ટોપ ન્યૂઝસ્પોર્ટસ

એશિયન ગેમ્સમાં ભારતને વધુ એક ગોલ્ડ મેડલ મળ્યો

મહિલા ટીમે તીરંદાજીમાં દેશને ગૌરવ અપાવ્યું

હોંગઝોઉઃ એશિયન ગેમ્સમાં ભારતને વધુ એક ગોલ્ડ મેડલ મળ્યો છે. મહિલા તીરંદાજી ટીમે એશિયન ગેમ્સમાં ભારત માટે આ ગોલ્ડ મેડલ જીત્યો હતો. તીરંદાજીની મહિલા કમ્પાઉન્ડ ટીમ ઈવેન્ટમાં જ્યોતિ, અદિતિ અને પ્રનીતે તાઈવાનને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો છે. ફાઈનલ મેચમાં ભારતીય તીરંદાજી ટીમે 230 પોઈન્ટ મેળવ્યા હતા. જ્યારે તાઈવાનની ટીમ 229 પોઈન્ટ પર રહી હતી.

આજે શરૂઆતમાં, ભારતને એશિયન ગેમ્સમાં મોટો આંચકો લાગ્યો હતો, જ્યારે મહિલા સિંગલ્સ બેડમિન્ટનમાં તેની મેડલની આશા ઠગારી નીવડી હતી. આ મેચમાં દેશની પ્રખ્યાત ખેલાડી અને ઓલિમ્પિક મેડલ વિજેતા પીવી સિંધુને ચીનની ખેલાડી બિંગ જિયાઓએ 16-21 અને 12-21થી હાર આપી હતી. અગાઉ સિંધુએ 2018 એશિયન ગેમ્સમાં મહિલા સિંગલ બેડમિન્ટનમાં સિલ્વર મેડલ જીત્યો હતો.


કુસ્તીની વાત કરીએ તો, 53 કિગ્રા વર્ગમાં ભારતની અંતિમ પંઘાલને 2 વખતની વિશ્વ ચેમ્પિયન અકરી ફુજીનામથી હરાવી હતી. આ પછી અંતિમ પંઘાલ રેપેચેજ દ્વારા બ્રોન્ઝ મેડલ જીતવાની રેસમાં છે. બ્રોન્ઝ મેડલ મેળવવા માટે અંતિમ પંઘાલને માત્ર એક મેચ જીતવી પડશે.


ભારતે આ વર્ષની એશિયન ગેમ્સમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. ભારતીય ખેલાડીઓએ બુધવાર સુધીમાં 81 મેડલ જીત્યા હતા. જેમાં 18 ગોલ્ડ મેડલ હતા. હાલમાં એશિયન ગેમ્સ 8 ઓક્ટોબર સુધી ચાલવાની છે. ભારતીય ખેલાડીઓ એશિયન ગેમ્સની અન્ય ઘણી સ્પર્ધાઓમાં ભાગ લઈ રહ્યા છે. આવી સ્થિતિમાં દેશને વધુ મેડલ મળવાની આશા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button