મહારાષ્ટ્ર

Samruddhi Mahamarg 5 દિવસ માટે બંધ રહેશે

છત્રપતિ સંભાજીનગર: તમે જો સમૃદ્ધી મહામાર્ગ પરથી છત્રપતિ સંભાજીનગરથી જાલના એવી મુસાફરી પ્લાન કરી રહ્યાં છો તો તમારા માટે આ મહત્વના સમાચાર છે. કારણ કે આ માર્ગ પર બે તબક્કામાં 5 દિવસ માટે મહામાર્ગ બંધ રાખવામાં આવ્યો છે. સમૃદ્ધી મહામાર્ગ પર પાવર ગ્રિડ ટ્રાન્સમીશન ટાવરનું કામ હાથ ધરવામાં આવનાર છે.

તે માટે જાલનાથી છત્રપતિ સંભાજીનગર દરમીયાન બંને બાજૂનો વાહન વ્યવહાર 10 ઓક્ટોબરથી 12 ઓક્ટોબર બપોરે 12 થી સાડા ત્રણ વાગ્યા સુધી બંધ રહેશે. તથા બીજા તબક્કામાં 25 ઓક્ટોબરથી 26 ઓક્ટોબર દરમીયાન બપોરે 12 થી 3 વાગ્યા સુધી બંધ રહેશે એવી જાણકારી મહારાષ્ટ્ર રાજ્ય રસ્તા વિકાસ મહામંડળ દ્વારા આપવામાં આવી છે.

આ અંગે આપવામાં આવેલ જાણકારી મૂજબ હિંદુ હૃદયસમ્રાટ બાળાસાહેબ ઠાકરે મહારાષ્ટ્ર સમૃદ્ધી મહામાર્ગ પર પાવર ગ્રિડ ટ્રાન્સમીશન ટાવરનું કામ કરવામાં આવનાર છે. આ કામ બે તબક્કામાં થશે. આ બધ પ્રથમ તબક્કામાં 10 થી 12 એટલે કે મંગળવાર, બુધવાર અને ગુરુવાર આ ત્રણે દિવસ તથા બીજા તબક્કામાં 25 અને 26 ઓક્ટોબર એટલે કે બુધવાર અને ગુરુવાર બે દિવસ માટે હશે.


આ કામ માટે જાલનાથી છત્રપતિ સંભાજીનગર દરમીયાન બંને બાજુનો વાહન વ્યવહાર 10 થી 12 ઓક્ટોબરના રોજ બપોરે 12 થી 3:30 વાગ્યા સુધી અને બીજા તબક્કામાં 25 અને 26 ઓક્ટોબરના રોજ બપોરે 12 થી 3 વાગ્યા સુધી બંધ રહેશે. અન્ય દિવસે આ માર્ગ પરનો વાહન વ્યવહાર રાબેતા મુજબ રહેશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button