આમચી મુંબઈમહારાષ્ટ્ર
મહારાષ્ટ્રમાં પત્રકારોના કલ્યાણ માટે કોર્પોરેશનની રચના
મુંબઈ: મહારાષ્ટ્ર કેબિનેટે ગુરુવારે રાજ્યમાં પત્રકારો અને અખબાર વિક્રેતાઓ માટે બે અલગ-અલગ કોર્પોરેશન સ્થાપવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે.
મુખ્ય પ્રધાનની કચેરી તરફથી એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે બંને કોર્પોરેશન પત્રકારો અને અખબાર વિક્રેતાઓના કલ્યાણ માટે કામ કરશે.
અત્યારે રાજ્ય સરકાર નિવૃત્ત અધિકૃત પત્રકારોને ‘સન્માન નિધિ’ (માસિક નાણાકીય સહાય) પ્રદાન કરે છે અને માન્યતા પ્રાપ્ત લેખકો અને તેમના પરિવારોને આરોગ્ય સંબંધિત બાબતો માટે નાણાકીય સહાય આપે છે.