ઉદ્યોગપતિ અને ઉમદા વ્યક્તિત્વના માલિક એવા રતન ટાટા હવે ભલે આપણી વચ્ચે હયાત નથી 

તેમના નિધનથી આખો દેશ શોકમાં ડૂબી ગયો છે

રતન ટાટાના ચાહકો પર તેમના નિધનથી દુઃખનો ડુંગર તૂટી પડયો છે

આજે મુંબઈના વરલી ખાતે બપોરે તેમનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન થશે

પણ આ તસવીરના માધ્યમથી કાયમ લોકોના માનસપટલ પર અમર થઈ જશે

ચાલો જોઈએ કઈ છે આ ખાસ ક્ષણો અને તસવીરો-

ટેલ્કોમાં કર્મચારીઓ અને પિતા માટેનો પ્રેમ અને લાગણી આ તસવીરમાં રતન ટાટાના મોઢા પરથી છલકાઈ રહી છે

જમશેદજીનો આ ફોટો શેર કરીને રતન ટાટાએ લખ્યું હતું કે જેમશેદજીની દ્રઢ ઈચ્છાશક્તિ અને મોટા મનથી કરેલા કાર્યો હમેશાં અમારી યાદમાં રહેશે

કોલેજના વેકેશનમાં પહેલી વખત રતન ટાટા જમશેદપુર પહોંચ્યા હતા

જ્યારે એમની હોસ્પિટલમાં એક શ્વાનને લોહીની જરૂર હતી એ સમયે ખુદ રતન ટાટાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને મદદ માંગી હતી

દરેક ભારતીય પાસે પોતાની કાર હોવી જોઈએ એ વિચારીને જ તેમણે ખાસ નેનો કાર ડિઝાઈન કરી હતી