાતે નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ભારતીય વાયુદળના એરક્રાફ્ટના ટ્રાયલ લેન્ડિંગના સાક્ષી બન્યા પછી મીડિયાને સંબોધતા તેમણે કહ્યું હતું કે, તેમની સરકાર 31 માર્ચ, 2025ની નિર્ધારિત સમયમર્યાદા પહેલાં નવી મુંબઈ એરપોર્ટ પરથી વ્યવસાયિક ઉડ્ડયનો શરૂ કરવાના પ્રયાસો કરી રહી છે.
આજે, ભારતીય વાયુસેનાના સી-295 વિમાને નવી મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટના રનવે પર સફળ ટેસ્ટ-લેન્ડિંગ કર્યું હતું.
અમે ઉડાન અને લડાઈ (ફ્લાઈટ અને ફાઈટ) બંને માટે તૈયાર છીએ, એમ શિંદેએ રાજ્યની વિધાનસભાની ચૂંટણીના સ્પષ્ટ સંદર્ભમાં જણાવ્યું હતું.

એરપોર્ટ ઓપરેટરના જણાવ્યા અનુસાર પરિવહન કેરિયર સી-295 સધર્ન રનવે 26 પર બપોરે 12.14 વાગ્યે ઉતર્યું હતું, જે એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ હતું. વિમાનને વોટર કેનન સલામી આપવામાં આવી હતી.
અદાણી ગ્રૂપ દ્વારા વિકસાવવામાં આવેલ આ એરપોર્ટ આવતા વર્ષની શરૂઆતમાં કોમર્શિયલ કામગીરી શરૂ થઈ જાય તેવી ધારણા છે. મુખ્ય પ્રધાને જણાવ્યું હતું કે ગ્રીનફિલ્ડ નવી મુંબઈ એરપોર્ટ ઉચ્ચ ક્ષમતા ધરાવતું અને દેશની મોટી ઉડ્ડયન સુવિધાઓમાંનું એક હશે.

આ સુવિધાને લોકો માટે એક મોટી ભેટ ગણાવતા, શિંદેએ કહ્યું કે એકવાર તે કાર્યરત થઈ ગયા પછી વ્યસ્ત મુંબઈ એરપોર્ટ પરની ભીડ નોંધપાત્ર રીતે હળવી થશે.
21.8-કિમી-લાંબા 6-લેન દરિયાઈ પુલ અટલ સેતુના નિર્માણને કારણે નવું એરપોર્ટ મુંબઈ અને નવી મુંબઈ બંનેની નજીક આવી ગયું છે, એમ તેમણે ધ્યાન દોર્યું હતું.
288 સભ્યોની મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી આવતા મહિને યોજાય તેવી શક્યતા છે. (પીટીઆઈ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button