Ratan Tata Special 2: જનતાના આરોગ્યને લઈને આ પગલું ભર્યું હતું…
દેશે આજે એક બહુમૂલ્ય રત્ન ગુમાવ્યું છે. ટાટાને વૈશ્વિક બ્રાન્ડ બનાવનાર રતન ટાટા હવે આપણી વચ્ચે નથી પરંતુ દેશ તેમના યોગદાનને યાદ કરી રહ્યો છે. રતન ટાટા એ વ્યક્તિ છે, જેમણે દરેક ઘરે ટાટાને પહોચાડ્યું છે. દેશમાં એવું ભાગ્યે જ કોઈ ઘર હશે, જ્યાં ટાટાની હાજરી ન હોય. મીઠાથી લઈ ચા સુધી, કારથી એરોપ્લેન સુધી, સોયથી મોટી ટ્રક સુધી, ઘડિયાળથી એ.સી. સુધી ટાટાની દરેક જગ્યાએ વર્ચસ્વ ધરાવે છે. રતન ટાટાએ ક્યારેય નફા માટે સામાન્ય લોકોની જિંદગી સાથે રમત નથી કરી. બિઝનેસની સાથે તેઓ આમ જનતાના આરોગ્ય અને સ્વાદનું પણ ધ્યાન રાખવામાં આવ્યું હતું.
1983માં પહેલી વાર મીઠાની બ્રાન્ડ લોન્ચ કરી
જ્યારે દેશમાં લોકો આયોડિનની ઉણપથી થતા રોગોથી પરેશાન હતા, ત્યારે રતન ટાટાએ લોકોના કલ્યાણ માટે એક ઉપાય શોધી કાઢ્યો જે લોકોના સ્વાદ અને આરોગ્યનું ધ્યાન રાખે. રતન ટાટાની ટાટા કેમિકલ્સ કંપનીએ ૧૯૮૩માં ભારતમાં સૌપ્રથમ વખત આયોડાઇઝ્ડ મીઠાની બ્રાન્ડ લોન્ચ કરી હતી. આ મીઠું આજે પણ લોકોના દિલ પર રાજ કરે છે અને ટાટા સોલ્ટ દરેક ઘરમાં પહેલી પસંદ છે. જો તમારી સામે મીઠાની ઘણી બ્રાન્ડ્સ હોય તો તમે પહેલા ટાટાનું મીઠું પસંદ કરશો, કારણ કે ટાટા બ્રાન્ડ માટે સામાન્ય લોકોના મનમાં કોઈ શંકા નથી હોતી.
આ પણ વાંચો : Ratan Tata Special-1: હવે, ‘હાઈ કેપ્ટન’ સાંભળવા નહીં મળે
ઓખામાં મીઠું બનાવવાનું કામ શરુ કર્યું
ટાટા ગ્રુપે ૧૯૨૭માં ગુજરાતના ઓખામાં દેશમાં મીઠું બનાવવાનું કામ શરૂ કર્યું હતું. તે સમયે કોઈએ કલ્પના પણ કરી નહોતી કે ગુજરાતમાં મીઠું બની શકે છે. કંપનીએ ૧૯૮૩ માં આયોડીનયુક્ત મીઠું પેકેટમાં વેચવાનું શરૂ કર્યું હતું. આ મીઠાની સૌથી મોટી ખાસિયત એ છે કે તે આયોડિન અને આયર્નની ઉણપને દૂર કરે છે.
મીઠા સાથે ચાના બિઝનેસમાં ઝંપલાવ્યું
આ ઉપરાંત આ મીઠું બ્લડ પ્રેશરને પણ કંટ્રોલ કરે છે. આજે, ટાટા સોલ્ટ દેશમાં એક કરતાં વધુ વેરાયટીમાં ઉપલબ્ધ છે. આટલા બધા ગુણોથી ભરપૂર હોવા છતાં તેની કિંમત નજીવી છે. તે ઓછી કિંમતે ઉપલબ્ધ હોવાથી લોકો આ મીઠાનો ઉપયોગ કરે છે. ટાટા ગ્રુપે ચાનું પણ ઉત્પાદન શરૂ કર્યું છે. ટાટા ટીનો બિઝનેસ પણ ભારતમાં સૌથી વધુ છે. લોકો ટાટા ગ્રુપની ચા પીવાનું પસંદ કરે છે. તે બજારમાં નાના પેકેટમાં ઉપલબ્ધ છે.